આજથી બે દિવસ સુધી વિધાનસભા બેઠક વાઈઝ નિયત કરાયેલા સ્થળે થશે મતદાન પ્રક્રિયા
રાજકોટ શહેરની ચાર વિધાનસભા બેઠકમાં આજથી બે દિવસ માટે ચૂંટણી સ્ટાફના પોસ્ટલ બેલેટ પેપર મતદાનનો પ્રારંભ થયો છે. જેમાં ચૂંટણી કામગીરીમાં રોકાયેલ કર્મચારીઓ ઉપરાંત પોલીસ જવાનો પણ પોસ્ટલ બેલેટ પેપર વડે મતદાન કરી રહ્યા છે.
શહેરની ચાર વિધાનસભા બેઠક સહિતની ૮૯ બેઠકોની સામાન્ય ચૂંટણી ૯મી ડિસેમ્બરના રોજ યોજાનાર છે. ત્યારે આ ચૂંટણી કામગીરીમાં ફરજ બજાવનાર સરકારી કર્મચારીઓના મતદાન માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અંદાજે ૮ હજાર જેટલા ચૂંટણી સ્ટાફનાં કર્મચારીઓ આવતીકાલ સુધીમાં પોસ્ટલ બેલેટ પેપર વડે મતદાન કરશે.
રાજકોટની ચાર વિધાનસભા બેઠકમાં ચૂંટણી સ્ટાફ તાલીમ માટે અલગ અલગ નીયત કરેલા સ્થળોએ આ મતદાન કરવામાં આવી રહ્યું છે. ૬૮ રાજકોટ પૂર્વ માટે ગવમેન્ટ પોલીટેકનીક કોલેજ, ૬૯ રાજકોટ પશ્ર્ચિમ માટે વિરાણી હાઈસ્કુલ , ૭૦ રાજકોટ દક્ષીણ માટે માતૃશ્રી વીરબાઈ મહિલા કોલેજ અને ૭૧ રાજકોટ ગ્રામ્ય માટે પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ રૈયારોડ નિયત કરવામાં આવ્યું છે.