૧/૧/૨૦૧૯ની સ્થિતિએ ૧૮ વર્ષની ઉમર ધરાવતા મતદારોના નામ ઉમેરાશે: ૪ જાન્યુઆરીએ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ
લોકસભા ચુંટણીની તૈયારીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ચુંટણીપંચની સુચના અન્વયે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આગામી તા.૧લી સપ્ટેમ્બરથી મતદાર યાદીની સુધારણા ઝુંબેશ શરૂ કરવામાં આવશે જે અન્વયે તા.૧/૧/૨૦૧૯ની સ્થિતિએ ૧૮ વર્ષની ઉંમર ધરાવતા કોઈપણ વ્યકિત મતદાર યાદીમાં નામ ઉમેરાવી શકશે.
પ્રાપ્ત વિગતો મુજબ લોકસભા સામાન્ય ચુંટણી પૂર્વે ચુંટણીપંચ દ્વારા ૧/૧/૨૦૧૯ની સ્થિતિએ મતદાર યાદીની સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ શરૂ કરવા સુચના આપતા જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા આગામી તા.૧લી સપ્ટેમ્બરથી મતદાર યાદી સુધારણા ઝુંબેશ શરૂ કરવામાં આવશે.
વધુમાં ચુંટણીપંચની સુચના અન્વયે આ મતદારયાદી સુધારણા અંતર્ગત ૧/૯ થી મતદાર નોંધણી શરૂ થયા બાદ ૩૦/૧૧ સુધીમાં હકકદાવા અને વાંધા અરજીનો નિકાલ કરવામાં આવશે અને ડેટા બેઈઝ અદ્યતન કરી પુરવણી યાદીનું છાપકામ ૩/૧/૨૦૧૯ સુધીમાં પૂર્ણ કરી તા.૪ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવનાર હોવાનું સતાવાર સુત્રોએ જણાવ્યું હતું.