આપણી ભારતીય સંસ્કૃતિમાં વેદો, ઉપનીષદો તથા પુરાણોમાં એકાદશીઓનો અનેકગણો મહિમા ગવાયો છે, દરેક એકાદશી ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે. દરેક એકાદશીની પાછળ કોઈને કોઈ તથ્ય અવશ્ય રહેલું છે, એવી જ એક એકાદશી એટલે નુતન વર્ષ વિક્રમ સવંત ૨૦૭૫ ના કારતક માસના શુક્લપક્ષમાં આવતી એકાદશી એટલે પ્રબોધિની એકાદશી. આ એકાદશી દેવઉઠી એકાદશી તરીકે પણ ઓળખાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુ બલીના નિવાસ સ્થાનેથી દેવો પાસે પુન:પધારે છે. આમ દેવોનો પ્રબોધ તો હોવાથી દેવદિવાળી પર્વ એકાદશીથી પૂનમ સુધી મનાવવામાં આવે છે.
કારતક સુદ એકાદશીને પ્રબોધિની એકાદશી કહે છે. આ દિવસે ક્ષીરસાગરમાં પોઢેલા ભગવાન વિષ્ણુ જાગે છે. બલીરાજાના દરબારમાં ગયેલા ભગવાન વિષ્ણુ પુન:સ્થાને પધારે છે. ચાર માસ દરમ્યાન ભકતોએ જે જે તપ કર્યા ભગવાનનો વિયોગ વેઠ્યો તેથી પ્રભુ અંતરમાં જાગ્રત થયા જેથી પ્રબોધિની એકાદશી એ દેવઉઠી એકાદશીના નામે ભક્તોની ભક્તિ દ્વારા સાર્થક બની.
આ એકાદશીના દિવસે ગુલાબ, કરણના ફૂલ, શમી પત્રી વિષ્ણુની પૂજા કરે છે એ આવાગમના ચક્રમાંથી છૂટી જાય છે, આ પ્રમાણે રાત્રે ભગવાનની પૂજા કરી પ્રાત: કાળે સ્નાન કરી બ્રાહ્મણોને દક્ષિણા આપી પોતાની આ એકાદશીનું વ્રત છોડવું. જે મનુષ્ય ચાતુર્માસના વ્રતમાં કોઈપણ વસ્તુનો ત્યાગ કર્યો હોય તે મનુષ્યએ આ દિવસી એ વસ્તુ ફરીથી ગ્રહણ કરવી જોઈએ. જે મનુષ્ય પ્રબોધિની એકાદશીના દિવસે વિધિપૂર્વક વ્રત કરે છે તેને અત્યંત સુખ મળે છે, અંતે તે સ્વર્ગમાં જાય છે.
આ પ્રબોધિની તથા દેવઉઠી એકાદશીના વ્રત કરવાનું જે પુણ્ય છે તે ગંગા નદીમાં સ્નાન કરવાથી જેમ પાપનો નાશ થાય છે તેવી રીતે મનુષ્યના સઘળા પાપોનો નાશ થાય છે, એકાદશીના દિવસે ઉપવાસ કરવાથી તે મનુષ્ય ખુબ જ પુણ્ય શાળી બને છે અને ધનવાન તથા સંપતિવાન બની જાય છે. તમામ સુખો મેળવે છે.
આ પ્રબોધિની તથા દેવઉઠી એકાદશીના દિવસે ગૌ માતાને ઘાસચારો કરવો, પક્ષીઓને ચણ નાખવી, કુતરાને રોટલી ખવડાવવી, ભિક્ષુકને ભોજન કરાવવું , ઘરની દીકરીને પણ રાજી કરવી, સાધુ, બ્રાહ્મણને દક્ષિણા આપવી, અને સાથો સાથ આપણા પિતૃદેવતાઓના તેમજ માતાપિતા, સાસુ સસરા તથા વડીલોના આશીર્વાદ લેવા, તેમજ આ દિવસે બ્રાહ્મણ પાસે વિષ્ણુપુરાણ, શ્રીમદ ભાગવતનું વાંચન કરાવવાી, સત્યનારાયણ કા સાંભળવાી અનેક પાપોનો નાશ થાય છે અને મન પવિત્ર બની જાય છે.