રાજુલા તાલુકાની ભેરાઈ પે સેન્ટર શાળામાં મતદાર સાક્ષરતા કાર્યક્રમ યોજાયો. જેના ઉપક્રમે શાળામાં બનાવવામાં આવેલા મતદાર સાક્ષરતા ક્લબના નોડેલ ઓફિસર જીજ્ઞેશભાઈ ઘોરી અને બી. એલ.ઓ. ઘનશ્યામભાઈ કચીયા, અશ્વિનભાઈ દવે તેમજ દિનેશભાઈ દોશી દ્વારા ગ્રામજનોને શાળાનાં શિક્ષકો દ્વારા ચૂંટણી કાર્ડ લક્ષી પ્રયાસોની માહીતી આપવામાં આવી. સાથે સાથે ક્લબના બાળ મેમ્બર્સ દ્રારા ચુંટણી કાર્ડનું સ્વલિખીત બેનર બનાવી ચુંટણી કાર્ડના હેતુ અને જરૂરીયાતની સુંદર રજૂઆત કરવામાં આવી. શાળાનાં શિક્ષકો, બાળકો અને ગ્રામજનો ચોગઠાબાજીની રમત દ્વારા ચૂંટણી કાર્ડ આધારિત પ્રશ્નોતરી કરવામાં આવી. ગુંચવતા પ્રશ્નોના ઘનશ્યામભાઈ દ્વારા ગ્રામજનોને સચોટ ઉત્તર આપવામાં આવ્યા હતા. રમત સાથે ચૂંટણી લક્ષી જરૂરી માહીતી પુરી પાડવામાં આવી હતી. સાથે સાથે ચૂંટણી પ્રક્રિયામાં ફરજીયાત મતદાન કરે તેવી પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. કાર્યક્રમમાં થયેલી ચર્ચા વધારેને વધારે લોકો સુધી પહોંચાડવા બાળ મેમ્બર્સ કટિબદ્ધ બન્યા હતા.સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા અને જહેમત શાળાનાં શિક્ષકશ્રી કચીયા ઘનશ્યામભાઈ દ્વારા ઉઠાવવામાં આવી હતી.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને ધ્યાન યોગ મૌનનો મહિમા સમજાય, પોઝિટિવ વિચારોથી સારું રહે, લાભદાયક દિવસ.
- Tasty and healty: શિયાળામાં આદુની ચટણી તમારા ભોજનનો વધારશે સ્વાદ
- અમરેલી: કોંગ્રેસ કાર્યાલય ખાતે જીલ્લા યુવક કોંગ્રેસની કારોબારીની બેઠક યોજાઈ
- જુનાગઢ: નાતાલના પર્વને લઇ ગિરનાર પર પ્રવાસીઓની ભીડ
- નલિયા: પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈના શતાબ્દી મહોત્સવની કરી ઉજવણી
- Lookback 2024 sports: ભારતીય રમતો 2024માં ટોચની 5 ચોંકાવનારી ઘટનાઓ
- બગસરા: મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો
- રાત્રે પથારીમા પડ્યા ભેગું ઓવરથીંકીંગ ચાલુ થઇ જાય છે!!!