રાજકોટ જિલ્લાની મતદારયાદી પ્રસિદ્ધ થઈ છે. જેમાં કુલ 23.34 લાખ મતદારો નોંધાયા છે. મતદારયાદીમાં દર્શાવ્યા મુજબ જિલ્લામાં 12.09 લાખ પુરુષ અને 11.24 લાખ સ્ત્રી તથા 46 થર્ડ જેન્ડર મતદારો છે. જ્યારે 18થી 19 વર્ષના 19238 મતદારો છે.
દેશમાં આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ભારતના ચૂંટણી પંચ દ્વારા રાજ્યમાં હાથ ધરવામાં આવેલા ખાસ મતદાર સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ બાદ 05 જાન્યુઆરી 2024ના રોજ મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ મતદાર યાદી અનુસાર જિલ્લામાં કુલ 23,34,861 મતદારો નોંધાયા છે. જેમાં 12,09,972 પુરુષ, 11,24,843 સ્ત્રી તથા 46 થર્ડ જેન્ડર મતદારો નોંધાયા છે. આ સાથે 18થી 19 વર્ષના 19238 મતદારો નોંધાયા છે. જેઓ આગામી ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
12.09 લાખ પુરુષ અને 11.24 લાખ સ્ત્રી તથા 4600 થર્ડ જેન્ડર મતદારો : 18થી 19 વર્ષના 19238 મતદારો
મતદારયાદી સુધારણા કાર્યક્રમથી 30568 મતદારો ઉમેરાયા, 29238 ઉમેદવારોના નામ કમી થયા
ચૂંટણી પંચની સૂચનાનુસાર અને મુખ્ય નિર્વાચન અધિકારીના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં તા.27 ઓક્ટોબરથી તા.09 ડિસેમ્બર, 2023 સુધી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2024 યોજાયો હતો. મતદારયાદી સુધારણા કાર્યક્રમથી 30568 મતદારો ઉમેરાયા છે. જ્યારે 29238 ઉમેદવારોના નામ કમી થયા છે. વિધાનસભા બેઠક વાઇઝ મતદારોની સંખ્યા જોઈએ તો 68 રાજકોટ પૂર્વમાં 158237 પુરુષ, 143042 સ્ત્રી અને 8 થર્ડ જેન્ડર મળી કુલ 301287 મતદારો નોંધાયા છે. 69 રાજકોટ પશ્ચિમમાં 181390 પુરુષ, 176335 સ્ત્રી અને 4 થર્ડ જેન્ડર મળી કુલ 357729 મતદારો નોંધાયા છે.
70 રાજકોટ દક્ષિણમાં 132154 પુરુષ, 124962 સ્ત્રી અને 12 થર્ડ જેન્ડર મળી કુલ 257128 મતદારો નોંધાયા છે. 71 રાજકોટ ગ્રામ્યમાં 200318 પુરુષ, 181072 સ્ત્રી અને 9 થર્ડ જેન્ડર મળી કુલ 381399 મતદારો નોંધાયા છે. 72 જસદણ 136602 પુરુષ, 125643 સ્ત્રી મળી કુલ 262245 મતદારો નોંધાયા છે. 73 ગોંડલમાં 118932 પુરુષ, 110639 સ્ત્રી અને 8 થર્ડ જેન્ડર મળી કુલ 229579 મતદારો નોંધાયા છે. 74 જેતપુરમાં 144035 પુરુષ, 133208 સ્ત્રી અને 4 થર્ડ જેન્ડર મળી કુલ 277247 મતદારો નોંધાયા છે. 75 ધોરાજીમાં 138304 પુરુષ, 129942 સ્ત્રી અને 1 થર્ડ જેન્ડર મળી કુલ 268247 મતદારો નોંધાયા છે.