મતદાર યાદીમાં નામ ઉમેરવા કે સુધારા-વધારા કરવા માટે તા.૨૨ ડિસેમ્બર, તા.૫ અને ૧૨ જાન્યુઆરીએ રવિવારના દિવસોમાં યોજાનાર ખાસ ઝુંબેશનો લાભ લેવા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એન.આર.ધાધલની અપીલ

જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા હાલ મતદાર યાદી ખાસ સંક્ષીપ્ત સુધારણા કાર્યક્રમ પુરજોશમાં ચાલી રહ્યો છે. પંચના નવા આદેશ પ્રમાણે આગામી ૧૫ જાન્યુઆરી સુધી આ કાર્યક્રમ ચાલશે. આ દરમિયાન ૨૨ ડિસેમ્બર, ૫ જાન્યુઆરી તેમજ ૧૨ જાન્યુઆરીના રવિવારના દિવસોમાં ખાસ ઝુંબેશ યોજાનાર છે. જેમાં નજીકના મતદાન મથક ખાતે બુથ લેવલ ઓફિસર મારફતે મતદાર યાદીને લગતી તમામ કામગીરી કરી શકાશે. આ મતદાર યાદી ખાસ સંક્ષીપ્ત સુધારણા કાર્યક્રમનો લાભ લેવા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એન.આર.ધાધલે જાહેર અપીલ કરી છે.

નવું નામ ઉમેરવા માટે : તા.૧-૧-૨૦૨૦ના રોજ ૧૮ વર્ષ કે તેની વધુ ઉમરના નાગરિકનું નામ નોંધાવવા માટે નમુના નં.૬માં અરજી કરવાની રહે છે. આ માટે રહેઠાણનો આધાર (લાઈટબીલ, રેશનકાર્ડ, પાનકાર્ડ, ડ્રાઈવીંગ લાયસન્સ પૈકી કોઈ એક), જન્મ તારીખનો આધાર (સ્કૂલ લીવીંગ સર્ટી., જન્મ પ્રમાણપત્ર કોઈ એક), ઉંમર ૨૧ી વધારે હોય અને પ્રમ વખત નામ નોંધાવતા હોય તો જોડાણ-૩, કુટુંબના સભ્ય અવા પાડોશીના ચૂંટણીકાર્ડની નકલ જોડવાની રહેશે.

નામ રદ્દ કરાવવા માટે : મતદાર યાદીમાં કોઈ નામ સામે વાંધો લેવાનો હોય અવા મતદાર યાદીમાં નામ રદ્દ કરાવવા માટે નમૂના ૭માં અરજી કરવાના રહે છે. તેની સો મરણ કિસ્સામાં મરણ પ્રમાણપત્રની નકલ, લગ્ન કિસ્સામાં મેરેજ સર્ટીફિકેટની નકલ અને લગ્નની કંકોત્રી, સ્ળાંતરીના કિસ્સામાં રોજકામ જોડવાનું રહેશે.

નામ અવા અન્ય વિગતો સુધારવા માટે : મતદાર યાદીમાં નોંધાયેલા પોતાનું નામ તા અન્ય વિગતો સુધારવા નમુના-૮માં અરજી કરવાની રહે છે તેની સો નામમાં ભૂલ હોય તો જે નામ રાખવાનું છે તે નામના આધારો, જન્મ તારીખના કિસ્સામાં જન્મના આધારો જોડવાના રહેશે.

સ્થળાંતર માટે : એક જ વિધાનસભા મત વિસ્તારના એક ભાગમાંથી બીજા ભાગમાં નામ તબદીલ કરવા માટે નમૂના-૮-કમાં અરજી કરવાની રહે છે. તેની સાથે ચૂંટણી કાર્ડની નકલ જોડવાની રહેશે.

શહેરમાં કુલ વસતી ૮.૪૮ લાખ અને મતદાન મથકો ૭૯૮

પુરૂષોની સંખ્યા ૪.૩૮ લાખ, મહિલાઓની સંખ્યા ૪.૦૯ લાખ: ૧૪ થર્ડ જેન્ડર

છેલ્લી મતદાર યાદી મુજબ રાજકોટ શહેરના ૬૮ રાજકોટ પૂર્વ, ૬૯ રાજકોટ પશ્ર્ચિમ અને ૭૦ રાજકોટ દક્ષિણની કુલ વસ્તી ૮,૪૮,૦૫૩ નોંધાઈ છે. જ્યારે કુલ મતદાન મથકો ૭૯૮ નોંધાયા છે. ઉપરાંત શહેરમાં પુરુષોની સંખ્યા ૪,૩૮,૩૪૧ અને મહિલાઓની સંખ્યા ૪,૦૯,૬૯૮ છે. વિધાનસભા વાઈઝ જોઈએ તો ૬૮ રાજકોટ પૂર્વમાં ૨,૭૧,૨૨૭ અને  ૬૯-રાજકોટ પશ્ર્ચિમમાં ૩,૩૦,૭૫૫ તેમજ ૭૦-રાજકોટ દક્ષિણમાં ૨,૪૬,૦૭૧ની વસ્તી છે. જ્યારે જિલ્લાની બેઠકો જોઈએ તો ૭૧-રાજકોટ  રૂરલમાં ૩,૧૮,૨૬૯ જ્યારે ૭૨-જસદણમાં ૨,૩૬,૬૨૫ તા ૭૩-ગોંડલમાં ૨,૧૭,૨૯૨ અને ૭૪-જેતપુરમાં ૨,૬૧,૫૬૦ અને ૭૫-ધોરાજીમાં ૨,૫૭,૭૩૩ની વસ્તી મળી જિલ્લાની વસ્તી કુલ ૧૨,૯૧,૪૭૯ નોંધાઈ છે. જિલ્લા અને શહેરની વસ્તી મળી કુલ ૨૧,૩૯,૫૩૨ છે. શહેરી અને જિલ્લા વિસ્તારમાં મળીને મતદાન મકો કુલ ૨૨૨૬ જેવા થાય છે. વધુમાં રાજકોટ શહેરમાં ૧૪ અને જિલ્લામાં ૧૧ મળી કુલ ૨૫ થર્ડ જેન્ડર પણ નોંધાયા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.