હેમુ ગઢવી હોલ ખાતે ચાર ડેપ્યુટી કલેકટર ચૂંટણી ફરજમાં રોકાયેલા ૫૫૦ કર્મચારીઓને આપશે તાલીમ
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચૂંટણી સ્ટાફ માટે આગામી સોમવારના રોજ તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. આ તાલીમ વર્ગમાં જિલ્લાના ચાર ડેપ્યુટી કલેકટર ચૂંટણી ફરજમાં રોકાયેલા ૫૫૦ કર્મચારીઓને તાલીમ આપશે.
લોકસભાની ચૂંટણીના ત્રીજા તબકકામાં ગત તા.૨૩ એપ્રીલના રોજ ગુજરાતમાં મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ત્યારબાદ તમામ ઈવીએમ મશીનોને સીલ કરીને સ્ટ્રોગ રૂમમાં રાખી દેવામાં આવ્યા હતા. હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ ઈવીએમ સ્ટ્રોંગ‚મમાં સુરક્ષીત રીતે રાખવામાં આવ્યા છે.
જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા હાલ મત ગણતરીની પ્રક્રિયાની તૈયારી આરંભી દેવામાં આવી છે. મત ગણતરીની પ્રક્રિયા આગામી ૨૩મી મેના રોજ યોજાનાર છે. જે સંદર્ભે રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણી ફરજમાં રોકાયેલા સ્ટાફ માટે તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. આ તાલીમ વર્ગ હેમુ ગઢવી હોલ ખાતે આગામી સોમવારના રોજ યોજાનાર છે. જેમાં જિલ્લાના ચાર ડેપ્યુટી કલેકટરો ચૂંટણી ફરજમાં રોકાયેલા ૫૫૦ કર્મચારીઓને મત ગણતરી અંગેની તાલીમ પૂરી પાડશે.