પેનલના હોદ્દેદાર અને કારોબારી સભ્યો સહિત 16 ઉમેદવારોએ ‘અબતક’ મીડિયા હાઉસની શુભેચ્છા મુલાકાત લીધી
બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયાના મેમ્બર દિલીપભાઈ પટેલ અને ભાજપ લીગલ સેલના અંશભાઈ ભારદ્વાજે મેનેજીંગ તંત્રી સતીષકુમાર એસ.મહેતા સાથે વિવિધ પ્રશ્ર્ને છણાવટભરી કરી ચર્ચા
રાજકોટ બાર એસોસીએશનના પ્રતિષ્ઠાભરી ચૂંટણી જંગમાં દરેક જ્ઞાતિ અને રજાકીય પક્ષાપક્ષીથી દૂર રહી સમરસ પેનલે ઝંપલાવ્યું છે. આ તકે બાર કાઉન્સીલ ઓફ ઈનિડયાના મેમ્બર દિલીપભાઈ પટેલે અને ખ્યાતનામ ધારાશાસ્ત્રી અને રાજયસભાના સભ્ય સ્વ.અભયભાઈ ભારદ્વાજના પુત્ર અંશભાઈ ભારદ્વાજ અને સમરસ પેનલના તમામ ઉમેદવારોએ અબતક મિડિયા હાઉસની મુલાકાત લીધી હતી.
અબતક મિડિયા હાઉસના મેનેજીંગ તંત્રી સતીષકુમાર એસ.મહેતા સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ સમરસ પેનલ વિજય બનશે તો બાર અને બેંચ વચ્ચે સુમેળભર્યો સંબંધો જળવાય રહે તેમજ વર્ષ 2022 અતિ મહત્વનું ગણાવ્યું હતુ જામનગર રોડ પર ઘંટેશ્ર્વર પાસે નવનિર્માણ પામનાર કોર્ટ બિલ્ડીંગમાં વકીલોની ગરીમા જળવાય રહે તેવી સુવિધા જેમાં વકીલોની બેઠક વ્યવસ્થા, કેન્ટીન, આધુનિક લાયબ્રેરી બાર રૂમ, કોન્ફરન્સ રૂમ, મહિલા બાર રૂમ અને પાર્કિંગ સહિતની સગવડતાઓ ઉપલબ્ધ કરવામાંઆવશે.
સૌરાષ્ટ્ર રાજય વેળાએ રાજકોટ ખાતે હાઈકોર્ટ હતી ત્યારે રાજકોટને હાઈકોર્ટ અથવા બેંચ માટે હકકદાર છે. આ માટે જે કરવું પડે તે કરવા માટે સમરસ પેનલે ઝંપલાવ્યું છે.
નવા કોર્ટ બિલ્ડીંગ સ્થળાંતરે વડોદરામાં વકીલોએ કરેલા આંદોલન ન સર્જાય તેની તકેદારી લઈ તમામ સુવિધશઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.
જીતેન્દ્ર એચ. પારેખ ટેઝરર (ખજાનચી) પદના ઉમેદવાર
સીનીયર વકીલ પંકજભાઈ દેસાઈ, મિહિરભાઈ દવે, અને છેલ્લા અઢાર વર્ષથી આર.ડી. ઝાલા સાથે ક્રિમીનલ, સીવીલ અને રેવન્યુ ક્ષેત્રમાં પ્રેકટીસ કરી રહેલા છે. જૂનીયર એડવોકેટ એસો. અને હાલ સૌરાષ્ટ્ર જૂનીયર એડવોકેટ એસો.ના કો. ફાઉન્ડર તરીકે રહેલા છે. રાજકોટ બાર એસો.ના કારોબારી સભ્ય તરીકે ચાર વખ્ત ચૂટાયેલા છે. છેલ્લા એક વર્ષથી ન્યુ કોર્ટ બિલ્ડીંગ કમીટીમાં મેમ્બર તરીકે સેવા આપી રહેલા છે. ભાજપ લીગલ સેલમાં કારોબારી સભ્ય તરીકે કાર્યરત છે. સામાજીક તથા રાજકીય સંસ્થાઓમાં સેવા આપી રહેલા છે. ગુજરાતમાં સૌ પ્રથમ નવા વકિલઓને ફરજીયાત આપવાની થતી ઓલ ઈન્ડીયા બાર એકઝામિનેશનની પરીક્ષાના કલાસીસ ચાલુ કરાવેલા તેઓનો મળતાવળો સ્વભાવ હોવાથી સીનીયર તથા જૂનીયર એડવોકેટઓમાં પોતાની આગવી ઓળખ ઉભી કરેલ છે. સીનીયરતથા જૂનીયર વકીલઓનો બહોળો પ્રતિસાદ સાંપડી રહેલો છે.
