ગુજરાત બાર કાઉન્સિલના પચીસ સભ્યો માટેની ચૂુંટણી અન્વયે ગઈકાલે મતદાન થયું હતું. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ જામનગરમાં ૭૭.૭૩ ટકા મતદાન થયું હતું.
ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં ગઈકાલે મતદાન થયું હતું. કુલ પચીસ બેઠકો માટે ૯૯ ઉમેદવારોએ ચૂંટણીમાં ઝુંકાવ્યું છે. ગઈકાલે સવારે દસથી સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન થયું હતું.
જામનગરમાં ૧ર૯ર મતદાતા નોંધાયેલા છે તેમાંથી ૧૦૦૩ મતદાતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા ૭૭.૭૩ ટકા જેટલું ભારે મતદાન થયું હતું. સમગ્ર સૌરાષ્ટ્રમાં જામનગરમાં સૌથી વધુ મતદાન થયું હતું. કારણ કે અન્ય સ્થળે સરેરાશ ૬૦ થી ૬પ ટકા મતદાન થયું છે. જામનગરના સિનિયર એડવોકેટ મનોજભાઈ અનડકટએ પણ ઉમેદવારી નોંધાવી છે.