ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી અને શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડે પણ વોર્ડ નં.૧૬ના લોકોને કોંગ્રેસની ચૂંગાલમાંથી મુક્ત કરાવવા બિડુ ઝડપ્યું
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના કલાકો બાકી રહ્યાં છે ત્યારે શહેરના તમામ વોર્ડમાં ભાજપ તરફી માહોલ જોવા મળી રહ્યો છે. ઉપલા કાંઠે જાણે ભાજપનું વાવાઝોડુ ફૂંકાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. વોર્ડ નં.૧૬ના લોકોએ સ્વયંભુ હવે એક જ નિર્ધાર કરી લીધો છે કે, પાંચ વર્ષ સુધી માત્રને માત્ર પોતાનો જ વિકાસ કરનાર કોંગ્રેસના નગરસેવકોને ઘરભેગા કરી દેવા છે. ભાજપને મત આપી અમે પણ વિકાસ યાત્રામાં સામેલ થવા માંગીએ છીએ. વોર્ડ નં.૧૬ના ભાજપના ઉમેદવાર નરેન્દ્રભાઈ ડવ, સુરેશભાઈ વસોયા, કંચનબેન રાજેશભાઈ સિદ્ધપુરા, રૂચિતાબેન નિલેશભાઈ જોશીને લોકસંપર્ક અભિયાન અને ચૂંટણી પ્રચારમાં વોર્ડવાસીઓનો અપાર સ્નેહ મળી રહ્યો છે. ઉમેદવારો પણ જનતાને કોલ આપી રહ્યાં છે કે, એકવાર ચૂંટીને મોકલો પછી એક ફોન કરજો અડધી રાત્રે ભેરૂની માફક પડખે ઉભા રહેશું. વોર્ડ નં.૧૬ના લોકોને કોંગ્રેસની ચૂંગાલમાંથી મુક્ત કરાવવા ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી અને શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડે બિડુ ઝડપ્યું છે.
વોર્ડ નં.૧૬ના ભાજપના ઉમેદવાર નરેન્દ્રભાઈ ડવ, સુરેશભાઈ વસોયા, કંચનબેન રાજેશભાઈ સિદ્ધપુરા, રૂચિતાબેન નિલેશભાઈ જોશીને લોકસંપર્ક અભિયાન અને ચૂંટણી પ્રચારમાં વોર્ડવાસીઓનો મળ્યો અપાર સ્નેહ
વોર્ડ નં.૧૬માં ભાજપના ઉમેદવાર નરેન્દ્રભાઈ ડવ, સુરેશભાઈ વસોયા, કંચનબેન સિધ્ધપુરા અને રૂચિતાબેન જોશી હાલ જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. જ્યાં તેઓને મતદારોનો અનહદ પ્રેમ પ્રાપ્ત થઈ રહ્યો છે. દરેક વિસ્તારમાં લોકો તેને ફૂલડે વધાવી રહ્યાં છે તો બીજી તરફ પાંચ વર્ષમાં નગરસેવક તરીકે ચૂંટાયા બાદ વોર્ડની એક પણ સમસ્યા ઉકેલી ન શકનાર કોંગ્રેસના કોર્પોરેટરો સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને કોંગ્રેસના ઉમેદવારો હવે પ્રચારમાં આવે તો પણ લોકો તેઓન રીતસર જાકારો આપી રહ્યાં છે.
પાંચ વર્ષમાં વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટરોએ માત્ર પોતાનો જ વિકાસ કર્યો, વોર્ડ માટેની નગરસેવક તરીકેની તેમની કામગીરી શુન્ય: હવે ભાજપને વોર્ડનું સુકાન સોંપી અમે પણ વિકાસયાત્રામાં સહભાગી બનીશું: વોર્ડ નં.૧૬ના લોકોના મનની વાત
ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી અને શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડના માર્ગદર્શનમાં વોર્ડ પ્રભારી ઝીણાભાઈ ચાવડા, વોર્ડ પ્રમુખ ભાર્ગવભાઈ મિયાત્રા, મહામંત્રી જીતુભાઈ સીસોદીયા, જતીનભાઈ પટેલ, ચૂંટણી ઈન્ચાર્જ ભરતભાઈ કુબાવત, પૂર્વ કોર્પોરેટર પ્રવિણભાઈ કિયાડા અને રીનાબેન રાવલ, વોર્ડ ઉપપ્રમુખ રમેશભાઈ ઉંધાડ, મહિલા મોરચાના વોર્ડ પ્રમુખ ચાંદનીબેન ગોંડલીયા, મહામંત્રી ચંપાબેન બાલાસરા, પૂર્વ મહામંત્રી હિરેનભાઈ ગૌસ્વામી, દિલીપસિંહ જાડેજા, વિનુભાઈ છૈયા, કિરીટભાઈ માખેચા, કાર્યાલય ઈન્ચાર્જ વિનુભાઈ ઠુંમર, યુવા મોરચાના અગ્રણી મનોજભાઈ ચાવડા, પવુભાઈ ખાચર, રાજેશભાઈ લીલા, અર્જૂનભાઈ ડવ, ભાવનાબેન કાચા, મંત્રી રાજુભાઈ દુદકીયા, બાબુભાઈ હરસોરા, નિતીશભાઈ પટેલ, દિપાલીબેન પરમાર, મનિષાબેન ગોહિલ, કોષાધ્યક્ષ ઉકાભાઈ લાવડીયા, પૂર્વ પ્રમુખ જયેશભાઈ દવે, રાજુભાઈ રાવલ, પ્રકાશભાઈ બસીયા, યુવા મોરચાના મહામંત્રી નાગજિભાઈ રાદડીયા, બક્ષીપંચ મોરચાના મહામંત્રી મનુભાઈ સાગલીયા અને જયંતભાઈ ઠાકર સહિતના કાર્યકરો વોર્ડમાં ચારેય કમળ ખીલે તે માટે રીતસર પરિશ્રમની પરાકાષ્ટા સર્જી રહ્યાં છે.
વોર્ડ નં.૧૬માં અલગ અલગ સમાજ દ્વારા ભાજપના ચારેય ઉમેદવારોને પ્રચંડ જનસમર્થન મળી રહ્યું છે. પટેલ સમાજના ભુપતભાઈ બોદર, ભીખાભાઈ સીદપરા, પરસોંતમભાઈ દોંગા, લુહાર સમાજના અગ્રણી જયંતીભાઈ પરમાર અને ભરતભાઈ પિત્રોડા, આહિર સમાજના અગ્રણી વિભાભાઈ મિયાત્રા, લાભુભાઈ બોરીચા, જીણાભાઈ સરકાર, વિજયભાઈ બોરીચા, ઉદયભાઈ ડાંગર, સાધુ સમાજના અગ્રણી પ્રવિણભાઈ નિમાવત, લલીતભાઈ ગૌસ્વામી, મચ્છરપુરી બાપુ અને અવધેષ બાપુ, બ્રાહ્મણ સમાજના દર્શીતભાઈ જાની અને જર્નાદનભાઈ આચાર્ય જ્યારે કડીયા સમાજના અરવિંદભાઈ રાઠોડ, ભરતભાઈ રાઠોડ અને બાબુભાઈ બાલીયા ખભ્ભે-ખભ્ભા મિલાવી વોર્ડમાં ચારેય કમળ ખીલે તે માટે મહેનત કરી રહ્યાં છે.વોર્ડ નં.૧૬ના ભાજપના ઉમેદવારોનો પરિચય આપવામાં આવે તો નરેન્દ્રભાઈ ડવ અગાઉ પણ કોર્પોરેટર તરીકે સેવા આપી ચૂક્યા છે. તેઓ સેનીટેશન સમીતીના ચેરમેન અને બાંધકામ સમીતીના ચેરમેન તરીકે જવાબદારી નિભાવી ચૂક્યા છે. કોરોનાની મહામારી સમયે તેઓએ જરૂરિયાતમંદ લોકો માટે લાંબા સમય સુધી રસોડુ ચાલુ રાખ્યું હતું. તેઓને ૧૦૮ પણ બિરુદ આપવામાં આવ્યું છે. અન્ય ઉમેદવાર સુરેશભાઈ હિરાભાઈ વસોયા છેલ્લા ૨૦ વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે અને વોર્ડ નં.૧૬ના લોકોની સક્રિયતાથી સેવા કરી રહ્યાં છે. બાપા સીતારામ યુવક મંડળના ઉપપ્રમુખ તરીકેની જવાબદારી પણ તેઓ નિભાવી રહ્યાં છે. કોરોના કાળમાં લોકડાઉન દરમિયાન તેઓએ જરૂરિયાતમંદ પરિવારને રાશન કીટ, દવા, માસ્ક અને ઉકાળાનું નિશુલ્ક વિતરણ કર્યું હતું. તેઓ ખરા અર્થમાં સાચા જનસેવક તરીકેની છાપ ધરાવે છે. જ્યારે કંચનબેન સિદ્ધપુરા છેલ્લા અઢી દાયકાથી ભાજપ પરિવાર સાથે જોડાયેલા છે. શહેર ભાજપ મંત્રી, મહિલા મોરચાના મહામંત્રી, શહેર ભાજપના ઉપપ્રમુખ તરીકેની જવાબદારી તેઓએ સુપરે નિભાવી છે. મહિલા સશક્તિકરણનું તેઓ જીવતું જાગતું ઉદાહરણ છે. વિધ્વા સહાય, સખી મંડળ, મહિલા ઉત્કર્ષ યોજના દ્વારા તેઓએ સ્ત્રી સશક્તિકરણ માટે કાર્યો કર્યા છે. જન્માષ્ટમી, ગણેશોત્સવ જેવા કાર્યક્રમોમાં તેઓ સદા અગ્રેસર રહે છે. જ્યારે રૂચિતાબેન જોશીના નસમાં નસમાં સેવાના ગુણધર્મો વહી રહ્યાં છે. તેઓ સમાજ શાસ્ત્રમાં માસ્ટર ડિગ્રી ધરાવે છે. ૨૪ કલાક લોકોની વચ્ચે રહેનારા વ્યક્તિઓ પૈકીના એક છે. આવા સમાજ સેવા સાથે રાજનીતિમાં પ્રવેશનારા લોકોને વિજેતા બનાવવા વોર્ડ નં.૧૬ના લોકોમાં સ્વયંભૂ એક ટહેલ ચાલી રહી હોય તેવો માહોલ દેખાઈ રહ્યો છે.