રાજકોટ જિલ્લામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. જેમાં જિલ્લા પંચાયતની 36 બેઠક માટે 111 ઉમેદવારો અને 11 તાલુકા પંચાયતની 202 બેઠક પર મતદાન થઇ રહ્યું છે. કુલ 586 ઉમેદવારો મેદાને ઉતર્યા છે. ત્યારે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ વિછીયા કન્યા પ્રાથમિક શાળા નંબર 2 ખાતે સવારે 7 વાગ્યે જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે તેમનો પવિત્ર મત આપી મતદાનની પવિત્ર ફરજ નિભાવી હતી. આ તકે તેમણે સૌ મતદારોને મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કરવા ખાસ અપીલ કરી હતી

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 31 જિલ્લા પંચાયત, 81 નગરપાલિકાઓ અને 231 તાલુકા પંચાયતો માટે મતદાન પ્રક્રિયા શરૂ થઇ છે. અમરેલી અને ગોંડલ​​માં​ મતદાતાઓ મતદાન મથકે પહોંચી રહ્યાં છે અને પોતાનો મત આપી રહ્યાં છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં મતદાન મથકોમાં મતદાન પ્રક્રિયાને લઇને તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. જ્યારે છેલ્લે સુધી મતદાનોને રિઝવવા માટેને પ્રયાસો ભાજપ, કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવારો દ્વારા કરવામાં આવ્યાં છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.