દુધરેજીયા સરજુદાસ જીવરામદાસ
રાજકોટ ખાતે છેલ્લા 27 વર્ષથી રેવન્યુ, સિવિલ, ફોજદારી ક્લેઇમ, લેબર અને ગ્રાહક ક્ષેત્રે વકીલાતનો વ્યવસાય કરતા દુધરેજીયા સરજુદાસ જીવરામદાસ સંઘ અને ભાજપના સક્રિય કાર્યકર છે. નોટરી બાર એસોશીએશનના સભ્ય અને અનેક સામાજીક અને સેવાકીય પ્રવૃતિઓ સાથે કાર્યરત છે. સરળ અને મિલનસાર સ્વભાવથી તમામ વકીલ મિત્રોમાં આગવી ઓળખ ધરાવે છે. સિનિયર-જુનિયર એડવોકેટોના સમર્થનથી કારોબારીમાં ઉમેદવારી નોંધાવી છે.
ભાવસાર નૃપેન વિજયભાઇ
રાજકોટના સિનિયર ધારાશાસ્ત્રી વિજયભાઇ ભાવસારના પુત્ર અને પિતાને પગલે વકીલાતનો વ્યવસાયમાં વર્ષ 2009થી પ્રારંભ કરનાર ભાવસાર નૃપેન રેવન્યુ, સિવિલ, ફોજદારી અને ક્લેઇમ ક્ષેત્રે પ્રારંભ કર્યો છે. ડિસ્ટ્રીક્ટ બાર એસો.માં કારોબારી સભ્ય તરીકે સેવા આપી છે. લોયર્સ સ્પોર્ટ્સ ફાઉન્ડેશન સાથે જોડાયેલા છે. સંઘ અને ભાજપના સક્રિય કાર્યકર છે. વૈષ્ણવ વણિક સહિત અને સામાજીક સંસ્થા સાથે જોડાયેલા છે. સરળ અને નિ:સ્વાર્થ સ્વભાવથી વકીલોમાં આગવી ઓળખ ધરાવે છે.સિનિયર-જુનિયર એડવોકેટોના સમર્થનથી કારોબારીમાં ઉમેદવારી નોંધાવી છે.
મંડ કેતન વાજસુરભાઇ
સિનિયર વકિલ આર.એમ.વારોતરિયા સાથે વકિલાતની શરૂઆત કરી છેલ્લા 19 વર્ષથી રેવન્યુ, સિવિલની વકિલાત કરી રહ્યા છે. રાજકોટ ડિસ્ટ્રીક્ટ બાર અને બાર એસોસિએશનમાં કારોબારી સભ્ય તરીકે હાલ સેવારત છે. જન કલ્યાણ ટ્રસ્ટ સહિત વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા છે. લોયર્સ સ્પોર્ટ્સ ફાઉન્ડેશનના સભ્ય છે. ભાજપા લીગલ સેલના સક્રિય કાર્યકર છે. સરળ અને નિ:સ્વાર્થ સ્વભાવથી સમગ્ર વકિલગણમાં પણ આગવી ઓળખ ધરાવે છે. સિનિયર તથા જુનિયર વકિલોના સમર્થનથી કારોબારી પદ પર સમરસ પેનલમાંથી ઉમેદવારી નોંધાવેલી છે.
પંડ્યા મનિષકુમાર હરગોવિંદભાઇ
સિનીયર વકિલ તનસુખભાઇ ગોહિલ અને એન.જે.પટેલ સાથે વકિલાતની શરૂઆત કરી 14ના વર્ષથી રેવન્યુ, સિવિલ, ફોજદારી ક્ષેત્રે વકિલાતનો વ્યવસાયનો પ્રારંભ કર્યો છે. સામાજીક અને સેવાકીય પ્રવૃતિઓમાં કાર્યરત રહી રેવન્યુ ક્ષેત્રમાં ઉદભવતા પ્રશ્ર્નો સંબંધે અગ્રેસર રહી વાચા આપે છે. સરળ અને નિ:સ્વાર્થ સ્વભાવ, તમામ વકિલગણમાં પણ આગવી ઓળખ ધરાવે છે. તેઓ મિલનસાર સ્વભાવ, તમામ વકિલ મિત્રોને નિસ્વાર્થભાવે મદદરૂપ થવાની ભાવના ધરાવતા હોવાને કારણે ખૂબ જ લોકપ્રિય છે. સિનીયર તથા જુનિયર વકિલોના સમર્થનથી કારોબારી પદ પર સમરસ પેનલમાંથી ઉમેદવારી નોંધાવેલી છે.
