મતદાન સ્લીપની માહિતીને નુકસાન થાય નહીં કે માહિતી નાશ ન થાય તેવી સ્લીપ બનાવાશે: ભારતનું ઈ.વી.એમ. અમેરિકા, જાપાનથી સા‚: ચુંટણીપંચ
આગામી વર્ષ ૨૦૧૯માં સામાન્ય ચુંટણી વખતે નવી ઈલેકટ્રોનિક વોટીંગ મશીન સાથે મતદાન સ્લીપનો ઉપયોગ કરવા માટે ચાર અઠવાડિયા પહેલા જ ટ્રાયલ બાદ નિર્ણય લેવાયો હતો. ત્યારે વર્ષ ૨૦૧૯ની સામાન્ય ચુંટણી મે માસમાં યોજાવાની છે. જેમાં ૧૬ લાખ વીવીપીએટી મશીનનો ઉપયોગ કરવાની જાહેરાત ચુંટણીપંચ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે હવે તેનો તમામ ચુંટણી બુથોમાં ઉપયોગ કરવામાં આવશે. તેમજ આ મશીન અમેરિકા, જાપાનથી સારુ છે. જેમાં છેડછાડ શકય નથી. ચુંટણી અધિકારીઓ જણાવે છે કે આ મશીનનો ઉપયોગ કરવા માટેની પ્રક્રિયા ‘ઈવીએમ’ મશીનની સલામતીના પ્રશ્ર્નોના કારણે ધરવામાં આવી હતી. જયારે મતદાન માટે આ સ્લીપનો ઉપયોગ પ્રથમ વખત તમામ બુથ માટે કરવામાં આવશે. તેના માટે બુધવારે ખાસ મીટીંગ કરવામાં આવી હતી. ઈવીએમની સલામતીના પ્રશ્ર્નો ઉઠાવાયા હતા. તેની સામે આ નવા ઈવીએમનો વપરાશ ચુંટણીમાં કરવા માટે નિર્ણય કરવામાં આવ્યો હતો. તેમજ અમે નવા ઈવીએમ માટેની સુરક્ષાની ચકાસણી કરવામાં આવી હતી. જેને કલીનચીટ મળી છે.આ સ્લીપો માટે કઈ રીતે માહિતીનો સમાવેશ કરવો તેમજ તેને ઈવીએમ પોલ વખતે થયું હતું તેવું નુકસાન ન પહોંચે. આ સ્લીપોનો નાશ કે નુકસાન થાય ત્યારે પહેલા જેવા પ્રશ્ર્નો ન સર્જાય કે જેના કારણે માહિતીનો નાશ ન થાય તે પ્રકારની બનાવટ કરવા માટે ઉત્પાદકો સાથે ચર્ચા કરવામાં આવી હતી. આ તમામ ટેકનીકલ સુધારા અંગે ટેકનીકલ કમિટીને ખાતરી કરવા માટે જણાવવામાં આવ્યું હતું. તેના માટે છ મહિનાનો સમય દાખલ કરવા માટે લીધો હતો. અધિકારીઓ જણાવે છે કે ગુજરાત અને હિમાચલની ચુંટણીમાં પણ તેનો ઉપયોગ કરવા માટે વિચારણા કરી તેની તૈયારી આરંભી દીધી હતી.ભારતમાં ઈવીએમનું ઈન્ટરનેટ સાથે જોડાણ નથી અને ભારતનું ઈવીએમ અમેરિકા જાપાનથી સારુ છું. વીવીપીએટી દ્વારા પેપર સ્લીપ બનાવી તેમાં નામ અને ચિહ્નનો ઉપયોગ કરીને મતદાનનું રેકોર્ડીંગ કરી યુનિટ કંટ્રોલ પણ કરાશે. વિવાદ વખતે આ સ્લીપની ગણતરી કરતા પહેલા તેના પરિણામની ચકાસણી કરવામાં આવી છે. જેમાં પ્રિન્ટરને બેલેટીંગ યુનિટ સાથે જોડીને મતદાન બુથમાં રાખીને મતદાન કરવામાં આવશે.