ના નશે સે ના નોટ સે કિસ્મત બદલેગી વોટ સે જેવા સૂત્રો સાથે મોરબીના એનસીસી કેડેટ્સ દ્વારા આગામી વિધાનસભા ચૂંટણીમાં વધુમાં વધુ મતદારો જાગૃત બની મતદાન કરે તેવા ઉદેશ્ય સાથે રેલી યોજવામાં આવી હતી.
મોરબીમતદાર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત મોરબી ખાતે આજે એમ.એમ. સાયન્સ કોલેજના એન.સી.સી. કેડેટ્સ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું આ રેલીને જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર આઇ.કે.પટેલે પ્રસ્થાન કરાવી હતી.
જિલ્લા કલેકટર આઇ.કે.પટેલે દરેક મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી તથા અન્ય મતદારોને મતદાન કરવાની પ્રેરણા આપે તેમ તેમણે જણાવ્યું હતું અને કલેકટરશ્રી પણ રેલીમાં જોડાયા હતા.
મતદાન જન જાગૃતિ અંગેની આ રેલી મોરબીના સામાકાંઠે કેસરબાગ ખાતેથી શરૂ થઈ હતી અને મોરબી ના રાજમાર્ગો પર ફરી નગરપાલિકા ખાતે પૂર્ણ થઈ હતી.
આ રેલીમાં ૪૦ કેડેટ્સ જોડાયા હતા. એન.સી.સી. ના કેડેટ્સો દ્રારા નશે સે ના નોટ સે કિસ્મત બડલેગી વોટ સે, બનો દેશ કે ભાગ્ય વિધાતા…અબ જાગો પ્યારે મતદાતા…. અને છોડો અપને સારે કામ પહેલે કરો મતદાન જેવા સૂત્રો સાથેના પ્લેકાર્ડ લઈ લોકોને જાગૃત કરવા પ્રયાસ કરવાની સાથે વિજાણુયંત્રથી મતદાન કઇ રીતે કરી શકાય તેની સમજ આપતા પેમ્લેટસનું પણ વિતરણ કરવામાં આવ્યુ હતું.
આ રેલીમાં જિલ્લા શિક્ષણાધિકારી અને સ્વીપના નોડલ ઓફીસર બી.એન. દવે તથા એન.સી.સી અધિકારી બી.એન. શર્મા સહિતના અધિકારીઓ હાજર રહયા હતા.