કુલ 321 EVM દ્વારા 1.61 લાખ પુરૂષ અને 1.49 લાખ મહિલા મળી કુલ 3.10 લાખ મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ
07-વાવ વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણી માટે તા.13 નવેમ્બર, 2024 ના રોજ મતદાન યોજાશે. વાવ વિધાનસભા મતદાર વિભાગ માટે ભરાયેલા કુલ 21 ઉમેદવારો પૈકી ચકાસણી અને ફોર્મ પાછા ખેંચાવાની પ્રક્રિયા બાદ કુલ દસ (10) ઉમેદવારો વચ્ચે યોજાનાર ચૂંટણીમાં 3.10 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
ગુજરાતની 07-વાવ વિધાનસભા મતવિસ્તારના વિવિધ 192 મતદાન મથક કેન્દ્રો પર આવેલા કુલ 321 પોલીંગ સ્ટેશન પર સવારે 07.00 થી સાંજના 06.00 કલાક સુધી મતદાન યોજાશે. જેના માટે 321 બેલેટ યુનિટ, 321 કંટ્રોલ યુનિટ અને ૩૨૧ વીવીપેટનો ઉપયોગ કરવામાં આવશે. મતદાન મથકો ખાતે કુલ 1,412જેટલા અધિકારી/કર્મચારીઓ ફરજ બજાવશે. વાવ વિધાનસભાની ચૂંટણીમાં 1 ,61,296 પુરૂષ,1,49,478 સ્ત્રી અને 01 થર્ડ જેન્ડર મળી કુલ 3,10,775 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. તા.23 નવેમ્બર, 2024ના રોજ મતગણતરી બાદ પરિણામની જાહેરાત કરવામાં આવશે.