ચેમ્બર ‘સમરસ’ કરવામાં વી.પી.વૈષ્ણવ સફળ: વર્તમાન શાસકોની આખી પેનલ બિનહરિફ જાહેર: હોદેદારો નિમવા ટુંકમાં કરાશે તારીખનું એલાન
અબતક,રાજકોટ
શહેરની પ્રતિષ્ઠીત મહાજન સંસ્થા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટીઝની ચૂંટણી સમરસ જાહેર થઈ છે. ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા વર્તમાન પ્રમુખ વી.પી. વૈષ્ણવની આખી પેનલ બિન હરિફ જાહેર થઈ છે. ચેમ્બરનાં પ્રમુખ પદે સતત બીજીવાર વી.પી. વૈષ્ણવ સત્તારૂઢ થશે તે હવે ફાઈનલ થઈ ગયું છે. નવા હોદેદારોની નિમણુંક માટે ટુંક સમયમાં ચૂંટણી કમિટી દ્વારા તારીખનું એલાન કરવામાં આવશે.રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી આગામી 26મી ફેબ્રૂઆરીના રોજ યોજાવાની હતી. દરમિયાન શુક્રવારે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે વધુ 3 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચીલીધા હતા. વર્તમાન પ્રમુખ વી.પી. વૈષ્ણવની 24 સભ્યોની આખી પેનલ હવે બિન હરિફ જાહેર થઈ છે.
વી.પી. વૈષ્ણવની પેનલમાં ગૌરાંગભાઈ ઠકકર, અનિલભાઈ લક્ષ્મણભાઈ વાણપરીયા, અશોકભાઈ વલ્લભભાઈ વીરડીયા, નૌતમભાઈ બાબુભાઈ બારસીયા, નરેન્દ્રસિંહ કનકસિંહ જાડેજા, કુમલલાલ બી. વસાણી, સત્યેન મનુભાઈ પટેલ, અચ્યુતભાઈ પ્રફુલભાઈ જસાણી, સિધ્ધાર્થ આર. પોબારૂ, પ્રણવભાઈ ચંદ્રકાંતભાઈ ભાલારા, દિપકભાઈ જયંતીભાઈ પોબારૂ, ઉત્કર્ષભાઈ કિશોરભાઈદોશી, બ્રિજેનભાઈ બીપીન ચંદ્ર કોટક, નિલેશભાઈ એસ. ભાલાણી, વિનોદભાઈ એમ. કાચડીયા, સમીર વિનોદભાઈ વેકરીયા, પાર્થભાઈ પ્રવિણભાઈ ગણાત્રા, વિનોદભાઈ ઘેલાભાઈ ગઢીયા, કૌશલભાઈ એન. પોપટ, રાજુભાઈ નોંધાભાઈ ઝુંઝા, અમૃતલાલ ખીમજીભાઈ ભરાડીયા, કલ્પેશભાઈ પ્રવિણભાઈ ડોબરીયા અને બંકિમભાઈ કાંતીલાલ મહેતા સભ્ય તરીકે બિન હરિફ ચૂંટાય આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ચેમ્બરની ચૂંટણી પહેલા જ વી.પી. વૈષ્ણવની જીત નિશ્ર્ચિત થઈ ગઈ હતી. 24 બેઠકો માટે વીપીની પેનલના 39 સહિત કુલ 56 ફોર્મ ભરાયા હતા. ફોર્મ ભરવાના અંતિમ દિવસે માત્ર ત્રણ ઉમેદવારો જ મેદાનમાં રહ્યા હતા જેઓએ અંતિમ દિવસે ફોર્મ પરત ખેંચી લીધા હતા હવે વી.પી. ફરી ચેમ્બરના પ્રમુખ પદે બિરાજમાન થશે. તેઓના નેતૃત્વમાં ચેમ્બરે ખૂબજ સફળતાના શીખરો સર કર્યા હતા. વેપારીઓનાં પ્રશ્ર્નો હલ કરવા તેઓ સતત પ્રયત્નશીલ રહ્યા હતા.