- 8 રાજ્યોની 49 લોકસભા સીટો પર મતદાન શરુ
- આ તબક્કામાં બે હાઈપ્રોફાઈલ સીટો રાયબરેલી અને અમેઠીમાં પણ મતદાન થશે.
Loksabha Election 2024 : આજે લોકસભા ચૂંટણીના પાંચમાં તબક્કામાં 8 રાજ્યોની 49 લોકસભા સીટો પર મતદાન થઇ રહ્યુ છે. રાજ્યવાર બેઠકોની વાત કરીએ તો, બિહારની 5, ઝારખંડની 3, મહારાષ્ટ્રની 13, ઓડિશાની 5, ઉત્તર પ્રદેશની 14, પશ્ચિમ બંગાળની 7 અને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખની 1 બેઠક પર મતદાન થઇ રહ્યુ છે. તમામ તબક્કાના રિઝલ્ટ 4 જૂને એકસાથે આવશે. આ તબક્કામાં બે હાઈપ્રોફાઈલ સીટો રાયબરેલી અને અમેઠીમાં પણ મતદાન થશે. જ્યાં પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રાયબરેલીથી અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અમેઠીથી ચૂંટણી લડી રહ્યા છે. આ ઉપરાંત આ તબક્કામાં કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાના ચૂંટણી ભાવિનો પણ નિર્ણય કરવામાં આવશે.
આ રાઉન્ડમાં 4.26 કરોડ મહિલાઓ અને 5,409 ત્રીજા લિંગના મતદારો સહિત 8.95 કરોડથી વધુ લોકો મતદાન કરવા પાત્ર છે અને 94,732 મતદાન મથકો પર 9.47 લાખ મતદાન અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. પાંચમા તબક્કામાં જે બેઠકો પર મતદાન થશે તેમાંથી 40થી વધુ બેઠકો નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) પાસે હતી.
પીએમ મોદીએ ટ્વીટ કર્યું
પીએમ મોદીએ ટ્વીટ કર્યું કે, ‘લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં આજે 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 49 બેઠકો માટે મતદાન થશે. હું આ તબક્કાના તમામ મતદારોને વિનંતી કરું છું કે તેઓ પોતાનો મત આપે અને મતદાનનો નવો રેકોર્ડ બનાવે. લોકશાહીના આ પર્વમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા મહિલાઓ અને યુવા મતદારોને મારી ખાસ અપીલ છે.
लोकसभा चुनाव के पांचवें चरण में आज 8 राज्यों और केंद्रशासित प्रदेशों की 49 सीटों के लिए वोट डाले जाएंगे। इस चरण के सभी मतदाताओं से मेरा अनुरोध है कि वे अपना वोट जरूर डालें और मतदान का एक नया रिकॉर्ड बनाएं। महिला और युवा वोटरों से मेरी यह विशेष अपील है कि लोकतंत्र के इस महोत्सव…
— Narendra Modi (@narendramodi) May 20, 2024
અભિનેતાઓએ કર્યું મતદાન
મહારાષ્ટ્રમાં 13 બેઠક પર આજે મતદાન છે. જેમાં મુંબઇમાં પણ આજે મતદાન થઇ રહ્યુ છે. અભિનેતા અક્ષય કુમારે પણ વહેલી સવારે જ મતદાન કર્યુ છે . ઉદ્યોગપતિ અનિલ અંબાણી મુંબઈના એક પોલિંગ બૂથ પર કતારમાં ઉભા જોવા મળ્યા હતા. મતદાન શરૂ થયા બાદ તરત જ તેમણે પોતાનો મત આપ્યો હતો. અભિનેતા ફરહાન અખ્તર અને દિગ્દર્શક ઝોયા અખ્તરે મતદાન કર્યુ હતું .કેન્દ્રીય મંત્રી અને મુંબઈ ઉત્તર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પીયૂષ ગોયલે મુંબઈના એક મતદાન મથક પર પોતાનો મત આપ્યો. કોંગ્રેસે ભૂષણ પાટીલને મુંબઈ નોર્થ સીટ પરથી મેદાનમાં ઉતાર્યા છે.