- મહીસાગર જિલ્લામાં અનોખી રીતે મતદાન જાગૃતિ અભિયાન યોજાયું
- 200 થી વધુ રિક્ષાઓ સાથે રેલીનું આયોજન કરાયું હતું .
મહીસાગર ન્યૂઝ : લોકસભાની ચૂંટણીને લઇ મહીસાગર જિલ્લામાં અનોખી રીતે મતદાન જાગૃતિ અભિયાન યોજાયું હતું . જિલ્લામાં વધુને વધુ મતદાન થાય અને લોકો મતદાન કરે તે હેતુસર જિલ્લામાં રીક્ષા દ્વારા મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરાયું હતું . જિલ્લા કલેકટર કચેરી થી રીક્ષા ચાલકો નીકળી નગરના વિવિધ વિસ્તારોમાં મતદાન જાગૃતિ અભિયાન કર્યું હતું . ‘ચુનાવ કા પર્વ દેશ કા ગર્વ ‘અને ‘ અવસર લોકશાહીનો મારા ભારતનો ‘ ના સ્લોગન સાથે નગરમાં નીકળી 200 થી વધુ રિક્ષાઓ નીકળી હતી .
લુણાવાડા ટ્રાફિક પોલીસ તેમજ આરટીઓના સંયુક્ત ઉપક્રમે રિક્ષા રેલીને કલેકટર ખાતેથી પ્રસ્થાન કરવામાં આવી હતી . દસ મિનિટ દેશ માટે , મારો મત એ જ મારુ ભવિષ્ય અને લોકસભા ચૂંટણીમાં મતદાન વધુ થાય તે માટે અનોખી રીતે મતદાન જાગૃતિ અભિયાન યોજાયું હતું . લુણાવાડા નાગરના રીક્ષા ચાલકોએ પ્રતિજ્ઞા લઈ મતદાન જાગૃતિ અભિયાનમાં જોડાયા હતા .
સાગર ઝાલા