મુસાફરીને ઇવીએમ-વીવીપેટની જાણકારી: બેનરો, નાટક દ્વારા મતદાનની અપીલ
ભારત નિવાચન આયોગ તથા ભારતીય રેલવે દ્વારા સાથે મળીને આગામી લોકસભા ચુંટણીના ઉપલક્ષમાં એક નવી પહેલ સાથે રાજકોટ મંડળના દ્વારકા, ખંભાળીયા, જામનગર તથા રાજકોટના સ્ટેશનો પર મતદાન જાગૃતતા અભિયાન ચલાવવાનું આવ્યું હતું. તેમજ ટ્રેનના ડબ્બા પર મતદાન જાગૃતતા સંબંધીત સ્ટીકરો લગાડાયેલી ટ્રેન ૧૫૬૩૫ઓખા ગુવાહાટી એકસપ્રેસને લીલી ઝંડી દેખાડીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
રાજકોટ મંડળ રેલ પ્રબંધક પી.બી. નિનાવે દ્વારા યોજાયેલી પત્રકાર પરીષદ દ્વારા રેલ યાત્રિકો વધુને વધુ સંખ્યામાં મતદાન કરે તેના માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. અને ઇવીએમ અને વીવી પેટ જેવા મશીનના ડેમો પણ દેખાડવામાં આવ્યા હતા. સ્ટેશનો પર મતદાન જાગૃતતાને લગતા બેનરો લગાડવામાં આવ્યું છે. અને મતદાન કરવાની અપીલ સંબંધીત ઉદધોષણા સતત કરવામાં આવી રહી છે. જામનગર
સ્ટેશન પર નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ સ્ટેશન પર ચુંટણીના સ્ટેટ આઇકોન તથા બ્રાન્ડ એમ્બેસેડર ચેતેશ્ર્વર પૂજારાનું સેલ્ફી બુથ લગાડવામાં આવ્યું હતું. અને દિવ્યાંગ બાળકો દ્વારા પણ મતદાન કરવાની અપીલ કરવામાં આવી હતી.
આ અભિયાનમાં રાજકોટ જીલ્લાના ચુંટણી અધિકારી ડો. રાહુલ ગુપ્તા, જામનગરના કલેકટર રવિ શંકર, દેવભૂમિ દ્વારકાના કલેકટર ડો. નરેન્દ્ર કુમાર મીના, એસ.એસ. યાદવ જેવા મહાનુભાવો સહિત કર્મચારીઓ અને મોટી સંખ્યામાં રેલવે યાત્રીકો ઉ૫સ્થિત રહ્યા હતા.