પટેલ નૈમિષ જયંતિભાઇ
સિનીયર વકિલ મેહતા રાજેશભાઇ આર. સાથે વકિલાતની શરૂઆત કરી 2005ના વર્ષથી રેવન્યૂ, સિવિલ, ફોજદારી તથા ક્લેઇમ ક્ષેત્રે વકિલાત કરી રહ્યા છે. મોટર એક્સિડેન્ટ ક્લેઇમ બાર એસોસિએશનના સભ્ય છે. સામાજીક અને સેવાકીય પ્રવૃતિઓમાં કાર્યરત છે. સહકારી બેંકોમાં પેનલ વકિલ તરીકે સેવા આપી રહેલ છે. સરળ અને નિ:સ્વાર્થ સ્વભાવથી સમગ્ર વકિલગણમાં પણ આગવી ઓળખ ધરાવે છે. સિનીયર તથા જુનિયર વકિલોના સમર્થનથી કારોબારી પદ પર સમરસ પેનલમાંથી ઉમેદવારી નોંધાવેલી છે.
પીપળીયા અજય ધીરૂભાઇ
2007ના વર્ષથી રાજકોટ ખાતે રેવન્યુ, સિવિલ, ફોજદારી અને ક્લેઇમ ક્ષેત્રે વકિલાત કરી રહ્યા છે. રાજકોટ ડિસ્ટ્રીક્ટ બાર એસોસિએશનમાં સેક્રેટરી તરીકે ફરજ બજાવેલી છે. લોયર્સ સ્પોર્ટ્સ ફાઉન્ડેશન સાથે જોડાયેલ છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અને ભાજપાના સક્રિય કાર્યકર છે. બારના કારોબારી પદે ચુંટાઇને સેવા આપેલી છે. લાઇબ્રેરીને અતિ આધુનિક બનાવવામાં મહત્વનું યોગદાન આપેલું છે. ખોડલધામ લીગલ સમિતિમાં સભ્ય છે. યુવા લોયર્સ એસોસિએશનમાં સેક્રેટરી તરીકે ફરજ બજાવેલી છે. સામાજીક અને સેવાકીય પ્રવૃતિઓમાં કાર્યરત છે. તેમના સરળ અને નિ:સ્વાર્થ સ્વભાવથી સમગ્ર વકિલગણમાં પણ આગવી ઓળખ ધરાવે છે. સિનીયર તથા જુનિયર વકિલોના સમર્થનથી કારોબારી પદ પર સમરસ પેનલમાંથી ઉમેદવારી નોંધાવી છે.
રાજાણી કિશન શરદભાઇ
2013માં સિનીયર વકિલ કે યુ.ભુપતાણી સાથે વકિલાતની શરૂઆત કરી રેવન્યુ, સિવીલ, ફોજદારી તથા ક્લેઇમ ક્ષેત્રે વકિલાત કરી રહ્યા છે. ડિસ્ટ્રીક્ટ બાર એસોસિએશનમાં સદસ્ય તરીકે ફરજ બજાવે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સક્રિય કાર્યકર છે. લાઇબ્રેરીને અતિ આધુનિક બનાવવામાં મહત્વનું યોગદાન આપેલું છે. જન કલ્યાણ ટ્રસ્ટ, રઘુવંશી સેવા સંસ્થા ટ્રસ્ટ, કોળી સમાજ ટ્રસ્ટ, ડ્રિમ્સ એન્ડ એજ્યુકેશનલ ટ્રસ્ટ સહિત સંસ્થાઓ સાથે જોડાયેલા છે. ભાજપા લીગલ સેલના સભ્ય અને ભાજપાના સક્રિય કાર્યકર છે. બેંકમાં પેનલ વકિલ છે. તેમના સરળ અને નિ:સ્વાર્થ સ્વભાવથી સમગ્ર વકિલગણમાં પણ આગવી ઓળખ ધરાવે છે. સિનીયર તથા જુનિયર વકિલોના સમર્થનથી કારોબારી પદ પર સમરસ પેનલમાંથી ઉમેદવારી નોંધાવી છે.
