વિદ્યાર્થીઓએ ટેકનીકલ અને સાંસ્કૃતિક કાર્યક્રમનો આનંદ માણ્યો
ગુજરાત ટેકનોલોજી જી.ટી.યુ.ની સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનની ‘જી.ટી.યુ.’ ટેકફેસ્ટ-૨૦૧૮નું વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજ ખાતે ગઈકાલે પ્રથમ દિવસે ઐતિહાસિક ઉદઘાટન અને સાંજે મોડી રાત્રી સુધી મેધધનુષ બેન્ડ દ્વારા ગુજરાતી, હિન્દી અને પ્રાચીન ગરબાઓની રમઝટ સાથે વિદ્યાર્થીઓએ ટેકનીકલ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો સમન્વય માણ્યો. જેમાં એકવા રોબોટ: દ્વારા દરીયાઈ સુરક્ષા, મોબાઈલ બ્લુટુથ ચાલતી સબમરીનું જબ‚ આકર્ષણ ઈલેકટ્રોનીકસ એન્ડ કમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા એકવા રોબોટનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ માટે ઈલેકટ્રોનીકસ એન્ડ કમ્યુનીકેશન વિભાગના સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થીઓએ ગહન અધ્યયન કરી ‘એકવા રોબોટ’ સ્પર્ધાનું આયોજન જીટીયુ ટેકફેસ્ટ-૨૦૧૮માં ગોઠવ્યું હતું. આ માટે ઈ.સી.વિદ્યાર્થીઓ અમિત સુર્યવંશી, નિરવ ભાલાણી, નમ્ર શેઠ, વિભાગના વડા ડો.ચાર્મીબેન પટેલ અને ટેકફેસ્ટ ઈવેનટ કોર્ડીનેટર પ્રો.રવીન સરધારાના સીધા માર્ગદર્શન હેઠળ પ્રો.નિર્મલ ભાલાણી (ક્ધવીનર), ડો.દિપેશ કામદાર, પ્રો.જૈમીન સંઘાણી, ધિરેનભાઈ જાદવ, પરેશભાઈ પટેલ અને સમગ્ર ઈવેન્ટ તકનીકી રીતે પ્રદર્શની રીતે અને કૌશલ્યની દ્રષ્ટિએ જીટીયુ ટેકફેસ્ટ-૨૦૧૮માં સૌથી આકર્ષક રહે તે માટે સમગ્ર ઈ.સી.વિભાગે ભારે જહેમત ઉઠાવી રહેલ છે. તેમજ ટવીસ્ટર એ રંગોના ચકરડાઓ પર રમાતી એક વિશ્ર્વતરની નાવિન્યસભર રમત છે. એક મેપમાંથી ડાબા અને જમણા હાથ અને પગના પંજાઓને વિવિધ રંગોના વર્તુળો પર મુકવાના અને જેમ રમાડનાર વ્યકિત કહેતુ જાય એમ હાથ અને પગની પોઝીશન બદલવાની, જે છેલ્લે સુધી ભુલ કર્યા વગર રમતું રહે તે વિજેતા બને.
કેમિકલ વિભાગ દ્વારા કેમીડ્રાઈવનું આયોજન કરાયું હતું. આ સ્પર્ધાનું નામ જ સુચવે છે કે, કેમિકલ દ્વારા ડ્રાઈવ થતી કાર. વિદ્યાર્થીઓ વિવિધ કેમીકલ્સ જેવા કે, વિનેગાર, બેકીંગ સોડા, ગ્લીસરીન, નાઈટ્રીક એસીડ વગેરેનો ઉપયોગ કરીને બનાવેલી કાર તેમાં વપરાતા કેમિકલ્સનું રીએકશન થઈને ચાલે છે. રોજ-બરોજમાં ઉપયોગમાં આવતા ઘરેલુ કેમિકલ્સ વડે ચાલતી કાર ગજબની સ્પીડ પણ આપે છે. આ સ્પર્ધામાં ૧૫ મીટર લાંબો કાર ચલાવવા માટેનો ટ્રેક બનાવ્યો છે. આ સ્પર્ધામાં ૭૦થી પણ વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ ગુજરાતભરની વિવિધ કોલેજો-પોલીટેકનીકો વગેરેમાંથી ઉમટી પડયા હતા. વૃદ્ધો માટે વરદાન‚પ નેનો ટેકનોલોજી-દવા આગામી યુગ નેનોટેકનોલોજીનો યુગ સાબીત કરતા વિદ્યાર્થીઓ હવે નેનોટેકનોલોજીની મદદથી સિનિયર સીટીઝનને નેનોટેકનોલોજી દ્વારા મોલીકયુલર ગેસ્ટોનોમીની મદદથી બધા જ વિટામીન જરૂરી પ્રોટીન તથા પોષક તત્વો સરળતાથી આપી શકાય અને તેનું જીવન તંદુરસ્તમય બનાવવામાં ઉપયોગી થશે. આ દવા વી.વી.પી.એન્જિનીયરીંગ કોલેજના વિદ્યાર્થીઓ અર્શ લાડાણી, ચિરાગ રૈયાણી, જૈમીન લાડાણી તથા નેનોટેકનોલોજી વિભાગના પ્રોફેસરોની મદદથી બનાવેલ છે.
ઈલેકટ્રીકલ વિભાગ દ્વારા બેટલ ઓફ વ્હીલ્સનું આયોજન કરાયું હતું. જેમાં વિદ્યાર્થીની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવેલા ટ્રેક ઉપર પોતાના રોબોને ઉતારશે. આ ટ્રેકમાં વિવિધ અવરોધો જેવા કે સાદી ટનલ, રેતી, લોલક, માર્બલ અને કૃત્રિમ ઘાસ મુકવામાં આવે છે. આ પ્રથમ રાઉન્ડમાં કવોલીફાગ થનાર ટીમ બીજા રાઉન્ડ ‘ટનલ હન્ટ’માં રમશે. જેમાં રોબોને ટનબલમાંથી પસાર કરવાનો રહેશે. બીજા રાઉન્ડમાં કવોલીફાય થનાર ટીમ આખરી રાઉન્ડ ‘રશ અવર’ રમશે.
કોમ્પ્યુટર વિભાગ દ્વારા અલગ-અલગ ત્રણ ઈવેન્ટનું આયોજન વિદ્યાર્થીઓમાં રહેલી આંતરીક શકિતના વિકાસ માટેના ઉદેશને ધ્યાને લઈ કરવામાં આવ્યું હતું. જેમાં ૪ વ્યકિતઓની ટીમને અલગ-અલગ કોમ્પ્યુટરના કોયડાઓ આપવામાં આવે છે. જેને ઉકેલતા એક જગ્યાનું નામ મળે છે. જે વિદ્યાર્થીઓની કોડ-ડીકોડ કરવા માટેની શકિતને ખીલવવા માટે ઉપયોગી છે. આ ઈવેન્ટમાં જી.ટી.યુ. ઝોન-૪ની કોલેજનાં કુલ ૬૨૦ કરતા પણ વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.