રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને આડે હવે ચાર દિવસ જ બાકી રહ્યાં છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા મતદાનની જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મતદાન બુથ નજીક 100 મીટર અને 200 મીટર અંતરના પટ્ટાઓ ચિતરી દેવામાં આવ્યા છે. મતદાનના દિવસે આ વિસ્તારમાં આવતી દુકાનો બંધ રાખવાની રહે છે.
ચૂંટણીની તૈયારીઓ હવે આખરી તબક્કામાં ચાલી રહી છે. આ વખતે કોરોનાનું સંક્રમણ હોવાના કારણે મતદારોને પણ સંક્રમિત થતાં બચાવવા કેટલીક કાળજી લેવામાં આવશે. જેમાં બુથ પર સેનીટાઈઝર, હેન્ડ ગ્લોઝ અને પીપીઈ કીટની પણ વ્યવસ્થા કરવામાં આવશે. (તસવીર: કરન વાડોલીયા)