જૂનાગઢમાં છેલ્લા એક મહિનાની લાંબી કવાયત અને ચૂંટણી પ્રચાર બાદ જૂનાગઢ મનપાનું મતદાન શાંતિપૂર્ણ થયું
જૂનાગઢમાં છેલ્લા એક મહિનાની લાંબી કવાયત અને ચૂંટણી પ્રચાર બાદ આજે જૂનાગઢ મનપાનું મતદાન શાંતિપૂર્ણ થયું. જૂનાગઢમાં છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહેલ ચૂંટણીનો અંત તરફનો દોર શરૂ થયો છે. મંગળવારના રોજ જૂનાગઢના મતદારો દ્વારા કરવામાં આવેલ મતદાનનું પરિણામ સામે આવી જશે. જ્યારે ૨૧ તારીખનો દિવસ શાંતિપૂર્ણ માહોલમાં પસાર થઈ ગયો છે.
ગત ચૂંટણીની સરખામણીમાં જૂનાગઢના મતદારોએ મતદાન ઓછુ કર્યું છે. જો કે, રાજકીય પાર્ટીઓ દ્વારા સવારના સમયમાં પડેલ વરસાદને ઓછા મતદાનનું કારણ બતાવ્યું છે. પરંતુ સાતત્ય તરફ જઈએ તો આ મતદાન ઓછુ રહેવાનું કારણ મતદારો દ્વારા અગાઉથી જ નક્કી કરી લેવામાં આવ્યું હતું કે, કઈ રીતે મતદાન કરવું.
જ્યારે મતદાન ટકાવારીની વાત કરીએ તો ગત મહાનગરપાલિકાની ચૂંટણી ૨૦૧૪માં યોજાય હતી ત્યારે ૫૪ ટકા મતદાન પહોંચ્યું હતું જે આ વખત ૪૯.૬૮ ટકા સુધી રહ્યું હતું. એટલે કે, ૫ ટકા ઓછુ મતદાન થયું તેમ કહી શકાય. જેમાં વોર્ડ નં.૧ ૬૬.૩૬ ટકા, વોર્ડ નં.૨ ૫૪.૦૩ ટકા, વોર્ડ નં.૪ ૫૮.૩૦ ટકા, વોર્ડ નં.૫માં ૪૫.૨૦ ટકા, વોર્ડ નં.૬માં ૫૨.૮૦ ટકા, વોર્ડ નં.૭માં ૪૨.૫૮ ટકા, વોર્ડ નં.૮માં ૫૬.૧૩ ટકા, વોર્ડ નં.૯માં ૪૭.૮૦ ટકા, વોર્ડ નં.૧૦માં ૩૯.૪૮ ટકા, વોર્ડ નં.૧૧માં ૩૬.૨૦ ટકા, વોર્ડ નં.૧૨માં ૫૦.૧૩ ટકા, વોર્ડ નં.૧૩માં ૪૬.૭૮ ટકા, વોર્ડ નં.૧૪માં ૪૯.૧૨ ટકા, વોર્ડ નં.૧૫ ૫૭.૦૧ ટકા મતદાન નોંધાયું હતું જ્યારે ૪૯.૬૮ ટકા ટોટલ મતદાન નોંધાયું. તેમાં સૌથી મોખરે વોર્ડ નં.૧માં ૬૬.૩૬ ટકા અને સૌથી ઓછુ મતદાન વોર્ડ નં.૧૧માં ૩૬.૨૦ ટકા સાથે રહ્યું હતું. સાથે જ જિલ્લા પંચાયતની એક બેઠક અને તાલુકા પંચાયતની ૨ બેઠકો માટે પણ પેટા ચૂંટણી યોજાય હતી જેમાં જિલ્લા પંચાયત વડાલ બેઠકનું મતદાન ૫૦.૪૩ ટકા, તાલુકા પંચાયત જૂનાગઢની સુખપુર બેઠકમાં ૫૩.૨૩ ટકા અને તાલુકા પંચાયત વિસાવદરની મોણીયા બેઠક પર ૫૯.૩૧ ટકા મતદાન નોંધાયું હતું.
રાજકીય પક્ષો દ્વારા મતદાન ઘટવાનું તારણ સવારે પડેલ વરસાદનું કહેવામાં આવે છે પરંતુ આ વખત કોર્પોરેશનની ચૂંટણી એટલી તો રસપ્રદ હતી કે, લોકોએ ચૂંટણી પહેલા જ મનોમન નકકી કરી લીધું હતું કે, ક્યાં પક્ષને સત્તા પર બેસાડવો. જ્યારે રાજનૈતિક દાવપેચને ન સમજી શકનાર સામાન્ય લોકો પાસે ઓપશનના અભાવને લઈ મતદાન ઓછુ રહ્યું હતું.
કાલે મંગળવારના રોજ તમામ ઉમેદવારોના ભાવી પરિણામ રૂપે સામે આવવાના હોય. કોર્પોરેશનની મહત્વની કહી શકાય તેવી ભૂમિકા એટલે કે, મેયર પદ જેની માટે ભાજપ દ્વારા વિદેશ યાત્રાએ ગયેલા જૂનાગઢના સેવાકીય સ્વભાવ ધરાવતા જૂનાગઢના પ્રતિષ્ઠીત એવા સામાન્ય લોકોના પ્રશ્નોને સમજી એક અલગ જ વ્યક્તિત્વ ધરાવતા એવા ધીરૂભાઈ ગોહેલ મેયર પદ પર બેસશે. જ્યારે જૂનાગઢના નાગરિકોના મનમાં સેવાભાવી સ્વયં સેવક તરીકે અને નાના અથવા મોટા તમામ લોકોના પ્રશ્નોને સાંભળતા અને તેના નિકાલ માટે સાથે રહેતા એવા પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂ સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન તરીકે પદભાર સંભાળે તો નવાઈ નહીં. સાથે જ મહત્વનુ પદ એટલે કે ડેપ્યુટી મેયરના પદ માટે આ વખત મહિલા પાટીદાર અગ્રણી અથવા તો બ્રાહ્મણ ઉમેદવારની પસંદગી થઈ શકે તેવી શકયતા જોવાઈ રહી છે.
ત્યારે આગામી સમયમાં જોવાનું એ રહ્યું કે, લોકો દ્વારા સેવાઈ રહેલી આશા ફળીભુત થાય છે કે કેમ સાથે જ સારા નેતૃત્વી જૂનાગઢની ઓળખાણ ઐતિહાસિક શહેર તરીકે થાય તો નવાઈ નહીં.