કલેકટર રચિતરાજની મતદાન જાગૃતિ માટેની પહેલને આવકાર

2 2
જૂનાગઢમાં ગરવા ગિરનારની ગોદમાં પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન-મુંબઈ દ્વારા છેલ્લા આઠ વર્ષથી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા ગિરનાર મહોત્સવનું આયોજન કરે છે. જેમાં દેશભરના કલાકારો જૂનાગઢના મહેમાન બને છે અને પોતાની કલાપ્રસ્તુતિ કરે છે. ત્યારે આ વખતના ગિરનાર મહોત્સવમાં વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 અનુલક્ષીને શાસ્ત્રીય સંગીત અને નૃત્યના આ જલસામાં મતદાન જાગૃતિ માટેનો પ્રેરક સંદેશ આપવામાં આવ્યો હતો. અહીંયા આવેલા કલાકારોએ પણ લોકશાહીના આ મહાપર્વમાં મતાધિકારનો ઉપયોગ કરી સહભાગી થવા માટે અનુરોધ કર્યો હતો. શહેરના શામળદાસ ગાંધી ટાઉનહોલમાં ગિરનાર મહોત્સવના 9 માં સંસ્કરણ દરમિયાન દેશભરના જાણીતા કલાકારો દ્વારા ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા શાસ્ત્રીય સંગીત અને નૃત્યની પ્રસ્તુતિ કરવામાં આવી રહી છે. ત્યારે આ મંચ પર પણ મતદાતા જાગૃતિ માટેનું મેસ્કોટ ’જશક્ષવ’ ને પણ પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. તથા શામળદાસ ગાંધી ટાઉનહોલની બહાર પણ મતદાન જાગૃતિ માટે સેલ્ફી પોઇન્ટ અને જશક્ષવ મેસ્કોટ મૂકવામાં આવ્યું હતું. અહીંયા લોકોએ ઉત્સાહભેર ફોટો લઈ વિધાનસભા ચૂંટણીમાં તા. 1લી ડિસેમ્બરે અચૂક મતદાન કરવાનો નિર્ધાર કર્યો હતો.

3 1  4 2

મતાધિકારનો ઉપયોગ કરવો અનિવાર્ય : કુચીપુડી નૃત્યાંગના ડો.સુરભી લક્ષ્મી શારદા

હૈદરાબાદથી ગિરનાર મહોત્સવમાં કુચીપુડી નૃત્યની પ્રસ્તુતિ આપવા માટે આવેલા ડો. ડો.સુરભી લક્ષ્મી શારદા એ જણાવેલ કે, મતાધિકારનો ઉપયોગ કરવો અનિવાર્યતા છે, જેમને મતાધિકાર પ્રાપ્ત થયો છે તેઓ દરેક વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરે. આ સાથે ડો. સુરભી લક્ષ્મી શારદાએ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર રાજની મતદાન જાગૃતિ માટેની પહેલને આવકારતા જણાવ્યું કે, મતદાન જાગૃતિ માટે અહીંયાની ઓળખ એવા સિંહને મેસ્કોટ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આમ, સિંહને એક વિશેષ અને અનોખો અર્થ આપવામાં આવ્યો છે.

મત અધિકારનો અચૂક ઉપયોગ કરીએ : કથ્થક નૃત્યાંગના ડો. નિપા ઠક્કર

ગિરનાર મહોત્સવમાં પોતાના કલાવૃંદ સાથે પહોંચેલા ભાવનગરના કથ્થક નૃત્યાંગના ડો. નીપા ઠક્કરે સંદેશ આપેલ કે, વિધાનસભા સામાન્ય ચૂંટણી -2022 જાહેર થઈ ચૂકી છે, આગામી તા.1લી ડિસેમ્બરે મતદાન થવાનું છે. ત્યારે લોકશાહીમાં આપણને મત આપવાનો જે અધિકાર મળ્યો છે તેનો અચૂક ઉપયોગ કરીએ. સાથે જ આપણા જનપ્રતિનિધિ તરીકે ચૂંટીને આ લોકશાહીના મહાપર્વમાં સહભાગી થઈએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.