રાજકોટ જિલ્લામાં 11.96 લાખ જેટલા પુરુષ તથા 11.09 લાખ જેટલા મહિલા મતદારો: જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આઠેય વિધાનસભા વિસ્તારોની મતદારોની સંખ્યા જાહેર કરાઈ
અબતક રાજકોટ
રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લાના આઠેય વિધાસનભા વિસ્તારોમાં મતદારોની સંખ્યા સહિતની વિગતો જાહેર કરવામાં આવી છે.
જે મુજબ રાજકોટ જિલ્લામાં 10 ઑક્ટોબર 2022ની સ્થિતિએ કુલ 23,05,601 મતદારો નોંધાયા છે. જેમાં 11, 96, 011 પુરૂષ મતદારો તથા 11,09,556 સ્ત્રીઓ નોંધાયેલા છે. જિલ્લામાં થર્ડ જેન્ડર શ્રેણીમાં 34 મતદાતાઓ નોંધાયેલા છે. રાજકોટ જિલ્લામાં 80 વર્ષથી ઉપરના વરીષ્ઠ નાગરીકોની સંખ્યા 52,238 જેટલી છે તેમજ દિવ્યાંગ મતદારો 15,633 જેટલા છે.
વિધાનસભા વિસ્તાર પ્રમાણે જોઈએ તો, 68-રાજકોટ પૂર્વમાં 1,56,315 પુરુષ, 1,40,889 સ્ત્રી મતદારો જ્યારે 2 થર્ડ જેન્ડર મળીને કુલ 2,97,206 મતદારો નોંધાયા છે.
69-રાજકોટ પશ્ચિમમાં 1,79,559 પુરુષ મતદારો, 1,74,382 મહિલા મતદારો, 6 થર્ડ જેન્ડર મતદારો મળીને કુલ 3,53,947 મતદારો નોંધાયા છે.
70-રાજકોટ દક્ષિણમાં 1,32,933 પુરુષ મતદારો, 1,25,736 સ્ત્રી મતદારો, 4 થર્ડ જેન્ડર મતદારો મળીને કુલ 2,58,673 મતદારો નોંધાયા છે.
71-રાજકોટ ગ્રામ્ય (અનુસૂચિત જાતિ) વિધાનસભા વિસ્તારમાં 1,92,763 પુરુષ મતદારો, 1,74,186 સ્ત્રી મતદારો તથા 7 થર્ડ જેન્ડર મતદારો મળીને 3,66,956 મતદારો નોંધાયા છે.
72-જસદણ ક્ષેત્રમાં 1,34,011 પુરુષ, 1,22,277 સ્ત્રી તથા 1 થર્ડ જેન્ડર મળીને કુલ 2,56,289 મતદારો નોંધાયા છે.
73-ગોંડલ ક્ષેત્રમાં 1,18,218 પુરુષ, 1,10,212 સ્ત્રી તથા 8 થર્ડ જેન્ડર મળીને કુલ 2,28,438 મતદારો નોંધાયા છે.
74-જેતપુર વિધાનસભા ક્ષેત્રમાં 1,43,504 પુરુષ, 1,32,108 સ્ત્રી તથા પાંચ થર્ડ જેન્ડર મળીને કુલ 2,75,617 મતદારો નોંધાયા છે.
75-ધોરાજી વિધાનસભા વિસ્તારમાં 1,38,708 પુરુષ, 1,29,766 સ્ત્રી તથા 1 થર્ડ જેન્ડર મળીને કુલ 2,68,475 મતદારો નોંધાયા છે.
તા.10/10/2022 બાદ 5ણ મતદાર યાદી સતત સુધારણા ચાલુ છે. જે મુજબના નવા અ5ડેટ થયા બાદ મતદારયાદી રોલ પ્રસિદ્ધ થશે. જેમાં નવા ઉમેરાયેલા મતદારો સાથેની વિગતો જાહેર કરવામાં આવશે. રાજકોટ જિલ્લામાં તા.10/10/2022 પહેલા જે અરજદારોએ મતદારયાદીમાં તેઓનું નામ દાખલ કર્યું છે તેવા 75,753 જેટલા અરજદારોને પોસ્ટ મારફત ચૂંટણી કાર્ડ ઘરબેઠા મળી રહેશે. રાજકોટ જિલ્લામાં ચૂંટણી કાર્ડ ટૂંક સમયમાં પોસ્ટ મારફત વિતરીત થઈ જશે, તેમ જિલ્લા ચૂંટણી તંત્ર દ્રારા જણાવવામાં આવ્યું છે.