આગામી તા.૨૦/૧૨/૨૦૧૮ના રોજ જસદણ વિધાનસભાની પેટાચુંટણી યોજાનાર હોય આ લોકશાહીના પર્વમાં તમામ મતદારો પોતાના કિંમતી મતાધિકારોનો ઉપયોગ કરે તે હેતુસર ચુંટણી અધિકારી જસદણના માર્ગદર્શન હેઠળ સાણથલી, જુના પીપળીયા, જીવાચર, પાંચવડા વગેરે ગામોમાં સ્વીપ કાર્યક્રમ-૨૦૧૮ અંતર્ગત શાળાના આસિ.શિ.રામાનુજ સરોજબેન તથા બાળાઓ દ્વારા મતદારોને જાગૃત કરવા માટે એક નૂતન કાર્યક્રમ કઠપૂતળી કલા મારફત વોટ કરીએ ચલો વોટ કરીએ.. ગીત તથા મતદાન અવશ્ય કરીએ નાટક મતદારો સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા. બહોળી સંખ્યામાં મતદારો ઉપસ્થિત રહ્યા હતા.
લુપ્ત થતી કઠપુતળી કલાને જીવંત રાખવા માટે બેટી બચાવો, બેટી પઢાઓ, સ્વચ્છતા અભિયાન પર્યાવરણ જાગૃતિ, પાણી બચાવો તથા મતદાર જાગૃતિના વિવિધ કાર્યક્રમો આખા જસદણ તાલુકામાં અવાર નવાર આપતા રહે છે.
તેમના નૂતન કાર્યક્રમો થકી સીસીઆરટી નવી દિલ્હી મારફત આગામી ૧૦ ડિસેમ્બરથી ૧૫ ડિસેમ્બર સુધી શિક્ષા મેં પુતલી કલા કા મહત્વ તાલીમ વર્ગમાં ઉદયપુર મુકામે રાજકોટ જિલ્લામાંથી પસંદગી થયેલ છે.તે બદલ કોઠી શાળા પરીવાર હર્ષ અને ગૌરવની લાગણી અનુભવી શુભેચ્છા પાઠવે છે.