રાજકોટના વૈષ્ણવોને મહોત્સવમાં લઈ જવા શ્રીનાથધામ હવેલી દ્વારા ખાસ બસ વ્યવસ્થા: આયોજકો અબતકને આંગણે
સંસ્કારીનગરી વડોદરાને આંગણે આગામી ૧૦ જૂનને સોમવારના રોજ વ્રજધામ સંકુલ દ્વિદશાબ્દી મહોત્સવની હર્ષોલ્લાસથી ઉજવણી થઈ રહી છે. શ્રી વલ્લભકુળભુષણ નિ.લી. પૂ.પા.ગો.૧૦૮ ઈન્દિરાબેટીજી મહોદયા પ્રસ્થાપિત અને વૈષ્ણવાચાર્ય પૂ. પા.ગો. ૧૦૮ વ્રજરાજ કુનારજીની સર્વધ્યક્ષતામાં વિશ્ર્વભરમાં પ્રેમ, આનંદ અને સંસ્કૃતિની અમૂલખ સુવાસને પ્રસરાવવા સૌરાષ્ટ્ર રાજકોટના ભાવિકોને વડોદરા લઈ જવામાં આવશે. આ ન્યૌછાવર યાત્રા ફકત ૫૫૧માં એસીબસમાં ૧૦ જૂન ૨૦૧૯ સોમવારે સવારે ૮.૩૦ કલાકે શ્રીનાથધામ હવેલી સ્પીડવેલ પાર્ટી પ્લોટ સામે નાના મવા મેઈનરોડથી ઉપડશે. ઉલ્લેખનીય છે કે વ્રજધામ દ્વિદશાબ્દી મહોત્સવના આયોજનને લઈ હર્ષ જોષી સહિતના આયોજકો અબતકને આંગણે આવ્યા હતા.
૧૯૯૯ના જૂન માસમાં શહેરના માંજલપૂર વિસ્તારમાં વિશાળ અલૌકીક વિશ્ર્વભરમાં સેવા સ્નેહ અને સર્મપણની દિવ્ય સુવાસને પ્રસરાવવા વિશ્ર્વવંદનીય શ્રીજીજીની પ્રેરણાથી વ્રજધામ આધ્યાત્મિક સંકુલનું મંગલ સંસ્થાપન થયું.
આદ્વિદશાબ્દી મહોત્સવ સભામા ૧૦ જૂને સાંજે ૫ કલાકે મહોત્સવ સભા સંગીત સંધ્યા સચિન-આશિતાલિમથે તથા વૃંદ દ્વારા યોજાશે જયારે સાંજે ૮ કલાકે વ્રજધામ આધ્યાત્મક સંકુલ ખાતે ઠાકોરજીના સુખાર્થે જલ વિહારમાં આમ્રકુંજનો ભવ્ય મનોરથ યોજાશે જયારે રાત્રે ૯ સમગ્ર વૈષ્ણવ ભોજન પ્રસાદીનું ભવ્યાતિભવ્ય આયોજન કરાયું છે.
સમગ્ર સૌરાષ્ટ્ર-રાજકોટના વૈષ્ણવોને બસપાસ સીટ નંબર સાથે આપવામાં આવશે માટે વહેલા તે પહેલાના ધોરણે શ્રીનાથધામ હવેલી કાર્યાલય પરથી પાસ મેળવી લેવા વધુ માહિતી માટે હર્ષ જોષી ૦૭૬૦૦૦૭૦૫૫૯/ ૦૭૨૨૬૯ ૯૭૬૬૪ પર સંપર્ક કરવો.