૧૦ વાગ્યા સુધીમાં રાજસ્થાનમાં ૧૦ ટકા અને તેલંગણામાં ૧૧.૨૦ ટકા જેટલું મતદાન

ભાજપને રાજસ્થાનમાં સત્તા બચાવવાની તો તેલંગણામાં સત્તા કબ્જેકરવાની લડાઈ

કોંગ્રેસ રાજસ્થાન માટે તો ટીઆરએસ તેલંગણા માટે ભારે આશાવાદ

આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીની સેમી ફાઈનલ સમાન ગણાતી પાંચ રાજયોની વિધાનસભાની ચૂંટણીનો આજે આખરી તબકકો છે. આજે ભાજપ શાસીત રાજસ્થાન અને ટીઆરએસ શાસિત તેલંગાના વિધાનસભાની ચૂંટણી માટે આજ સવારથી મતદાનનો પ્રારંભ થઈ ચૂકયો છે. આ બંને રાજયોનાં મતદારો ઉમળકાભેર મતદાન કરવા નીકળ્યા હોય ૧૦ વાગ્યા સુધીમાં બંને રાજયોમાં ૧૦% જેવું મતદાન થવા પામ્યું હતુ. જે બપોર બાદ વધવાની સંભાવના હોય. આ બંને રાજયોમાં અન્ય ત્રણ રાજયોની ભારે મતદાન થવાની સંભાવના છે.

રાજસ્થાનમાં વસુંધરા રાજેના શાસનવાળી ભાજપસરકારને એન્ટી ઈકમ્બન્સીનો ભારે સામનો કરવો પડી રહ્યો છે. રાજયની ૧૯૯ બેઠકો માટે ૨૨૭૪ઉમેદવારો મેદાનમાં છે. અહી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગછે. જેના ભાવી માટે ૪,૭૪,૩૭,૭૬૧ મતદારો કે જેમાં ૨,૪૭,૨૨,૩૬૫ પુરૂષ અને ૨,૨૭,૧૫, ૩૯૬ સ્ત્રી મદદારો છે રાજયમાં ૨૦ લાખ જેટલા નવા યુવાન મતદારો પોતાના મતાધિકારનોપ્રથમ વખત ઉપયોગ કરનારા છે. અહી બે લાખથી વધારે ઈવીએમ અને વીવીપેટથીમતદાન થઈ રહ્યું છે. અહી વીવીપેટનો પ્રથમ વખત ઉપયોગ થઈ રહ્યોછે.

રાજસ્થાનમાં ૨૦૧૩માં યોજાયેલી વિધાનસભાની ચુંટણીમાં સત્તાધીશ કોંગ્રેસનો ભારે પછડાટ આપીને ભાજપે ૧૯૯માંથી ૧૬૧ બેઠકો સાથે વિજય મેળવ્યો હતો. તો કોંગ્રેસના ફાળી માત્ર ૨૧ બેઠકો આવી હતી.

આ ચુંટણીમાં વસુંધરા રાજે સરકાર સામે વિવિધ સમાજમાં વિવિધ કક્ષાએ ભારતે વિરોધ હોય ચુંટણી પહેલાના તમામ એકઝીટ પોલોમાં કોંગ્રેસને બહુમતિ મળે તેવા પરિણામો દર્શાવાયા હતા. મતદાન બાદ વસુંધા રાજે પોતાની પુન: સરકાર રચવાનો દાવો કર્યો હતો તો કોંગ્રેસના સચિન પાયલોટ અને અશોક ગેહલોટે પણ કોંગ્રેસ ભારે બહુમતિથી સરકાર બનાવશે તેવો દાવો કર્યો હતો.

જયારે તાજેતરમાં નવા બનેલા તેલંગાણા રાજની ૧૧૯ બેઠકો માટે સવારથી સાત વાગ્યાથી મતદાનનો પ્રારંભ થયો છે.

૨.૮૧ કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરનારાછે. જેમાં ૧.૪૨ કરોડ પુરૂષ મતદારો જયારે ૧.૩૯ મહીલા મતદારો છે.આ ચુંટણીમાં ૧૩૬ મહીલા ઉમેદવારો મેદાનમાં છે.

આ મતદાન માટે ૩ર નવા મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. અહીં ત્રિણાંખીયા જંગ છે. વર્તમાન સત્તાધારી પાર્ટી કે. ચંદ્રશેખર રાવની આગેવાનીમાં એકલા ટીઆરેઅસ હાથે લડી રહી છે. ભાજપ પણ પોતાના હાથે ચુંટણી જંગમાં છે જયારે કોંગ્રેસ ટીડીપી અને તેલંગાણા જન સમીતી અને સીપીઆઇએ ગઠ્ઠબંધન બનાવીને ચુંટણી જંગમાં ઝંપલાવ્યું છે.

અહીં વિરોધી પાર્ટીઓએ મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ પર સરકારમાં પરિવાર વાદ ચલાવવાનો આરોપ મુકયો છે. પરંતુ રાજયના નિર્માણ માટે ચંદ્રશેખર રાવે પોતાની જીંદગી ખર્ચી હોય તેઓ તમામ વર્ગના મતદારોમાં ભારે લોકપ્રિયતા ધરાવે છે. પરંતુ અહીંનો ત્રિપાંખીયો જંગ ભાજપને મદદરુપ થાય તેવી સંભાવના રાજકીય પંડીતો જોઇ રહ્યા છે. આ બન્ને રાજયોની ચુંટણીના પરિણામો ૧૧મી ડીસેમ્બરે આવશે જેની સાથે મઘ્યપ્રદેશ, છત્તીસગઢ અને મિઝોરમ રાજયના પરિણામો પણ આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.