સાતા વિવેક નિતિનભાઇ (ભુદેવ)
સિનીયર વકિલ હરેશ પરસોંડા સાથે વકિલાતની શરૂઆત કરી સિવીલ, ફોજદારી, સેશન્સ તથા ફેમીલી કોર્ટ ક્ષેત્રે વકિલાત કરી રહ્યા છે. સામાજીક અને સેવાકીય પ્રવૃતિઓમાં કાર્યરત છે. ફેમીલી કોર્ટમાં લીગલ વકિલ તરીકે ફરજ બજાવી રહેલા છે. તેમના સરળ અને નિ:સ્વાર્થ સ્વભાવથી સમગ્ર વકિલગણમાં પણ આગવી ઓળખ ધરાવે છે. તેઓ મિલનસાર સ્વભાવ, તમામ વકિલ મિત્રોને નિસ્વાર્થભાવે મદદરૂપ થવાની ભાવના ધરાવતા હોવાને કારણે ખૂબ જ લોકપ્રિય છે. તેમને તમામ સિનીયર તથા જુનિયર વકિલોના સમર્થનથી કારોબારી પદ પર સમરસ પેનલમાંથી ઉમેદવારી નોંધાવેલ છે.
વાલવા કિશન બાબુભાઇ
છેલ્લા 14 વર્ષથી રાજકોટ ખાતે રેવન્યુ, સિવીલ, ફોજદારી અને ક્લેઇમ ક્ષેત્રે વકિલાત કરી રહ્યા છે. રાજકોટ ડિસ્ટ્રીક્ટ બાર એસોસિએશનમાં કારોબારી સભ્ય તરીકે ફરજ બજાવેલી છે. ભાજપ લીગલ સેલના સદસ્ય તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સનિષ્ઠ કાર્યકર છે. સામાજીક અને સેવાકીય પ્રવૃતિઓમાં કાર્યરત છે. તેમના સરળ અને નિ:સ્વાર્થ સ્વભાવથી સમગ્ર વકિલગણમાં પણ આગવી ઓળખ ધરાવે છે. સિનીયર તથા જુનિયર વકિલોના સમર્થનથી કારોબારી પદ પર સમરસ પેનલમાંથી ઉમેદવારી નોંધાવેલ છે.
જોષી હિરલબેન વિનોદભાઇ
ગુજરાતના ખ્યાતનામ સિનીયર ધારાશાસ્ત્રી સ્વ.નિરંજનભાઇ દફ્તરી, પથિકભાઇ દફ્તરી અને ભાવિનભાઇ દફ્તરીના જુનિયર તરીકે વકિલાતની શરૂઆત કર્યા બાદ હાલ જયપ્રકાશભાઇ ફુલારાના જુનિયર તરીકે રેવન્યુ, સિવીલ, ફોજદારી વિગેરે વિવિધ ક્ષેત્રે વકિલાત કરી રહ્યા છે. રાજકોટ ડિસ્ટ્રીક્ટ બાર એસોસિએશનમાં સંગઠન કમિટિના સભ્ય તરીકે ફરજ બજાવેલ છે. ભાજપના લીગલ સેલના સભ્ય તથા ભાજપના સક્રિય કાર્યકર અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સનિષ્ઠ કાર્યકર છે. વધુમાં વધુ કેસોમાં સમાધાન પક્ષકારો વચ્ચે કરાવી પક્ષકારોને ઝડપી ન્યાય અપાવેલો છે. નાની મોટી 26 સામાજીક સંસ્થાઓમાં સામાજીક અને સેવાકીય પ્રવૃતિઓમાં કાર્યરત છે. તેઓ રાજકોટ કોર્પોરેશન અને રાજકોટ નાગરિક સહકારી બેંકમાં પેનલ એડવોકેટ તરીકે સેવા આપી રહેલ છે. મિલનસાર સ્વભાવ, તમામ વકિલ મિત્રોને નિસ્વાર્થભાવે મદદરૂપ થવાની ભાવના ધરાવતા હોવાને કારણે ખૂબ જ લોકપ્રિય છે. તેમને તમામ સિનીયર તથા જુનિયર વકીલોના સમર્થનથી કારોબારી પદ પર સમરસ પેનલમાંથી ઉમેદવારી નોંધાવેલ છે.
