• ભાજપના  આયાતી-પેરાશુટ ઉમેદવાર રમેશભાઈ ટીલાળા સામેનો  અલગ અલગ  સમાજનો આક્રોશ આસમાને આંબી ગયો: ડેમેજ ક્ધટ્રોલ કરવામાં ભાજપના મહારથીઓ નિષ્ફળ : હવે બેઠક બચાવવી રાખવી પણ મુશ્કેલ
  • રમેશભાઈ ટીલાળા એટલે નરેશભાઈ પટેલના  રબ્બર સ્ટેમ્પ: ન કરે નારાયણને જીતી જાય તો ધારાસભ્ય બન્યા પછી લોકોના પ્રશ્ને ભાજપ સામે બાંયો ચઢાવી શકશે, મતદારોના મનમાં એક જ સવાલ
  • મતદારો કિરણ પટેલ વાળી કરવાના મૂડમાં: ભાજપને  બેફામ ગાળો આપનાર ગુજરાતની શાંતિને ડહોળનાર હાર્દિક પટેલને ભાજપની ટિકિટ મળી શકતી હોયતો વર્ષોથી પક્ષ માટે કાળી મજૂરી  કરતા આગેવાનો સાથે અન્યાય કેમ?

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં સતાના નશામાં  ચકનાચૂર  ભાજપે ટિકિટ  ફાળવણીમાં   અમુક સમાજને  સાચવી લેવા માટે અનેક સમાજને ભારોભાર અન્યાય  કર્યો છે. શિસ્તની દુહાઈ  દેતા ભાજપનું ઘર સતત સળગી રહ્યું છે. મતદાનના  આડે ગણતરીના કલાકે  બાકી રહ્યા છે. છતા ભાજપનું સળગતુ ઘર શાંત થવાનું નામ લેતુ નથી. અનેક બેઠકો પર  મતદાન  પૂર્વે જ ભાજપે હાર માની લીધી છે. મતદારો પણ મન મો આપતા નથી માહોલ ચિંતાજનક છે. રાજકોટની ચાર પૈકી બે  બેઠકો ભાજપના હાથમાંથી  નિકળી  રહી છે.જેનો સ્પષ્ટ અંદાજ  આવી જતા  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 40 દિવસમાં  બીજી વાર  રાજકોટની મૂલાકાત લેવી પડી અને  ચૂંટણી સભા સંબોધવી પડી. આ ઉપરાંત ગઈકાલે   પ્રદેશ ભાજપ અધ્યક્ષ  સી.આર. પાટીલ અને પૂર્વ સંગઠન મહામંત્રી ભીખૂભાઈ  દલસાણીયા રાજકોટની મૂલાકાતે દોડી આવ્યા જે બતાવે છે કે સ્થિતિ કેટલી ચિંતાજનક છે.રાજકોટ દક્ષિણ વિધાનસભા  બેઠક પર ભાજપના આયાતી ઉમેદવાર રમેશભાઈ ટીલાળા સામે વિવિધ  સમાજોની નારાજગી હવે ભાજપનું ધોવાણ કરી નાંખશે તે નિશ્ર્ચીત  બની ગયું છે. રાજકોટ દક્ષિણના મતદારો આવતીકાલે પૂનરાવર્તન માયે નહી પરિવર્તન માટે ભાજપ વિરોધી મતદાન કરશે તેવું ચિત્ર હાલ ઉપસી રહયું છે.

ભાજપના આયાતી અને પેરાશૂટ ઉમેદવાર  રમેશભાઈ  ટીલાળા જો ન કરે નારાયણ અને જીતી જાય તો  પણ તેઓ  ધારાસભ્ય બન્યા પછી લોકોના વિવિધ પ્રશ્ર્ને કે સમસ્યાઓ લઈ ભાજપના શાસકો  સામે  અવાજ ઉઠાવી શકશે ખરા તેવા પ્રશ્ર્નો પણ પ્રજાના મનમાં ઉઠી રહ્યા છે.

રાજકોટ દક્ષિણ બેઠક પર ભાજપ દ્વારા  જે ઉમેદવારને ઠોકી બેસાડવામાં  આવ્યા છે. તેનુ કારણ ફકત એટલુ જ છે કે રાજકોટ શહેર ભાજપ્ના અમુક આગેવાનો દ્વારા દરેક ધારાસભ્યો અને કોપોરેશનના પદાધીકારીઓને કાયમી ધોરણે પોતાની અંડરમાં જ રાખવા માંગે છે. શું આ ઉમેદવારો પ્રજામાટે થઇ અને આશરે રૂા.3000/- તેલનો ડબ્બો, રૂા.1100 ગેસનો બાટલો, રૂા. 100/- ના ભાવનું પેટ્રોલ, તેમજ રાજકોટ શહેરની અંદર રહેતી જનતા પાસેથી  રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાઉસ ટેકસ, સફાઇ ખર્ચ, પાણી વેરો, ગાર્બેજ કલેકશન, વાહન ખરીદી પર ઉધરાવાતો ટેકસ, શોપ લાઇસન્સ એટલે કે વેપારીઓના ધંધા રોજગાર માટે લેવામાં આવતુ લાયસન્સ વિગેરે ઉપરોકત ભાવોમાં પ્રજાહીતમાં ભારતીય જનતા પાર્ટીમાં લેખીતમાં અથવા તો મૌખીકમાં રજુઆતો કરી શકશે. ઉપરોકત વસ્તુઓના ભાવો ઘટાડી શકશે. ?? અથવા તો પ્રજા હીતમાં પ્રજાનો અવાજ સરકારના વિરોધમાં ઉઠાવી શકશે ??

આપણે સૌ જાણીએ છીએ કે ભાજપ્નો રાજકોટનો એકપણ ઉમેદવાર રાજકોટની પ્રજાના હીતમાં ઉપરોકત વાત કરી શકે એમ નથી. તો આપણે શા માટે  તેઓને મત આપી અને આ કમરતોડ મોંધવારી, આ કમરતોડ કરવેરા, આ કમરતોડ રસ્તાઓ, સહન કરવાનાને બદલે એક વખત કોંગ્રેસના ઉમેદવારોને મત આપી અને આપણે લોકોએ   અવાજ ઉઠાવવાની આવશ્યકતાઓ છે. તેવુ આપ સૌને નથી લાગતુ ?? એક વખત કોંગ્રેસને મત આપવાથી કાંઇ કેન્દ્રની સરકાર ઉથલી જવાની નથી.  આપણે આવતી કેન્દ્રની સરકાર ની ચુંટણીઓને જયારે બે વર્ષની વાર છે,  કોર્પોરેશનની ચુંટણીઓને અઢી વર્ષ જેવી વાર છે તો એક વખત આ પ્રયોગ કરવામાં કંઇ ખોટુ નથી. લાગતુ તેનુ કારણ એ છે કે  ગુજરાતની અંદર રાજકીય પાર્ટીઓ દ્વારા અનેક પ્રકારના પ્રયોગો કરવામાં આવે છે.  તો આ વખતે જનતા એ પણ આ એક પ્રયોગ કરવાની આવશ્યકતા છે.

રાજકોટના શાણા અને સમજુ મતદારોના મનમાં સતત એકજ સવાલ સતત હિલોળા લઈ રહ્યો છે કે શું રાજકોટ 70 ધારાસભાના ઉમેદવાર રમેશભાઇ ટીલાળા ભુલમાં પણ જીતી જાય તો  એકપણ જ્ઞાતિના ઉમેદવારોને  તેમના સમાજની વસ્તીઓ મુજબ રાજકોટ  કોર્પોરેશનની ચુંટણીઓમાં ટીકીટો અપાવી શકશે ? રમેશભાઇ ટીલાળા   શાપર ઇન્ડસ્ટ્રીયલ  એશોશીયેશનના પ્રમુખ છે નરેશભાઇ પટેલના રબ્બર સ્ટેમ્પ  તરીકે ચુંટણી લડી રહયા છે તેવુ લોકોનું કહેવુ છે.

શહેર ભાજપ્ના અમુક આગેવાનો દ્વારા અત્યારથી જ  તેમનો સંપૂર્ણપણે કબ્જો લઇ લેવામાં   આવ્યો છે. તેઓ કયારેય પણ પ્રજાહીતમાં સ્વતંત્ર નિર્ણયો લઇ શકવા માટે શકિતમાન હોય તો  તેઓ જાહેર કરે કે પ્રજા હીતના નિર્ણયો માટે હું જરૂર જણાયે પાર્ટીમાં પણ  ખુલ્લામાં વાત કરીશ તેવી   રમેશભાઈ ટીલાળામાં છે તેવો પ્રશ્ર્ન લોકોના મનમાં ઉભો થઈરહ્યો છે. ભુતકાળમાં કિરણભાઇ પટેલ ને લોકસભાની  લડાવેલ  ત્યારે તેઓની ખુબ ખરાબ રીતે હાર થયેલ હતી. ત્યારબાદ  રાજકોટ શહેર ભાજપ્ના આગેવાનો દ્વારા ભલે હારેલા પણ પટેલ સમાજના આગેવાન એવા   કિરણભાઇને ભાજપ્ના કોઇપણ કાર્યક્રમમાં બોલાવવામાં આવેલ છે ??

શ્રીમતી આનંદીબેન પટેલને ઉથલાવવા માટે થઇ અને સમગ્ર ગુજરાતને હિંસાની હોળીમાં હોમી દેનાર હાદિૃક પટેલ ને ભાજપે ટીકીટ આપી ચૂંટણી લડાવવાનું કારણ શું છે ?? શું પાર્ટીદાર અનામત આદોલનને ભડકાવનાર હાર્દિક એ ભાજપ પ્રેરીત મહોરૂ જ હતુ ?? હાર્દિકના બેફામ નિવેદનોને કારણે ગુજરાત ભડકે બળ્યુ હતુ અને 14-14 જેટલા પાટીદાર યુવાનોએ પણ પોતાની જીંદગીનો ભોગ આપવો પડયો હતો.  તો આ લોકોની જીંદગીના ભોગે રાજકારણ કોણ કરી રહયુ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.