ભારત સરકારના મંત્રાલય ડીપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી દ્વારા પ્રોત્સાહિત આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ ‘બાયોપ્રોસેસીંગ ઈન્ડીયા-૨૦૧૮’ દિલ્હી ખાતે યોજાઈ ગઈ. બાયોટેકનોલોજીની જરૂરીયાતો અને તેના દ્વારા પ્રસ્તુત થતુ સામાજીક અને અન્ય સમસ્યાઓનું નિવારણ, આ પ્રવૃતિથી અપેક્ષિત હતું. આ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં કોરીયા, ચાઈના તથા અમેરીકાના તજજ્ઞોએ માર્ગદર્શન આપ્યું હતું.
ગર્વની વાત એ છે કે, આઈઆઈટી જેવી ખ્યાતનામ સંસ્થાઓમાં રજુ થયેલા સંશોધન પત્રોમાં વીવીપી ઈજનેરી કોલેજના પ્રો.શ્રેયસ ધુલિયાએ પાંચ સંશોધનો રજુ કર્યા હતા. વીવીપી એકમાત્ર એવી સંસ્થા છે જેના સંશોધનો સાચા અર્થમાં ભારતમાં આ કક્ષાએ રજુ થયા. પ્રો.ધુલિયાના માર્ગદર્શન હેઠળ પલ્લવી પરિહાર, અલાફીયા ત્રિવેદી, પ્રજ્ઞા નાકરાણી, રાહુલ સૈની, ભાર્ગવ બુસા, પ્રીત આશરા, આદર્શ ભીમાણી (ગાઈડ:પુજાબેન) વગેરેએ પોતાના સંશોધનો પ્રસ્તુત કર્યા.
અપુરતા પોષણની સમસ્યાને પહોંચી વળવા માટે દુધના વૈકલ્પીક ઉપાયો પર અસરકારક વાત રજુ થઈ, જેનાથી આપણા વસ્તી વધારાને અનુરૂપ પોષણની જ‚રીયાતો સંતોષવામાં મદદ મળી શકે. અન્ય બે વિદ્યાર્થીઓએ દુધમાંથી એન્ટીબાયોટીકનું પ્રમાણ જાણી શકાય તે અંગેનું સંશોધન રજુ કર્યું. આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં પેપર રજુ કરવા બદલ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી લલિતભાઈ મહેતા, ટ્રસ્ટી કૌશિકભાઈ શુકલ, ડો.સંજીવભાઈ ઓઝા, હર્ષલભાઈ મણીઆર તથા પ્રિન્સીપાલ ડો.જયેશભાઈ દેશકર, બાયોટેકનોલોજી વિભાગના વડા પ્રો.ધર્મેશભાઈ સુર, વિદ્યાર્થીઓ તથા પ્રાઘ્યાપકોએ કામગીરીને બિરદાવી.