વી.વી.પી. ઈજનેરી કોલેજના કેમીકલ વિભાગના વિદ્યાર્થીઓ અવાર નવાર ગુજરાતની વિવિધ કોલેજો દ્વારા આયોજીત ઈવેન્ટસની સ્પર્ધાઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈને ઉત્કૃષ્ઠ દેખાવ કરીને સારો ક્રમાંક પણ મેળવતા હોય છે.
ત્યારે ગુજરાત કલીનર પ્રોડકશન સેન્ટર, ગાંધીનગર દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં બી.ઈ. એમ.ઈ. તથા પી.એચ.ડી.ના વિદ્યાર્થીઓનાં સંશોધન પેપર મંગાવવામાં આવેલા હતા. તેમાંથી ૯૯ જેટલા ઈજનેરી પ્રોડકટસ રજુ થયા હતા. કેમિકલ વિભાગના પ્રોફેસર દર્શના ભટ્ટી ને તેમના પી.એચ.ડી. સંશોધન પત્ર ઈન્ટીગ્રેશન ઓફ નેનો સાઈઝ ટીટાનીયમ ડાયોકસાઈડ આસીસ્ટેડ ફોટો કેટલીક ઓકસીડેશન એન્ડ એડસોર્પશન પ્રોસેસ ફોર ફાર્માસ્યુટિકલ્સ એફલુઅન્ટ ટ્રીટમેન્ટ માટે પ્રથમ ક્રમાંક સાથે દશ હજાર રૂપીયા રોકડ પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે. આ સંશોધન ટેક્ષ્ટાઈલ ઈન્ડસ્ટ્રીઝ, ફાઈઝ ઈન્ડસ્ટ્રીઝ, ફાર્માસ્યુટિકલ ઈન્ડસ્ટ્રીઝ વગેરે જેવી ઈન્ડસ્ટ્રીઝમાંથી નીકળતા પ્રદુષિત પાણીની ટ્રીટમેન્ય માટે ખૂબજ ઉપયોગી છે.
તેમજ આ ઈવેન્ટમાં આઠમાં સેમેસ્ટરની વિદ્યાર્થીનીઓ પાયલ કાછડીયા, પૂજા શાહ, અકબરી નિધિ, પઢીયાર ખ્યાતી તેમજ પટેલ અંજલીને પ્રોફેસર પ્રિયાંક્ખીરસરીયાના માર્ગદર્શન હેઠળ બનાવેલ પાયરોલીસીસ ઓફ વેસ્ટ ટાયર ટુ ફયુઅલ ઓઈલ પ્રોજેકટને દ્વિતિય ક્રમાંક સાથે પાંચ હજાર રૂપીયા રોકડ પુરસ્કાર પ્રાપ્ત કર્યું છે.
તથા સરકારી ઈજનેરી કોલેજ ભુજ ખાતે યોજાયેલી રણ-રસાયણમ ઈવેન્ટમાં ચોથા સેમેસ્ટરના વિદ્યાર્થી રામ કડછા એ પેપર પ્રેઝન્ટેશન સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક સાથે એક હજાર રૂપીયા રોકડ પુરસ્કાર પ્રાપ્ત કરેલ છે. ઉપરાંત રામ કડછા તેમજ છઠ્ઠા સેમેસ્ટરના વિદ્યાર્થી કરકર બ્રિજેશે સાથે મળીને ટેકનીકલ કિવઝમાં પણ પ્રથમ ક્રમાંક સાથે એક હજાર રૂપીયા રોકડ પુરસ્કાર પ્રાપ્ત કરેલ છે.
રણ-રસાયણની એક ઈવેન્ટ પ્રતિરૂપ સર્જનમાં છઠ્ઠા સેમેસ્ટરના વિદ્યાર્થીઓ કરકર બ્રિજેશ તથા દેવાણી શ્યામે ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કરેલ છે તેમને ૫૦૦ રૂપીયા રોકડ પુરસ્કાર મળેલ છે. તેમણે સ્પ્રે. ટાવરનું મોડેલ બનાવ્યું હતુ તે એબ્સોર્પશનના સિધ્ધાંત હેઠળ કામ કરે છે.
ચાંદખેડા ખાતેની વિશ્ર્વકર્મા ઈજનેરી કોલેજની કેમોક્ધફલ્યુન્સ ઈવેન્ટની કેમોમિસાઈલ સ્પર્ધામાં ચોથા સેમેસ્ટરના વિદ્યાર્થીઓ નિરવ ચાવડા, નિકિતા પરમાર તથા જય કમાણીએ ભાગ લીધો હતો. તેમાં તેઓએ તૃતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે. તેમજ વડોદરા ખાતેનીએમ.એમ. યુનિ.ની ફૂટપ્રિન્ટસ ઈવેન્ટની કેમોડ્રીફટ સ્પર્ધામાં ચોથા સેમેસ્ટરના વિદ્યાર્થીઓ રામ કડછા, અંજારા, વિશાલ, સરવૈયા વૈભવે ભાગ લીધો હતો. તેમાં ચોથો ક્રમાંક પ્રાપ્ત કરેલ છે.
વિદ્યાર્થીઓની જવલંત સિધ્ધિઓ બદલ વી.વી.પી.નાં મેનેજીંગ ટ્રસ્ટી લલીતભાઈ મહેતા, ટ્રસ્ટીઓ કૌશિકભાઈ શુકલ, ડો. સંજીવભાઈ ઓઝા તથા હર્ષલભાઈ મણીયાર આચાર્ય ડો. જયેશ દેશકર , કેમિકલ વિભાગના વડા ડો. પિયુષ વણઝારા તેમજ કોલેજના સર્વે કર્મચારીગણે તમામ વિદ્યાર્થીઓ તથા કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા.