રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના ઢોલ ઢબુક્યા
છેલ્લા ૫ વર્ષમાં ૨.૧૬ લાખ મતદારો વધ્યા: સૌથી વધુ મતદારો વોર્ડ નં.૩માં ૭૬,૩૫૧ અને સૌથી ઓછા મતદારો વોર્ડ નં.૧૫માં ૪૮,૪૯૦
રાજકોટ મહાનગરપાલિકાની વર્તમાન ટર્મની મુદત આગામી ૧૪ ડિસેમ્બરના રોજ પૂર્ણ થઈ રહી છે. રાજ્યમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે સ્થાનિક સ્વરાજયની ચૂંટણી સમયસર થશે કે પાછી ઠેલાશે તે અંગે અસમંજસ ચાલી રહી છે. રાજ્ય ચૂંટણી પંચના આદેશ મુજબ કોર્પોરેશનની ચૂંટણી શાખા દ્વારા આજે સવારે શહેરના તમામ ૧૮ વોર્ડની મતદાર યાદી પ્રસિધ્ધ કરી દેવામાં આવી છે. કુલ ૧૦૬૪૫૮૨ મતદારો કોર્પોરેશનની ચૂંટણીમાં મતદાન કરી શકશે. ૨૦૧૫માં યોજાયેલી મહાપાલિકાની ચૂંટણીમાં ચૂંટણી કરતા આ વર્ષે મતદારોની સંખ્યામાં ૨.૧૬ લાખનો વધારો થયો છે. તમામ ૧૮ વોર્ડની વોર્ડ ઓફિસ તથા સેન્ટ્રલ ઝોન કચેરી સ્થિત ચૂંટણી શાખામાં મતદાર યાદી જોઈ શકાશે. ઉમેદવારી ફોર્મ ભરવાના ૧૦ દિવસ અગાઉ વાંધા અરજીઓ પણ રજૂ કરી શકાશે.
રાજ્ય ચૂંટણીપંચ દ્વારા અગાઉ રાજકોટ મહાનગરપાલિકાના ૧૮ વોર્ડની ૭૨ બેઠકો માટે અનામત જાહેર કરી દેવામાં આવ્યું હતું અને વોર્ડ સીમાંકનની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. મહાપાલિકાની ચૂંટણી શાખા દ્વારા આજે સવારે શહેરના તમામ ૧૮ વોર્ડની પ્રાથમિક મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવી છે. જેમાં ૧૮ વોર્ડમાં ૧૦૬૪૫૮૨ મતદારો હોવાનું જાહેર કરાયું છે. જેમાં ૫૫૧૬૫૧ પુરૂષ મતદારો, ૫૧૨૯૦૯ સ્ત્રી મતદારો અને ૨૨ ત્રીજી જાતિના મતદારનો સમાવેશ થાય છે. આજથી તમામ ૧૮ વોર્ડની વોર્ડ ઓફિસન અને ચૂંટણી શાખામાં મતદાર યાદી જોઈ શકાશે. વર્ષ ૨૦૧૫માં યોજાયેલી મહાપાલિકાની ચૂંટણીમાં ૮.૪૮ લાખ મતદારો હતા. છેલ્લા ૫ વર્ષ દરમિયાન મતદારોની સંખ્યામાં ૨.૧૬ લાખનો વધારો થયો છે. રાજકોટની હદમાં ૪ ગામો ભળ્યા હોવાના કારણે પણ મતદારોની સંખ્યા વધી હોવાનું મનાય રહ્યું છે. સૌથી વધુ મતદારો વોર્ડ નં.૩માં ૭૬૩૫૧ અને સૌથી ઓછા મતદારો વોર્ડ નં.૧૫માં ૪૮૪૯૦ છે.
વોર્ડ વાઈઝ મતદારોની સંખ્યા પર નજર કરવામાં આવે તો વોર્ડ નં.૧માં ૭૦૧૦૫ મતદારો, વોર્ડ નં.૨માં ૫૩૫૫૦ મતદારો, વોર્ડ નં.૩માં ૭૬૩૫૧ મતદારો, વોર્ડ નં.૪માં ૫૩૬૪૪ મતદારો, વોર્ડ નં.૫માં ૪૮૪૯૪ મતદારો, વોર્ડ નં.૬માં ૪૯૩૯૮ મતદારો, વોર્ડ નં.૭માં ૬૦૦૨૪ મતદારો, વોર્ડ નં.૮માં ૬૪૭૧૮ મતદારો, વોર્ડ નં.૯માં ૬૬૯૫૯ મતદારો, વોર્ડ નં.૧૦માં ૫૩૮૧૩ મતદારો, વોર્ડ નં.૧૧માં ૭૨૩૪૯ મતદારો, વોર્ડ નં.૧૨માં ૫૬૭૦૯ મતદારો, વોર્ડ નં.૧૩માં ૫૫૮૯૧ મતદારો, વોર્ડ નં.૧૪માં ૫૯૭૪૮ મતદારો, વોર્ડ નં.૧૫માં ૪૮૪૯૦ મતદારો, વોર્ડ નં.૧૬માં ૫૨૫૩૨ મતદારો, વોર્ડ નં.૧૭માં ૫૯૪૨૩ મતદારો અને વોર્ડ નં.૧૮માં ૬૨૩૮૪ મતદારો છે. ૧૮ વોર્ડના ૧૦૬૪૫૮૨ મતદારોને ૧૦૦૬ કુલ ભાગ એટલે કે બુથમાં વહેંચવામાં આવ્યા છે. વોર્ડ વાઈઝ જોવામાં આવે તો વોર્ડ નં.૧માં ૬૫ ભાગ, વોર્ડ નં.૨માં ૫૦ ભાગ, વોર્ડ નં.૩માં ૭૨ ભાગ, વોર્ડ નં.૪માં ૫૪, વોર્ડ નં.૫માં ૪૬ ભાગ, વોર્ડ નં.૬માં ૪૬ ભાગ, વોર્ડ નં.૭માં ૫૬ ભાગ, વોર્ડ નં.૮માં ૬૧ ભાગ, વોર્ડ નં.૯માં ૬૨ ભાગ, વોર્ડ નં.૧૦માં ૫૧ ભાગ, વોર્ડ નં.૧૧માં ૬૯ ભાગ, વોર્ડ નં.૧૨માં ૫૪ ભાગ, વોર્ડ નં.૧૩માં ૫૪ ભાગ,વોર્ડ નં.૧૪માં ૫૩ ભાગ, વોર્ડ નં.૧૫માં ૪૭ ભાગ, વોર્ડ નં.૧૬માં ૫૦ ભાગ, વોર્ડ નં.૧૭માં ૫૭ ભાગ અને વોર્ડ નં.૧૮માં ૬૦ ભાગનો સમાવેશ થાય છે.
આજથી મતદાર યાદી તમામ વોર્ડ ઓફિસ અને ચૂંટણી શાખામાં જોઈ શકાશે. જો કોઈ વ્યક્તિનું નામ વિધાનસભાની મતદાર યાદીમાં હોય અને મહાપાલિકાની મતદાર યાદીમાં ન હોય કે, અન્ય કોઈ વાંધા-સુચન હોય તો તે વ્યક્તિ મહાપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાના ૧૦ દિવસ અગાઉ સુધી ચૂંટણી શાખામાં કે વોર્ડ ઓફિસે લેખીતમાં વાંધો રજૂ કરી શકશે.