દક્ષિણ ગુજરાત વીર નર્મદ યુનિવર્સિટી મેનેજમેન્ટના નિર્ણયનો વિદ્યાર્થી સંગઠનોએ કર્યો વિરોધ
દક્ષિણ ગુજરાત કવિ નર્મદ યુનિવર્સિટી મેનેજમેન્ટ દ્વારા મતદાર જાગૃતિ અભિયાનને યુનિવર્સિટીના પ્રત્યેક વિદ્યાર્થી સુધી લઈ જવાના શુભ હેતુ સાથે પરીક્ષા ફોર્મમા મતદાર કાર્ડ અપલોડ કરવું ફરજિયાત કરાયાના નિર્ણય ની જાહેરાત કરવામાં આવી છે.જોકે યુનિવર્સિટીના આ નિર્ણયનો વિદ્યાર્થી સંગઠન દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.
વિદ્યાર્થી સંગઠનોનું કહેવું છે કે આ પ્રક્રિયા રાજકીય ઉપયોગનો હાથો બની શકે, રાજકીય ઉપયોગની આશંકા સાથે વિદ્યાર્થીઓએ નિયમ રદ કરવાની માંગ કરી છે તેની સામે વાઇસ ચાન્સેલર કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે મતદાર કાર્ડ દરેક નાગરિકનો અધિકાર છે, અઢાર વર્ષની ઉપરના વિદ્યાર્થીઓને આ નિયમ લાગુ કરવાની વિચારણા કરવામાં આવી છે જોકે પરીક્ષા વખતે જે વિદ્યાર્થી 18 વર્ષથી નીચેના વયના હોય તે માટે આ નિયમ લાગુ નહીં પડે તેમણે જણાવ્યું હતું કે ટેકનિકલ કારણોસર વિદ્યાર્થીઓ પાસે મતદાર કાર્ડ ન હોય તેવો પાસે કાર્ડ કઢાવવા ની પૂરતી સમય અવધિ પણ છે.
યુનિવર્સિટીએ પરીક્ષા ફોર્મ સાથે વેબસાઇટ પર મતદાર કાર્ડ અપલોડ કરવાનો નિયમ બનાવ્યો છે, યુનિવર્સિટી સત્તાવાળાઓએ આ નિયમ મતદાર જાગૃતિ અભિયાન ને વધુ પ્રોત્સાહન આપવા માટે લેવાયો હોવાનું જણાવ્યું હતું, જો કે વિદ્યાર્થીઓના વિરોધથી આ નિયમ મતદાર જાગૃતિ અભિયાન નો અવર ડોઝ હોય એવું ચિત્ર ઊભું થયું છે, વિદ્યાર્થી સંગઠનોએ આ નિયમ નો રાજકીય ઉપયોગ થવાની આશંકા સાથે નિયમનો અમલ ન કરવા માંગ કરી છે, તેની સામે સત્તાવાળાઓએ અભિયાન લોકતંત્ર અને વધુ મજબૂત કરવા માટે હોવાનું જણાવ્યું છે અને આ જોગવાઇથી કોઈ વિદ્યાર્થીને તકલીફ નહીં પડે તેવી ખાતરી પણ ઉચ્ચારી છે જો કે હાલ આ નિયમનો વિદ્યાર્થીઓએ વિરોધ ઉઠાવ્યો છે.