ગુજરાતમાં આજે બીજા તબક્કાનું મતદાન શરુ થઈ ગયું છે. ઘણા લોકો દ્વારા મતદાન જાગૃતિ માટે અલગ અલગ સ્કીમ પણ રાખવામ આવતી હોય છે જેના લીધે લોકો વધુ મતદાન કરે ત્યારે ફેડરેશન ઓફ ગુજરાત એસો. પણ એક મતદાન જાગૃતિ માટે એક નવતર પ્રયાસ કર્યો હતો. બીજા તબક્કામાં મતદાન કરનારા મતદારોને એક રૂપિયા સસ્તુ પેટ્રોલ મળશે.

આજ રોજ બીજા તબક્કાનું મતદાન શરુ થઈ ગયું છે ત્યારે ગુજરાત પેટ્રોલ પંપ દ્વારા એક લિટર પેટ્રોલ પર એક રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વિશે પેટ્રોલ પંપ એસોસિયેશનના પ્રમુખ અરવિંદ ઠક્કરે જણાવ્યું હતું કે, બીજા તબક્કામાં વધુને વધુ મતદાન થાય તે માટે પેટ્રોલ પંપ એસોસિએશન તરફથી એક આકર્ષક સ્કીમ અમે લોન્ચ કરી છે.

WhatsApp Image 2022 12 05 at 12.41.54 PM

ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન સાથે સંકળાયેલા ત્રણ પેટ્રોલ પંપ જેમાં ઇન્ડીયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને એચપી પંપનો સમાવેશ થાય છે, પ્રતિલીટર એક રૂપિયાની છૂટ આ સિવાયના પંપ પર મળશે નહિ. આ સ્કીમનો લાભ મતદાન કરેલા લોકોને લીધો હતો જેમાં તેમને લીટરે રૂ.૧નો લાભ આપ્યો મળ્યો હતો.

બીજા તબક્કામાં 11 વાગ્યા સુધીમાં ૧૯.૧૭% મતદાન

અમદાવાદ ૧૬.૯૫ ટકા
ગાંધીનગર ૨૦.૩૯ ટકા

આંણદ ૨૦.૩૮ ટકા
અરવલ્લી ૨૦.૮૩ ટકા
બનાસકાંઠા ૨૧.૦૩ ટકા
છોટા ઉદેપુર ૨૩.૩૫ ટકા

દાહોદ ૧૭.૮૩ ટકા
ખેડા ૧૯.૬૯ ટકા
મહેસાણા ૨૦.૬૬ ટકા
મહીસાગર ૧૭.૦૬ ટકા

પંચમહાલ ૧૮.૭૪ ટકા
પાટણ ૧૮.૧૮ ટકા
સાબરકાંઠા ૨૨.૧૮ ટકા
વડોદરા ૧૮.૭૭ ટકા

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.