ભગત અમિતકુમાર પ્રમુખ પદના ઉમેદવાર
સૌરાષ્ટ્રના ખ્યાતનામ સિનિયર ધારાશાસ્ત્રી સ્વ.શરદભાઇ સોનપાલ અને સ્વ.મધુભાઇ સોનપાલ અને કમલભાઇ સોનપાલના જુનિયર તરીકે વર્ષ 1992થી વકીલાતનો વ્યવસાયનો પ્રારંભ કર્યો છે. બાર એસોસિએશનમાં 4 વખત હોદ્ેદાર તરીકે અને 6 વખત કારોબારી સભ્ય તરીકે ચૂંટાય આવ્યા છે. સરળ અને મિલનસાર સ્વભાવથી વકીલ આલમમાં આગવી ઓળખ ધરાવે છે. સિનીયર અને જુનિયર ધારાશાસ્ત્રીઓના સમર્થનથી પ્રમુખ પદના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે.
સિધ્ધરાજસિંહ કેશુભા જાડેજા ઉપપ્રમુખ પદનાં ઉમેદવાર
સને-1997થી વકીલાતનો વ્યવસાય પ્રાણલાલ એમ. મહેતા સાથે શરૂ કરેલો હતો. સને-2005 થી ફોજદારી, દીવાની અને રેવન્યુ પ્રેક્ટીશ્ર્નર તરીકે સ્વતંત્ર વકીલાત કરેલ છે. બાર એસોસિએશનમાં ટ્રેઝરર, ઉપપ્રમુખ અને કારોબારી સભ્ય તરીકે જુનિયાર બાર એસોસિએશનમાં પ્રમુખ તરીકે બિનહરીફ ચુંટોલા અને ઇન્ડીયન એસોસિએશન ઓફ લોયરર્સના ડીસ્ટ્રીક્ટ ચેરમેન તરીકે નિમણૂંક પામી વકીલોના પ્રશ્ર્ને સતત જાગૃત રહી અગ્રેસર રહેલા છે. ક્રિમીનલ બાર એસોસિએશન, રાજકોટના સેક્રેટરી તરીકે નિમણૂંક પામી સતત કોર્ટ પ્રિમાઇસીસમાં હાજર રહી વકીલોના પ્રશ્ર્નોને વાચા આપેલી હતી તેમજ લો સેમીનારો મુખ્ય બાબત હતી, સને-2021/22ની રાજકોટ બાર એસોસિએશનની ચુંટણીમાં ઉપપ્રમુખ પદે ચુંટણી લડતા સિધ્ધરાજસિંહ કેશુભા જાડેજા (એસ.કે.)ને તમામ બાર એસોસિએશનમાંથી સંપૂર્ણ ટેકો મળેલ છે તેમજ સમરસ પેનલને સંપૂર્ણ ટેકો મળેલો છે.
દિલીપ એમ. મેહતા સેક્રેટરી પદના ઉમેદવાર
વર્ષ 2002થી રાજકોટ ખાતે સિવીલ અને રેવન્યુ પ્રેક્ટીસ કરી રહ્યા છે. ગુજરાત સરકાર (લીગલ ડીપાર્ટમેન્ટ) દ્વારા રાજકોટ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં આસીસ્ટન્ટ પબ્લીક પ્રોસીક્યુટર અને આસીસ્ટન્ટ ગર્વમેન્ટ પ્લીડર તરીકે નિમણૂંક થયેલા છે. તેઓ પ્રમાણિકતાથી નિષ્ઠા અને ખંતપૂર્વક તેમની ફરજ બજાવી રહ્યા છે. નોટરી બાર એસોસિએશનના સભ્ય છે. રાજકોટ રેવન્યુ બાર એસોસિએશનના સ્થાપક ઉપપ્રમુખ છે. લીગલ સેલ, રાજકોટ શહેરમાં કેમ્પસ કન્વિનર તરીકે સેવા આપી ચુકેલા છે. રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘના સંનિષ્ઠ કાર્યકર છે. તેઓ બ્રહ્મસમાજમાંથી આવતા અત્યંત શાંત, સૌમ્ય અને મળતાવળા સ્વભાવના હોય તેઓની ઉમેદવારીથી તમામ એડવોકેટોમાં આનંદની લાગણી ફેલાયેલી છે. બાર એસોસિએશનની સમરસ પેનલમાં સેક્રેટરી પદ માટે ઉમેદવારી નોંધાવી હોય તેથી તમામ સિનીયર તથા જુનિયર વકીલોમાંથી પ્રચંડ સમર્થન પ્રાપ્ત થઇ રહ્યુ છે.
