- કુલ 56 રાજ્યસભા બેઠકો માટે ચૂંટણીની તારીખોની જાહેરાત કરતું ચૂંટણી પંચ
- 56 રાજ્યસભા સાંસદોનો કાર્યકાળ એપ્રિલ 2024માં પૂર્ણ થશે
ગુજરાત ન્યૂઝ
ચૂંટણી પંચે રાજ્યસભાની 56 રાજ્યસભા બેઠકો પર ચૂંટણી તારીખોની જાહેરાત કરી દીધી છે. 15 રાજ્યોની 56 રાજ્યસભા બેઠકો પર 27 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે. ચૂંટણી પંચે જણાવ્યું કે, 56 રાજ્યસભા સાંસદોનો કાર્યકાળ એપ્રિલ 2024માં પૂર્ણ થશે. જેના પર 27 ફેબ્રુઆરીએ સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી મતદાન થશે. નામાંકન ભરવાની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી છે.
ગુજરાતમાં ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ
ગુજરાતમાં પુરુષોત્તમ રૂપાલા, નારાયણ રાઠવા, અમીબેન યાજ્ઞિક અને મનસુખ માંડવીયાની સીટ ખાલી થશે. ચૂંટણી પંચના જણાવ્યા મુજબ રાજ્યસભાની 56 બેઠકો પરની ચૂંટણી માટે 8મી ફેબ્રુઆરીએ નોટિફિકેશન જારી કરવામાં આવશે. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી, ઉમેદવારીપત્ર ચકાસણી કરવાની તા.16 ફેબ્રુઆરી જ્યારે ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ 20મી ફેબ્રુઆરી નિર્ધારીત કરાઈ છે.
નોટિફિકેશન મુજબ ચૂંટણી માટે 27મી ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને તે જ દિવસે પરિણામ જાહેર કરાશે. મતદાન સવારે 9.00 કલાકે શરૂ થશે, જે બપોરે 4.00 વાગ્યા સુધી યોજાશે. આ ચૂંટણી સંપૂર્ણ પ્રક્રિયા 29મી સુધીમાં પૂર્ણ કરવાની રહેશે. ચૂંટણી પંચના આદેશ મુજબ ચૂંટણીમાં બેલેટ પેપરનો ઉપયોગ કરાશે.