મોરબીની સરદાર પટેલ ક્ધયા છાત્રાલયની ક્ધયાઓ દવારા મતદાન જન જાગૃતિ બાઇક રેલી યોજાઇ

મતદારોએ તેઓને બંધારણમાં મળેલા મતાધિકારનો તંદુરસ્ત લોકશાહીના જતન માટે ચોકકસપણે અને નિર્ભય પણે ઉપયોગ કરવો જોઇએ તેમ મોરબી જિલ્લા ચૂંટણી  અધિકારી અને કલેકટરશ્રી આઇ.કે પટેલે સરદાર પટેલ ક્ધયા છાત્રાલય ખાતેી યોજાયેલ મતદાન જન જાગૃતિ મહિલા બાઇક રેલીને હરી ઝંડી બતાવી પ્રસન કર્યા બાદ યોજાયેલ કાર્યક્રમમાં જણાવ્યું હતું

જિલ્લા કલેકટરશ્રી આઇ.કે પટેલ વધુમાં જણાવ્યું હતુ કે ચૂંટણી પંચના સ્વીપ કાર્યક્રમ દવારા મતદાનની ટકાવારી ઉચી લઇ જવા તંત્ર દવારા પ્રયાસ કરવામાં આવી રહયા છે. ત્યારે મતદારો મતદાન પ્રત્યે જાગૃતિ કેળવી કામ વચ્ચેી પણ સમય કાઢી મતદાન કરવાનો સંકલ્પ લે તે અતિ જરૂરી છે તેમ તેમણે જણાવ્યું હતું.

સરદાર પટેલ ક્ધયા છાત્રાલય અને કેમ્પસમાં આવેલ શાળાઓ અને કોલેજની ક્ધયાઓ ૮૩  ઉપરાંત બાઇક સો આ રેલીમાં જોડાઇ હતી.આ મતદાન જન જાગૃતિ રેલી મોરબી  શહેરના રાજમાર્ગો જી.આઇ.ડી.સી.,નવા બસ સ્ટેન્ડ રોડ, સનાળા રોડ, રામચોક સાવસર પ્લોટ મેઇનરોડ, જુના બસસ્ટેન્ડ રોડ, સરદાર રોડ, ડો. તખ્તસિંહજી રોડ,કલેકટર બંગલો, વી.સી હાઇસ્કુલ,પાડાપુલ, ગેંડાં સર્કલ, શકિતચોક, સીવીલ હોસ્પીટલ ચોક, બાપા સિતારામ ચોક ઇ પરત ક્ધયા છાત્રાલય આવી પહોચી હતી. આ પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમાં મતદારોએ સીગ્નેચર કરી મતદાન કરવાના સંકલ્પપત્રો પણ ભર્યા હતા. પ્રમવાર ચૂંટણી મતદાનમાં ઉપયોગમાં લેવાનાર વીવીપેટ વોટીંગ મશીનનું મોરબી પ્રાંત અધિકારી અને ૬૫ મોરબીના ચૂંટણી અધિકારીશ્રી શિવરાજસિંહ ખાચરે નિદર્શન કરી મતદાન કરવા અંગે ઉપસ્તિોને જાણકારી આપી હતી. કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.એમ.ખટાણા, જિલ્લા શિક્ષણાધિકારી અને સ્વીપના નોડલ ઓફીસરશ્રી બી.એન. દવે, શ્રી પી.વી.રાઠોડ તેમજ કોલેજ અને ક્ધયા છાત્રાલયના શિક્ષકો, કર્મચારીઓ અને બાળાઓ ઉપસ્તિ રહયા હતા

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.