-
યુવા વૈષ્ણવાચાર્ય પૂ. વ્રજરાજકુમારજી મહોદયને પ્રતિષ્ઠિત ન્યુયોર્ક સ્ટેટ કોંગ્રેસનલ એવોર્ડ અર્પણ કરાયો
-
કાજલ ઓઝા વૈદ્ય અને સાઇરામ દવેએ ભાવિકજનોને સાહિત્ય અને લોકસંસ્કૃતિના રંગે રંગ્યા
યુવા જાગૃતિ અને ભારતીય સંસ્કૃતિના સૌમીલ ગુણોથી વિશ્વભરનીયુવા પેઢીને અવગત કરવાના અભિન્ન આશય સાથે કાર્યરત વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન યુ.એસ.એ.ના તત્વાધાનમાં વલ્લભ કુળભુષણ યુવા વૈષ્ણવાચાર્ય પૂ. પાદ. ગોસ્વામી ૧૦૮ વ્રજરાજકુમારજી મહોદયની અઘ્યક્ષતામાં ન્યુ જર્સી યુ.એસ.એ. ખાતે દ્વિતીય આંતરરાષ્ટ્રીય વૈષ્ણવ સંમેલન ભવ્યતાથી સંપન્ન થયો હતો.
આ કન્વેનશન પૂર્વ તા. ૨૯ જુન થી ૫ જુલાઇ દરમ્યાન શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું રસપાન વિશ્વ પ્રસિઘ્ધ ભગવતાચાર્ય રમેશભાઇ ઓઝાએ સૌને કરાવ્યું હતું. કથા દરમ્યાન યુવા વૈષ્ણવચાર્ય વ્રજરાજકુમારજી મહોદયના રોચક વચનામૃતનો અવસણ પણ સંપન્ન થયો હતો.
શોભાયાત્રામાં વૈષ્ણવો-ભાવિકજનો ઘ્વજા પતાકા સહીત મોટી સંખ્યામાં જોડાયા હતા. રેરીટન કન્વેનશનલ સેન્ટર ન્યુ જર્સી, યુ.એસ.એ. ખાતે અમેરિકાનો અત્યાર સુધીનો સૌથી વિરાટ મહોત્સવ યોજાયો હતો. આ વિરાટ આયોજનમાં યુવાનો તથા બાળકો અર્થે જ્ઞાનલક્ષી શીબીર એવ સોશીયલ સ્પીરીચ્યુલ નેટવકીંગ વિષય પર જ્ઞાનિલક્ષી સત્રો યોજાયો હતો.
આ પ્રસંગે પ્રસિઘ્ધ સાહીત્યકાર એવ કવિયીત્રી કાલજ ