કલેકટર કચેરી ખાતે કાર્યક્રમનું ઘડાતું આયોજન : દરેક વિધાનસભાવાઈઝ 3 બીએલઓ, એક સુપરવાઈઝર અને સિનિયર સિટીઝનોને બહુમાન માટે આમંત્રિત કરાશે
આગામી 25મીએ રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવશે. જેમાં ચૂંટણી સ્ટાફ અને વૃદ્ધ મતદારોનું સન્માન પણ કરાશે.
રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે આગામી તા.25 જાન્યુઆરીના રોજ મતદાતા દિવસ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણી જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં વિધાનસભામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર બેઠક દીઠ 3 બીએલઓ અને 1 સુપરવાઈઝરને બોલાવી તેઓનું સન્માન કરવામાં આવશે.
આ ઉપરાંત દરેક વિધાનસભા બેઠક વાઈઝ સિનિયર સીટીઝન મતદારોને પણ બોલાવવામાં આવશે. આ વેળાએ તમામ સન્માનિત થનાર સ્ટાફ અને સિનિયર સિટીઝનોને સર્ટિફિકેટ પણ આપવામાં આવશે.