વિવિધ પંચાયતોની ચૂંટણીને હવે ગણતરીનાં દિવસો જ બાકી રહ્યા છે. પરંતુ ખંભાળીયામાં મતદારોમાં કોઈ ઉત્સાહ જણાતો નથી અત્રે ચાર પાર્ટી જેમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી તથા બહૂજન સમાજવાદી પાર્ટી અર્ધામાં છે.
ચારેય પાર્ટીનાં ઉમેદવારો બાઝી મારવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ઠેર ઠેર વોર્ડવાઈઝ કાર્યાલયો ઠેર ઠેર વિશાળ બેનરો પત્રિકાઓ તથા આપનો કિંમતી અને પવિત્ર મત અમને આપોની ઘસાઈ ગયેલી કેસેટથી અત્રેનાં મતદારોને બીલકુલ રસ નથી જેને નગર પાલીકા જેવી મહા સંસ્થાનું સુકાન સોંપવાનું છે. તેવા ભાવિજન પ્રતિનિધિઓ જનતા જર્નાદનની અપેક્ષા મુજબ કોઈ વચન આપતા નથી જે પાલિકામાં કરોડો રૂપીયા ખર્ચાયા છે. તથા કરોડો કરોડ ખર્ચાવાના ના છે.એ માટે કાઈ માસ્ટર પ્લાન નથી માત્રને માત્ર હાકલા પડકારાથી જ બધુ ચાલે છે. સ્વયંભૂ લોકજુવાળ ૯૫% નથી. ઉમેદવારોદ્વારા આડેધડ બેનરો તથા ધજા પતાકા લગાડવામાં આવ્યા છે. પરંતુ દસ ટકાનાં પ્રમાણમાં કોઈ દુકાનદાર કે પ્રાઈવેટ સેકશન દ્વારા તેમના પ્રિય ઉમેદવારોનાં બેનરો ચિપકાવવામા આવ્યા નથી. મતદારોની ખામોશીથી એવી માન્યતા પ્રવર્તે છે કે મતદારની ટકાવારીમાં સંભવિત ઘટાડો થાય એવી વકી છે.
વોર્ડ વાઈઝ યોજવામાં આવતી બેઠકોમાં પણ આમંત્રણનાં પ્રમાણમાં લોકો ઉપસ્થિત રહેતા નથી વિધાતા જેવા મતદારોને રીઝાવવા માટે શું કરવું એ સવાલ સર્વ ઉમેદવારો માટે ચિંતનનો બન્યો છે.