ધો. 1ર સાયન્સ પછી વિઘાર્થીઓના ઉજજવળ ભવિષ્ય માટેનો સેમિનાર
સાયન્સના વિદ્યાર્થીઓને ધોરણ 1ર પછી બાયોટેકનોલોજી ક્ષેત્રે શું લાભ મળે છે બાયોટેકનોલોજીના કોર્ષ કર્યાથી થતા લાભોની ચર્ચા કરી છે. લોકવિજ્ઞાન કેન્દ્ર રેસકોર્ષ ખાતે વી.વી.પી. એન્જી. કોલેજ દ્વારા સાયન્સના વિઘાર્થીઓની ઉજજવળ ભવિષ્ય માટેનો સેમીનાર યોજાયો હતો.
‘અબતક’ સાથેની વાતચીતમાં ડો. ધર્મેશસુરે જણાવ્યા મુજબ સેમીનારમાં મુખ્ય ત્રણ બાબત પર ચર્ચા કરી લોકોમાં જાગૃતિ ફુડ એગ્રસકચ્લર અને ફાર્મા સ્યુટિક છે. ગુજરાતમાં ર004 થી આવા પ્રકલ્પિક સેમીનારો થાય છે. સાયન્સના વિઘાર્થીઓને બાયોટેકનોલોજી ક્ષેત્રનું બાયો ફર્ટીલાઇઝર બાયો પેટ્રીસાઇટસ, ઓર્ગેનિક વગેરે ક્ષેત્રમાં ઉપયોગી છે. ગુજરાત સરકારે ફેબુ્રઆરીમાં વર્ષ 2022 થી 2027 બાયોટેકનોલોજી પોલીસી બહાર પાડી છે જેમાં 760 જેટલા નવા ઉઘોગોની પોલીસી છે જેનો તમામને લાભ મળે તેમ છે.
સલોની શુકલા(સાયન્સ સ્ટુડન્ટ)
અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે ધોરણ 1ર પછી બી ગ્રુપના કેરીયરમાં શું કહ્યું તેનુઁ માર્ગદર્શન મળ્યું છે. જ્ઞાન થયું છે. બાયોટેકનોલોજીમાં ભવીષ્ય સારું છે અને ક્ષેત્રો ઘણા છે જેનું જ્ઞાન પ્રાપ્ત થયું. જેમાં ભારત બહાર પણ ઘણો સ્કોપ રહેલો છે. બાયો ટેકનોલોજી ફકત એગ્રીકલ્ચર નહિ પરંતુ હેલ્થકેર પ્રોડકશન, બાયો ફયુઅલ અને ફાર્માસુયુટિકલ વગેરે જેવા ક્ષેત્રોમાં ઉપયોગી છે. સેમીનારમાં ભવિષ્યમાં ક્ષેત્રમાં થતા લાભોનું માર્ગદર્શન મળ્યું છે.