રાજકોટ અને સુરત મહાપાલિકાની 3 બેઠક અને 18 પાલિકાની ર9 બેઠકો માટે યોજાશે ચૂંટણી: 8 ઓગસ્ટે મત ગણતરી

રાજયમાં મહાપાલિકા અને નગરપાલિકાની પ્રસંગોપાત ખાલી પડેલી બેઠકો માટે રાજય ચુંટણી પંચ દ્વારા પેટા ચુંટણીની જાહેરાત કરવામાં આવી છે. રાજકોટ અને સુરત મહાનગરપાલિકાની ત્રણ બેઠકો અને 18 નગરપાલિકાની ર9 બેઠકો માટે આગામી 6 ઓગસ્ટના રોજ સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. 8મી ઓગસ્ટના રોજ સવારથી મતગણતરી હાથ ધરવામાં આવશે.

રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં. 1પ ની બે બેઠકો છેલ્લા નવ માસથી ખાલી પડી છે. કોંગ્રેસના પ્રતિક પરથી ચુંટાયેલા વશરામભાઇ સાગઠીયા અને કોમલબેન ભારાઇએ કોર્પોરેટર પદેથી રાજીનામુ આપ્યા વિના જ આમ આદમી પાર્ટીમાં પ્રવેશ મેળવી લીધો હતો. કોંગ્રેસના કોર્પોરેટરની ફરીયાદ બાદ શહેરી વિકાસ સચિવ દ્વારા કોર્પોરેટર પદેથી ગેરલાયક ઠેરવ્યા હતા. જેના કારણે બે બેઠકો ખાલી પડી છે આ ઉપરાંત સુરત મહાનગરપાલિકાની પણ એક બેઠક ખાલી પડી છે.

આ ઉપરાંત સુરત મહાનગરપાલિકાની પણ એક બેઠક ખાલી છે. આ ઉપરાંત ભાવનગર, ભરુચ, નર્મદા, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, અરવલ્લી, અમદાવાદ, આણંદ, પોરબંદર, પાટણ, મહેસાણા, ખેડા, કચ્છ, ગીર સોમનાથ અને પંચમહાલ સહિત રાજયની 18 નગરપાલિકાની ર9 બેઠકો ખાલી પડી છે. જેના માટે ચુંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે.આગામી 17મી જુલાઇના રોજ ચુંટણીનું જાહરેનામુ પ્રસિઘ્ધ થતાંની સાથે જ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો આરંભ થશે.

રરમી જુલાઇ સુધીમાં ચુંટણી લડવા ઇચ્છતા ઉમેદવારો નામાંકન પત્ર દાખલ કરી શકશે. ર4મીએ ઉમેદવારી ફોર્મન ચકાસણી કરવામાં આવશે. ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ રપમી જુલાઇ છે. દરમિયાન 6 ઓગસ્ટના રોજ સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. જરુર પડશે તો 7મી ઓગસ્ટના રોજ પુન: મતદાન કરવામાં આવશે. 8મ ઓગસ્ટે સવારથી મત ગણતરી હાથ ધરવામાં આવશે.

રાજકોટ મહાનગરપાલિકામાં હાલ 7ર બેઠકો પૈકી 68 બેઠકો ભાજપ પાસે છે કોંગ્રેસ પાસે માત્ર બે બેઠકો છ. બે બેઠકોની પેટા ચુંટણીથી સત્તાના સમીકરણો પર કોઇ જ અસર થવાની નથી. પરંતુ બન્ને પક્ષો માટે પ્રતિષ્ઠાના જંગ સમી ચુંટણી બની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.