ઉમેદવાર મોટામવાના સરપંચ વિજયભાઈ કોરાટનો નિશ્ર્ચિત વિજયનો વિશ્ર્વાસ
રાજકોટ જિલ્લા સહકારી સંઘની એક બેઠક માટે આવતીકાલે ચૂંટણી યોજાનારી છે. આ ચૂંટણીમાં ભાજપના જ બે ઉમેદવારો વચ્ચે જંગ થનારો છે. જેમાં જિલ્લા ભાજપના મહામંત્રી ભાનુભાઈ મેતાને મોટામવાના સરપંચ વિજય કોરાટે પડકાર ફેંકયો છે. એક જ પક્ષના ઉમેદવારો હોવા છતા આ સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં સામસામે મેદાને ઉતર્યા છે. આ ચૂંટણીમાં ૧૨૭ મતદારો છે. આવતીકાલે પશ્ર્ચિમ મામલતદાર કચેરી પી.ડી.એમ. કેમ્પસ પાસે મતદાન કરનારા છે.
આ ચૂંટણી મેદાનના એક દાવેદાર જિલ્લા યુવા ભાજપ આગેવાન વિજયભાઈ કોરાટે અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતુ કે જિલ્લા સંઘ એટલે સહકારી ક્ષેત્રનું શિક્ષણ આપવાનું એક મહ્ત્વનું અંગ છે. અને જિલ્લામાં જે ત્યાર સુધી રાજકોટનું પ્રતિનિધિત્વ વર્ષોથી એકને એક વ્યકિત કરતા આવ્યા છે. તો કોઈ એક યુવા અને કોઈ નવો ચહેરો આવે તો પ્રશિક્ષણના હેતુથી એમાં પણ આગળ વધી શકાય અને સહકારી પ્રશિક્ષણ વધુને વધુ લોકો સુધી પહોચે એવા નેમ સાથે હું જિલ્લા સંઘની ચૂંટણીમાં ઉતર્યો છું.
કોઈપણ સંસ્થાનું મહત્વ હંમેશા શિક્ષણ હોય છે. જિલ્લા સંઘ અત્યારે જે કામગીરી કરી રહી છે. એ વધારેમાં વધારે કામગીરી શિક્ષણ આપવાની કરી શકે એ હેતુથી જ હું જિલ્લામાં આવ્યો છું સહકારી ક્ષેત્રનું મહત્વ રાજકોટ જિલ્લામાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ખૂબ મહત્વનું મનાય છે. જે ખેડુતો અને ગ્રામ્ય વિસ્તારનું કામ કરે છે. તો એનું પ્રશિક્ષણ શિક્ષણ મળે એ હેતુથી જ મેં જિલ્લા સંઘની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે.
સહકારી ક્ષેત્રમાં કોઈ પક્ષ હોતો જ નથી સહકારી ક્ષેત્રમાં એકલો જ વ્યકિત લડતો હોય છે. અને હું પણ ભાજપમાં કિસાન મોરચાના જિલ્લાનો પ્રમુખ છું એટલે એમાં કોઈ પક્ષ હોતો જ નથી. કોઈ પ્રતિક ચૂંટણી લડવામા પક્ષનું આવતું જ નથી સહકારી ક્ષેત્રમાં થોડા સમય પહેલા જ તાજેતરમાં જ જામનગરમાં પણ ભાજપના બે દિગ્ગજ આગેવાનો સામસામે જામનગર યાર્ડની ચૂંટણી લડેલા છે. એ પણ બીજેપીમાં છે પણ સહકારી ક્ષેત્રમાં કોઈ જાતનો પક્ષાપક્ષી હોતી નથી એ વ્યકિતગત જ લડાતી હોય છે. તેમ કોરાટે અંતમાં ઉમેર્યું હતુ.