ધર્મેશ જી. સખીયા એડવોકેટ, જોઇન્ટ સેક્રેટરી પદના ઉમેદવાર
વર્ષ 2015-16માં કારોબારી સભ્ય તરીકે રાજકોટ બાર એસોસિએશનની ચુંટણીમાં જંગી બહુમતીથી ચુંટાઇ આવેલા, વકિલો માટે ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્ટનું પણ સફળ આયોજન કરેલું, હાલમાં રાજકોટ શહેર ભાજપ લીગલ સેલના સંપર્ક પ્રમુખ તરીકે પણ જવાબદારી નીભાવી રહ્યા છે. રાજકોટ ડીસ્ટ્રીક્ટ બાર એસોસિએશનમાં સંગઠન કમિટિના સભ્ય તરીકે સેવા આપી સભ્યપદ ધરાવે છે. રેવન્યુ બાર એસોસિએશનના કારોબારી સભ્ય તરીકે હાલમાં સેવા આપી રહ્યા છે. સી.એચ.પટેલના જુનિયર તરીકે સિવીલ, ક્રિમિનલ અને રેવન્યુ ક્ષેત્રે વકીલાતની શરૂઆત કરેલી અને હાલ મદદનીશ સરકારી વકીલ દીલીપભાઇ મહેતા અને અતુલભાઇ જોષીના જુનિયર તરીકે સિવીલ પ્રેક્ટીસનો બહોળો અનુભવ મેળવેલો છે. પોતાના સાલસ અને સરળ સ્વભાવથી સમસ્ત વકિલ આલમમાં એક આગવી ઓળખ ઉભી કરી લોકચાહના પ્રાપ્ત કરેલ છે. તમામ સિનીયર, જુનિયર વકીલોના સમર્થન તથ માર્ગદર્શનથી પોતાની ઉમેદવારી નોંધાવી છે.
સુમીતકુમાર વોરા લાઈબ્રેરી સેક્રેટરી પદના ઉમેદવાર ક્રમ નં.2
વકીલાતના વ્યવસાયમાં વર્ષ 2008થી ખ્યાતનામ ધારાશાસ્ત્રી અને રાજય સભાના પૂર્વ સાંસદ સ્વ. અભયભાઈ ભારદ્વાજ અને જયદેવભાઈ શુકલની ઓફીસમાં જૂનીયર તરીકે સીવીલ ક્રિમીનલ તથા રેવન્યુ ક્ષેત્રમાં પ્રેકટીશ કરે છે. કારોબારી સભ્ય તરીકે જંગી બહુમતીથી વિજેતા થઈ એડવોકેટ વેલ્ફર ફંડમાં કારોબારી સભ્ય તરીકે હાલ ફરજ બજાવી રહ્યા છે. સૌરાષ્ટ્ર યુનીવર્સિટીમાં કાયદા વિભાગના હયુમન રાઈટસ ડીપાર્ટમેન્ટમાં વાઈસ ચેરમેન તરીકે સેવા આપીરહેલા છે. જિલ્લા કાનુની સેવા સતા મંડળ રાજકોટમાં પેનલ એડવોકેટ તરીકે પોતાનું યોગદાન આપીરહેલા છે. રાજકોટ ડીસ્ટ્રીકટ બાર એસો.માં સંગઠન કમીટીનાં સભ્ય અને ખોડલધામ લીગલ સેલનીનોલેજ શેરીંગ સેન્ટરમાં વકીલોના નોલેજ શેરીંગની પ્રવૃત્તિમાં સતત કાર્યશીલ છે. વકીલોના જ્ઞાન, માતા સમાન રાજકોટ બારની સમૃધ્ધ લાઈબ્રેરીના સેક્રેટરી તરીકે લોકલાડિલા યુવા એડવોકેટ સુમીતકુમાર ધીરજલાલ વોરા ઉમેદવારી નોંધાવી છે ત્યારે સીનીયર તથા જૂનીયર વકીલોનું પ્રચંડ સમર્થન મળી રહેલ છે.