જસદણ તાલુકાના દલિત સમાજ આગેવાન ડાયાભાઈ પરમાર મંજુલાબેન જયેશભાઈ મિયાત્રા અશોકભાઈ બથવાર જેરામભાઈ પરમાર વિનુભાઈ જાદવ તેમજ હંસાબેન પરમાર દ્વારા જસદણ તાલુકા સેવા સદન ઓફિસે જસદણ તેમજ વિછીયા તાલુકાના દલિત સમાજના આગેવાનોની હાજરીમાં વોટ ફોર સંવિધાનનો કાર્યક્રમ યોજાયો હતો. દલિત સમાજના આગેવાનોનું કેવું છે કે રાજકીય પક્ષ પોતાના ચૂંટણી ઢંઢેરામાં અસ્પૃશ્યતા નાબૂદ કરવાનું નક્કર આયોજન કરશે તેને દલિત સમાજના વોટ મળશે. 24 સપ્ટેમ્બર 1932 ના દિવસે પુના કરાર બંધારણ અને કાયદો હોવા છતાં પણ અસ્પૃશ્યતા અકબંધ છે અને અત્યાચાર વધી રહ્યા છે.
માત્ર બંધારણ અને કાયદાથી અસ્પૃશ્યતા દૂર ના થાય અનુભવ છે બંધારણ અને કાયદાના અમલ કરાવવા સરકાર પર ભારે દબાણ કરવું પડે છે દબાણ લાવવું પડે એવું દબાણ માત્ર મતથી જ ઊભું થાય છે ડોક્ટર આંબેડકર 1951 માં કહેલું આપણી તાકાત બની શકે છે આપણી તાકાત આપણા મતની છે. અસ્પૃશ્યતા મુક્ત ભારત યાત્રા ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે એક અવાજે જાહેર કરવાનું છે કે અમારા મત જોતવા હોય તો અસ્પૃશ્યતા દૂર કરવાનું નક્કર આયોજન તમારા ચૂંટણી ઢંઢેરામાં મૂકો આ પ્રશ્નના દરેક ગામના અને દરેક ઘરના દલિત સમાજના ઉમેદવારોની માંગ છે. પુના કરારના વચનોને યાદ કરાવવા તેના 90 વર્ષની યાદમાં 90 મીટર 295 ફૂટ લાંબુ બેનર રજૂ કરી બેનરમાં લખાણ કરી જે પક્ષ ચૂંટણી ઢંઢેરામાં અસ્પૃશ્યતા દૂર કરશે તેને મત આપશું નવ ફટ ઉચું ઇવીએમ મશીન વિવી પેટ સાથે રજૂ કરેલ જેમાં અસ્પૃશ્યતા દૂર કરવાનુ દર્શાવેલ છે.