ગુજરાત વિધાનસભાની ચુંટણી માટે પ્રથમ તબક્કાના મતદાનનો પ્રારંભ થઈ ચુક્યો છે. લોકોમાં મતદાન કરવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મતદારો પોતાના અનોખા અંદાજ સાથે મતદાન કરી રહ્યા છે. ત્યારે એક આશ્ચર્ય જનક કિસ્સો સામે આવ્યો છે જેમાં યુવાનનો અકસ્માત થયો હોવા છતાં તે મતદાન કરવા પહોંચ્યો હતો.
મળતી માહિતી મુજબ આ ઘટના સુરતની છે જ્યાં કાર અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા યુવકે મતદાન કર્યું હતું. અકસ્માતનાં પગલે પગમાં ગંભીર ઈજા થઈ હતી ત્યારે અકસ્માતમાં થયેલી ઈજા કરતા પણ મતદાન મહત્વનું છે તે સમજીને યુવાન પહેલા મતદાન કરવા પહોચ્યો હતો.
યુવકને પગમાં ઈજા થઈ હતી. વધુ સારવાર માટે પરિવારજનો સાથે ફ્લાઈટમાં સુરત આવ્યા હતા. ત્યારે મતદાન કરવા માટે ડોક્ટરની સ્પેશીયલ રીક્વેસ્ટ પર એમ્બ્યુલન્સમાં મતદાન કરવા આવ્યા હતા. આ યુવકનું સુરતની કિરણ હોસ્પિટલમાં દાખલ છે અને આવતી કાલે ઓપરેશન કરવામાં આવશે.