ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી – ૨૦૨૨નું પ્રથમ તબક્કાનું મતદાન ૧ ડિસેમ્બર અને બીજા તબક્કાનું મતદાન ૫ ડિસેમ્બરે યોજાનાર છે ત્યારે તમામ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તેની દરકાર ભારતનું ચૂંટણી પંચ રાખી રહ્યું છે.

જે અન્વયે ગત ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી – ૨૦૧૭માં જે વિધાનસભા મતદાર વિભાગના મતદાન મથકોમાં ઓછું મતદાન થયું હતું તેવા મતદાન મથકો ધરાવતા વિસ્તારમાં અવસર રથ દ્વારા ‘‘સ્વીપ’’(સીસ્ટમેટિક વોટર એજયુકેશનલ એન્ડ ઇલેકટોરલ પાર્ટીસિપેશન) પ્રોગ્રામ અન્વયે મતદાન વધારવા માટે અવસર રથ દ્વારા જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે.

WhatsApp Image 2022 11 09 at 12.07.21 1

જે અનુસંધાને ગઈકાલે તા. ૦૮ નવેમ્બરના રોજ જેતપુર શહેર અને પ્રેમગઢ, પાંચ પીપળા, કેરાળી, જામકંડોરણા, અડવાળા, ચરલ, બરડીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ફરીને લોકોને મતદાન કરવા અંગે જાગૃત કર્યા હતા. જેમાં ૫૫૦ થી વધુ નાગરિકોએ અવસર રથની મુલાકાત કરી મતદાન અંગે જાણકારી મેળવી હતી. જ્યારે આજરોજ અવસર રથ ધોરાજી ખાતે આવી પહોંચ્યો હતો. આ તકે ઓછું મતદાન થતું હોય તેવા વિસ્તારોમાં ફરીને આગામી ચૂંટણીમાં લોકો ઉત્સાહભેર મતદાન કરવા જોડાય તે માટે જાગૃતિ ફેલાવતી પત્રિકાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

WhatsApp Image 2022 11 09 at 12.07.21

લોકશાહીના આ અવસરે દરેક મતદાર ઉત્સાહસભર જોડાય તથા વંચિત મતદારોની સામેલગીરીથી મહત્તમ મતદાન થાય તે માટે  ‘‘સ્વીપ’’ દ્વારા ખાસ પ્રયાસો હાથ ધરી લોકોને મતદાન કરવા અંગે જાગૃત કરી જાણકારી આપવામાં આવી રહી છે તેમ અધિક જિલ્લા ચૂંટણી અધિકારીએસ.જે. ખાચરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.