સૌથી વધુ મતદાન તાલુકાની મોજીરા બેઠક ઉપર ૭૬.૧૭% જયારે ઓછુ ઢાંક-૧ બેઠક ઉપર ૪૭.૭૪% મતદાન નોંધાયુ
મહાનગર પાલિકા બાદ ગઇ કાલે સ્થાનીક સ્વરાજયની ચૂંટણીમાં તાલુકા અને જીલ્લા પંચાયતની સીટમાં સરેરાશ ૫૮.૬૨ ટકા જેવું મતદાન શાંતી પૂર્ણ રીતે યોજાતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.ગઇ કાલે તાલુકા પંચાયતની ૧૮ સીટ તેમજ પંચાયતની ત્રણ સીટ માટે યોજાયેલ મતદાન સાંજ સુધીમાં શાંતીપૂર્ણ રીતે ૫૮.૬૨% જેટલું મતદાન નોંધાયું હતું. આ અંગે આંકડાકિય વિગત આપતા તાલુકા મામલતદાર અને ચૂંટણી અધિકારી ગોંવિદસિંહ મહાવદિયાએ જણાવેલ કે તાલુકામાં ૭૮૦૫૧ મતદારો છે તેમાં ૪૦૬૪૦ પુષો તેમજ ૩૭૪૧૧ મહિલાઓ મતદાતા તરીકે નોંધાયેલ છે. ગઇકાલે ૨૫૬૭૨ પુષો તેમજ ૨૦૦૭૮ મહિલાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા કુલ ૪૫૭૫૦ મતો મતપેટામાં પડયા હતા. સરેરાશ ૫૮.૬૨% જેવું મતદાન નોંધાયું હતું. જયારે તાલુકા સીટમાં સૌથી વધુ મતદાન મોજીરા બેઠક ઉપર ૭૬.૧૭ નોંધાયું હતું. જીલ્લા પંચયતની ત્રણ સીટમાં કોલકી બેઠક ઉપર ૬૭.૭૪% પાનેલી બેઠક ઉપર ૫૬.૪% તેમજ ડુમીયાણી બેઠક ઉપર ૫૮.૩૩% જેવું મતદાન નોંધાયું છે જયારે તાલુકા પંચાયતની અરણી બેઠક ઉપર ૬૩.૮૪%, ઢાંક -૧ બેઠક ઉપર ૪૭.૭૪% ઢાંક-૨ ૪૯.૭૫%, કલીયાણા ૬૨.૦૪, ગણાંદ ૫૫.૫૧% ખાખીજાળીયા ૬૫.૭૩, ખારચીયા ૬૩.૮૯, ખીરસરા ૫૪.૪૮, કોલકી ૫૩.૧૮%, મેલીમજેઠી ૫૬.૦૨%, મોજીરા ૭૬.૧૭%, નાગવદર ૫૮.૭૫, પાનેલી-૧ ૫૫.૮૫%, પાનેલી-૨ ૫૯.૫૦%, રામણપાળા ૫૫.૨૮%, તલંગણા ૬૮.૮૮%, જામટીંબડી ૫૬.૩૨% જયારે વરસંગ જાળીયા ૫૩.૨૮% મતદાન નોંધાયું છે. ખાખીજાળીયા અને ચરેલીયા ગામે ઇવીએમમાં મતદાન પૂર્વે તકલીફ ઉભી થતા બંન્ને ગામોમાં ઇવીએમ બદલા વવામાં આવ્યા હતા. મતદાન પૂર્વે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચૂંટણી અધિકારી ગોવિંદભાઇ મહાવદિયા, નાયબ મામલતદાર બી.પી. બોરખતરીયા પીઆઇ કે.કે. જાડેજા સહિતનો સ્ટાફ સતત બાજુ નજર રાખી રહ્યા હતા. ટાવર દ્વારા બિલ્ડીંગ મતગણતરી કરવામાં આવશે.
ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ કર્યુ મતદાન
પ્રથમ તસ્વીરમાં જીલ્લા પંચાયત પાનેલી બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર મીરાબેન ભાલોડિયાએ તાલુકા શાળામાં પોતાના પતી સાથે મતદાન કરતા નજરે પડે છે. બીજી તસ્વીરમાં જીલ્લા પંચાયત પાનેલી બેઠક ભાજપના ઉમેદાર જયશ્રીબેન ગંડિયાએ છાંક પ્રાથમીક શાળમાં મતદાન કરી વિજય વિશ્ર્વાસ વ્યકત કરતા નજરે પડે છે. જયારે ત્રીજી તસ્વીરમાં ભાજપના મહામંત્રી અને ઉમેદવાર અતુલભાઇ બોરિયા વિજયના વિશ્ર્વાસ સાથે નજરે પડે છે. છેલ્લી તસ્વીરમાં તાલુકાના ગવરાદર ગામે શિક્ષિત યુવાન પ્રશાંત પંડયા સોશ્યલ ડિસ્ટન્સ સાથે મતદાન કરી મતદાન સ્થળે પોતાનો પોઝ આપતાં નજરે પડે છે.
ગોંડલ નગરપાલિકામાં ૫૨.૭૨, તાલુકા પંચાયતમાં ૫૭.૬૦ અને જિલ્લા પંચાયત ૫૮.૧૧ ટકા મતદાન
વર્ષ ૨૦૧૬માં નગરપાલિકાની ચૂંટણીના મતદાન કરતાં આ વખતે ૧૦ % ઓછું થયું
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નગરપાલિકાની ૩૯ બેઠક, તાલુકા પંચાયતની ૨૧ બેઠક અને જિલ્લા પંચાયતની ૫ બેઠક ને લઇ મતદારોએ મતદાન પર્વ ઉજવ્યો હતો જેમાં પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક દ્વારા દાસી જીવણ હાઇસ્કુલ ખાતે મતદાન કરવામાં આવ્યું હતું ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા દ્વારા વોર્ડ નંબર બે ખાતે મતદાન કરવામાં આવ્યું હતું ગોંડલ હવા મહેલ રાજવી પરિવારના કુમાર જ્યોતિર્મયસિંહજી એ દાસી જીવણ હાઇસ્કુલ ખાતે મતદાન કર્યું હતું લગ્નસરાની સિઝન હોય મોવિયા ગામે બે બહેનોએ અને દેરડી કુંભાજીમાં ક્ધયાએ લગ્નના ચાર ફેરા ફરવાની પહેલા મતદાન કરી પવિત્ર ફરજ અદા કરી હતી જ્યારે ગોંડલ શહેરમાં વરરાજા નવવધુ અને ૩૦ જાનૈયા ઓ સાથે મતદાન મથકે મત આપવા પહોંચ્યા હતા. વૃદ્ધો અને મહિલાઓએ પણ મતદાન કર્યું હતું પ્રથમ વખત મતદાન કરતા યુવાનોમાં હરખ દેખાયો હતો. એકંદરે શહેર તાલુકામાં શાંતિપૂર્ણ રીતે મતદાન યોજાયું હતું. નગરપાલિકામાં ૫૨.૭૨ ટકા મતદાન નોંધાયું હતું વોર્ડ ન. ૪ સૌથી વધુ ૫૯.૦૯ ટકા અને વોર્ડ ન. ૭ ઓછું ૪૩.૬૧ % મતદાન નોંધાયું હતું તાલુકા પંચાયતમાં ૫૭.૬૦ ટકા મતદાન નોંધાયું હતું સૌથી વધુ મતદાન શેમળા ગામે ૭૪.૨૦ ટકા નોંધાયું હતું અને ઓછું મતદાન ૪૫.૨૯ ટકા ગામે નોંધાયું હતું જિલ્લા પંચાયતની પાંચ બેઠકમાં ૫૮.૧૧ ટકા મતદાન નોંધાયું હતું સૌથી વધુ કોલીથડ ગામે ૬૫.૮૯ ટકા નોંધાયું હતું અને ઓછું ચરખાડી ગામે ૫૨.૭૩ ટકા નોંધાયું હતું. ઇવીએમમાં નગરપાલિકાના પુવઁ પ્રમુખ ચંદુભાઇ ડાભી, પુવઁ ઉપ પ્રમુખ અપઁણાબેન આચાર્ય, રાજેન્દ્રસિંહ જાડેજા, ઓમદેવસિંહ જાડેજા જેવાં દિગ્ગજ ચહેરાંનાં ભાવી કેદ થવાં પામ્યા છે.