વીવીપી કોલેજના કમ્પ્યુટર વિભાગે પોતાની ૧૦૦% પ્લેસમેન્ટની પરંપરા જાળવી રાખતાં તાજેતરમાં કમ્પ્યુટર ક્ષેત્રની જાયન્ટ મલ્ટીનેશનલ કંપની એવી ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસમાં ૭માં સેમેસ્ટરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સ્મિત શાહ અને નિકીતા શાહ પસંદગી પામ્યા છે. આ પસંદગીની પ્રક્રિયા કુલ ત્રણ સ્ટેજમાં યોજવામાં આવી હતી. જેમાં પ્રથમ સ્ટેજમાં એપ્ટીટયુડ ટેસ્ટ, બીજા સ્ટેજમાં ગ્રુપ ડિસ્કશન અને ત્રીજા સ્ટેજમાં પર્સનલ ઈન્ટરવ્યુ પસાર કર્યા હતા.
આ ઉપરાંત દર વર્ષે કમ્પ્યુટર વિભાગનાં વિદ્યાર્થીઓની પસંદગી નેશનલ અને મલ્ટીનેશનલ કંપનીઓમાં થાય છે. ગુગલ જેવી જાયન્ટ કંપનીમાં પણ દર વર્ષે કંપનીનાં ખર્ચે વિદ્યાર્થીઓ ગુગલ પ્રોગ્રામમાં પસંદગી મેળવીને દેશના વિવિધ શહેરોમાં જાય છે.
વિદ્યાર્થીઓની પસંદગી પ્રક્રિયામાં વિભાગીય વડા ડો.તેજસ પાટલીયા, ટ્રેઈનીંગ એન્ડ પ્લેસમેન્ટનાં પ્રો.સાગર વિરાણી, પ્રો.દિપેશ જોશી અને પ્રો.તેજસ ‚પાણીએ માર્ગદર્શન પુરુ પાડેલ હતું. કમ્પ્યુટર વિભાગની આ કામગીરી બદલ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી લલિતભાઈ મહેતા, ટ્રસ્ટીઓ કૌશિકભાઈ શુકલ, ડો.સંજીવભાઈ ઓઝા, હર્ષલભાઈ મણીઆર, સંસ્થાના પ્રિન્સીપાલ ડો.જયેશભાઈ દેશકર તથા સમગ્ર કર્મચારીગણે અભિનંદન પાઠવેલ હતા.