રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં દાઉદી વ્હોરા સમાજમાં ચાલતી ટીફીન યોજના આગામી દિવસોમાં ચાર માસ જેટલા સમયગાળામાંથી બંધ હતી તે યોજના અંગે લીલી ઝંડી મળતા બે ત્રણ દિવસમાં સૌરાષ્ટ્રના ગામે ગામના બહુધા વ્હોરા વરવાટવાળા ગામે શરુ થાય તે અંગે તડામાર તૈયારી થઇ રહી છે. વિચાર વ્યવહાર અને વેપારમાં જબરુ કાંઠુ કાઢનાર દાઉદી વ્હોરા સમાજમાં છેલ્લા નવ વર્ષથી દેશ અને દુનિયામાં સમાજના પ્રેપનમાં દાઇ (સર્વોચ્ચ ધર્મગુરુ) નામદાર ડો. સૈયદના અબુ જાફરુસ્સાહીક આલીકદર મુફદલ સૈફૂદીનની સીધી દેખરેખ હેઠળ ચાલતી ફૈઝ ઉલ મવાઇદ અલ બુરહાનીયાના નામથી ચાલતી ટીફીન સર્વીસ દરરોજ દરેક ગામોના અમીર ગરીબ દરેક વર્ગના વ્હોરા સમાજના ઘેર ઘેર બપોરે એક ટંકનું ભોજન પહોચાડે છે. પણ કોરોના વાઇરસની મહામારીને કારણે છેલ્લા ચાર માસથી વધુ સમય આ સર્વીસ બંધ હતી પણ હવે કેટલાક રાજયોમાં સરકારે અનલોક કરતા સૌરાષ્ટ્રના રાજકોટ મહુવા, જસદણ, ઉપલેટા, વિસાવદર, જામનગર, અમરેલી, ભાવનગર, જસદણ, બોટાદ, મોરબી, વાંકાનેર, જેતપુર, જુનાગઢ જેવા અનેક ગામોમાં આ ટીફીન યોજના શરુ થશે આ માટે સૈયદના સાહેબે ની રજા મળે છે. અત્રેએ નોંધનીય છે કે દાઉદી વ્હોરા સમાજના ઘેર દરરોજ આવતા આ ટીફીન ભોજનને કારણે અનેક ઘરોમાં રાહત છે. જે બુર્ઝુગો છે ગરીબો છે તેમને માટે રાહતરુપ છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને ગુરુકૃપાથી કાર્ય સિદ્ધ થાય, ધ્યાન-યોગ-મૌનથી લાભ થાય, આધ્યાત્મિક ચિંતન થાય, શુભ દિન.
- કાચા પપૈયામાંથી બનાવો આ મીઠાઈ, મહેમાનો રેસીપી પૂછશે
- બાળકોમાં આ લક્ષણો જોવા મળે તો ચેતી જજો !
- બંધારણમાંથી ‘સમાજવાદી’ અને ‘ધર્મનિરપેક્ષ’ શબ્દો હટાવવામાં નહીં આવે, SCએ આપ્યો ઐતિહાસિક નિર્ણય
- પરફેક્ટ નાસ્તો : ઘરે જ બનાવો ચટાકેદાર ખાટી-મીઠી શક્કરિયાની ચાટ
- Tasty and Healthy: શિયાળામાં ટ્રાય કરો પ્રોટીનયુક્ત મગફળીની કઢી, આ રહી રેસીપી
- #MaJaNiWedding : ગુજરાતી સેલિબ્રીટીઝ રંગાયા મલ્હાર-પૂજાની હલ્દીના રંગમાં
- યે હસી વાદીયા !! આ પર્વતોની સુંદરતા મનમોહી લેશે