ગામમાં મોબાઇલ નેટવર્ક નથી, પાકા રસ્તા નથી, ટીસીમાં પણ શોર્ટ સર્કિટનો ભય
અમરેલી જિલ્લાના વડીયા તાલુકાનું ૩૫૦૦ ની વસ્તી ધરાવતું બરવાળા બાવીસી ગામ જે ગ્રામજનોના વિવિધ પ્રશ્નોને લઈને ગ્રામજનો મતદાનનો બહિષ્કાર ની ચીમકી ઉચ્ચારી છે…. તો ગ્રામજનો ના વિવિધ પ્રશ્નો…નથી ગામની અંદર દવાખાનું….કે નથી એસટી બસોની પૂરતી સુવિધા…કે નથી મોબાઈલ નેટવર્ક…કે નથી રોડ રસ્તાઓની સુવિધા….સ્કૂલ નજીક ઇલેક્ટ્રીક ટ્રાન્સફોર્મરના સોર્ટસર્કિટના ભયમાં ભણતા વિદ્યાર્થીઓ….
વડીયા તાલુકાનું બરવાળા બાવીસી ગામ ૩૫૦૦ ની વસ્તી ધરાવતું ગામ જ્યાં રોડ રસ્તા મોબાઇલ નેટવર્ક એસ.ટી અને આરોગ્યને લઈને મતદાતાઓનો ઉઠ્યો છે રોષ આ આ તમામ સુવિધાઓ ને લઈને અનેક રજૂઆતો કરવા છતાં બેધ્યાન તંત્રી કોઈ ધ્યાન જ ન દેતા અંતે રોષે ભરાય ગ્રામજનો દ્વારા ચૂંટણી બહિષ્કારની ઉચ્ચારી ચિમકી…જ્યાં સુધી ગ્રામજનોને સુવિધા નહીં મળે ત્યાં સુધી કોઈપણ નેતાઓએ મત માગવા આવું નહીં મત લઈ પાંચ પાંચ વર્ષ સુધી નેતાઓ અહીં દેખાતા નથી…નોટિસ બોર્ડ લગાવી હાથમાં બેનરો લઈ સૂત્રોચાર કરી ચૂંટણી બહિષ્કારની ઉચ્ચારી ચિમકી….આરોગ્ય માટે દવાખાનું નથી પ્રસૂતિ માટે સરકારે ૧૦૮ ઈમરજન્સી સેવા આપેલ છે….પરંતુ અહીં મોબાઇલ નેટવર્ક ના અભાવે ૧૦૮ પણ બોલાવી શકાતી નથી…. કે રોડ-રસ્તા નાં બેસુમાર હાલત થી પ્રાઇવેટ વાહન લઈ દવાખાને ટાઇમસર પહોંચી શકાતું નથી….અહીં સ્કૂલ છે સ્કૂલની બાજુમાં ગંદકીના ગંજ અને ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મર જે બાળકોના ભાવિ ભવિષ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે… અનેક રજૂઆતો કરવા છતાં બેધ્યાન તંત્ર ગ્રામજનો ની રજૂઆત ધ્યાને ન લેતા…. આ તમામ પ્રશ્નોના નિરાકરણ ન આવતા ગ્રામજનાેએ ચૂંટણી બહિષ્કારની ઉચ્ચારી છે ચીમકી….તેમજ નોટિસ બોર્ડ લગાવ્યા