એક શામ આઝાદી કે નામ અંતર્ગત લેઉવા પટેલ મહિલા સોશિયલ ગ્રુપનાં વિવિધ સંગઠનો દ્વારા રાષ્ટ્રગાન સંગીત સંઘ્યા યોજાશે: આયોજકો મહિલાઓ અબતકને આંગણે
લેઉવા પટેલ મહિલા ગ્રુપ દ્વારા એક શામ આઝાદી કે નામ અંતર્ગત રાષ્ટ્રગાન સંગીત સંઘ્યાનું આયોજન ૧૪ ઓગસ્ટનાં રોજ હેમુગઢવી હોલ ખાતે કરવામાં આવ્યું છે. આ મહિલા ગ્રુપમાં બેડીપરા, વાણીયાવાડી, એસપીજી, સાથી, નારી શકિત, શિવશકિત મહિલા સોશિયલ ગ્રુપ સંકળાયેલા છે. આ બધા ગ્રુપ દ્વારા વીઆરવન મહિલા સોશિયલ ગ્રુપ જુદા-જુદા વિસ્તારોમાં ચાલી રહ્યું છે. આ તકે મહિલા મંડળની મહિલાઓએ અબતકની મુલાકાત લીધી હતી.
લેઉવા પટેલ મહિલા સોશ્યલ ગ્રુપનો સમુહ બધા સોશ્યલ ગ્રુપ સંગઠનની ભાવનાથી જોડાઈને પ્રાચીન વૈદિક સંસ્કૃતિને ટકાવવાની નેમ સાથે સમાજમાંથી અંધશ્રદ્ધા, કુરિવાજો, દેખાદેખી, વૃદ્ધાશ્રમો વગેરે બદીઓ નાબુદ થાય તેવી નેમ સાથે સંગઠિત થઈ સુદ્રઢ સમાજનું નિર્માણ કરવામાં અમુલ્ય ફાળો આપી શકે તેવા હેતુસર વર્ષ દરમ્યાન જુદા જુદા સેમીનાર અને કાર્યક્રમ કરતા હોય છે. આવા કાર્યક્રમોનાં ભાગરૂપે દેશભકિતની ભાવના ઉજાગર કરવા માટે તથા આઝાદીનું મુલ્ય બહેનોને સમજાવવા માટે આઝાદીનાં સ્વતંત્રતા પર્વની પૂર્વ સંઘ્યાએ એટલે કે બપોરે ૨:૩૦ થી ૬:૦૦ કલાક દરમ્યાન એક શામ આઝાદી કે નામ સંગીત સંઘ્યા કાર્યક્રમનું ભવ્ય આયોજન હેમુગઢવી હોલ ખાતે કરવામાં આવ્યું છે. આ આયોજન માત્ર બહેનો પુરતું મર્યાદિત છે. આ કાર્યક્રમનો હેતુ નારી શકિતને ઉજાગર કરી, કોઈ પણ પડકારોનો હિંમતભેર સામનો કરી શકે તેવી બનાવી સાચા અર્થમાં મહિલા સશકિતકરણ કરવાનો છે. વી.આર.વન મહિલા સોશિયલ ગ્રુપનાં શર્મિલાબેન બાંભણીયા, જાગૃતિબેન ઘાડિયા, અનિતાબેન દુધાત્રાનાં માર્ગદર્શન હેઠળ આયોજક મહિલાઓ અબતકને આંગણે સમાજસેવી બહેનોનાં સહિયારો પ્રયાસ થકી રીટાબેન લુણાગરિયા, મીનાબેન શિંગાળા, કવિતાબેન વાડોદરિયા, હંસાબેન અકબરી, સોનલબેન ચોવટિયા, રાજેશ્રીબેન માલવિયા, વષાબેન ટોપિયા, જયશ્રીબેન વૈષ્ણવ, મીનાબેન પરસાણા, કૈલાશબેન માયાણી, દક્ષાબેન સગપરીયા, શોભનાબેન સાકરિયા, કિરણબેન હરસોડા, જયશ્રીબેન કાછડિયા, પ્રભાબેન ગજેરા, ભારતીબેન ગીણોયા, ચંદ્રિકાબેન વણપરીયા, લક્ષ્મીબેન પાનસુરીયા, મનીષાબેન રામાણી, ભાવનાબેન લુણાગરીયા, હીનાબેન હીરપરા, લતાબેન સોરઠીયા, શિતલબેન અજાણી, માહી પટેલ, સ્વાતી ખોખરીયા, ધારા રામાણી, ભાવિકા લિંબાસીયા, પ્રિયંકા ગોંડલીયા, રમાબેન દેસાઈ, રશ્મિબેન સગપરીયા, મધુબેન આંબલીયા, હંસાબેન ત્રાપસીયા વગેરે બહેનો જહેમત ઉઠાવી છે.