સમગ્ર મુસ્લિમ સમાજમાં હાલ પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે ત્યારે આજે ગુરુવારે મિસરી કેલેન્ડર મુજબ દાઉદી વ્હોરા સમાજમાં બાવીસમું રોઝુ છે હાલ કોરોના વાઇરસથી લોકડાઉન હોવાથી સરકારના આદેશ મુજબ મુસ્લિમો પોત પોતાના ઘરોમાં રમઝાન માસના ધાર્મિક કાર્યો કરી રહ્યા છે. ગામો ગામના વ્હોરા બિરાદરો દેશ અને દુનિયા સાથે ગુરુવારે પોતાના ઘેર પોતાના પરિવાર સાથે સૂર્યોોદયથી સૂર્યાસ્ત સુધી સોશ્યલ ડિસ્ટરન્સ જાળવી અલ્લાહની બંદગી કરશે. ઇસ્લામ ધર્મમાં પવિત્ર લેખાતી રાતો પૈકી લઇલતુલકદ્ર રાત્રી આજે હોવાથી રોઝદારોમાં ઉત્સાહ બેવડાયો છે. દર વર્ષે આ રાતમાં વ્હોરા મસ્જિદોમાં નયનરમ્ય રોશની અને ફૂલોથી શણગાર થતો હોય છે પણ આ વર્ષે વિશ્ર્વભરમાં કોરોના વાઇરસએ હાહાકાર મચાવતા દાઉદી વ્હોરા સમાજના ત્રેપનના દાઇ (સર્વોચ્ચ ધર્મગુ) નામદાર ડો. સૈયદના અબુ જાફરુસૃસાદીક આલિકદર મુફદલ સૈફુદ્દીન સાહેબએ (ત ઉ શ) કેન્દ્ર અને રાજય સરકારના આદેશ મુજબ નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનો આદેશ કરતા લાંબા સમયથી વ્હોરા મસ્જિદો બંધ હોવાથી બિરાદરો હાલ ઘરોમાં જ ઇબાદત કરવાની સાથે દાન પુણ્ય કરી રહ્યા છે અને પવિત્ર રમઝાન માસ પસાર કરી રહ્યાં છે જોગાનુ જોગ આજની રાત્રીમાં જ તાજદાર માનવતા વાદી ડો. સૈયદના સાહેબનો ૭૭મો જન્મદિવસ હોય એટલે સૌને પે સુહાગા જેવા ઘાટ ઘડાયો છે. વિશ્ર્વમાં કોરોના વાઇરસ હટી જેટલા દર્દીઓ છે તેઓની તબિયતમાં સુધારો થાય દેશ રાજયની પ્રગતિ હજુ વધું થાય અને ડો. સૈયદના સાહેબના સ્વાસ્થ્ય અને દીર્ધાયુ માટે આજે આ રાતમાં સૌરાષ્ટ્ર સહિત વિશ્ર્વમાં લાખો વ્હોરા બિરાદરો ઇબાદત બાદ દુઆ પ્રાર્થના કરશે. આજે રાત્રીના લઇલતુલકદ્ર પવિત્ર રાત્રીની બંદગીને લઇ બિરાદરોમાં અનેરો આનંદ છવાયો છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને વિલંબથી પણ તમને કાર્યમાં સફળતા મળે,અંતરાય દૂર થાય,જીવનમાં નવો પ્રકાશ ફેલાતો લાગે.
- આ છોડ ઘરે વાવવાથી કરશે એર પ્યુરિફાયરનું કામ
- ગાંધીધામ: ખનિજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડ પર હુમલો કરનાર 3 સામે ગુનો નોંધાયો
- જોડિયા તાલુકાના હડિયાણા ગામ પાસે આવેલી એક પવનચક્કીના ટાવરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતાં દોડધામ
- Dahod : ઉસરાથી ફુલપરી ઉપર પાડા ગામે 11.62 કરોડના ખર્ચે નવનર્મિત પુલનું ખાતમુહુર્ત કરાયું
- સ્નાયુઓને મજબૂત રાખવા આ ફળો બનશે મદદરૂપ…
- ધ્રાંગધ્રા: પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે કોમ્બીંગ હાથ ધરાયું
- વર્ષ 2023-24માં 21 લાખથી વધુ સહેલાણીઓએ ગુજરાતના ઐતિહાસિક સ્થળોની લીધી મુલાકાત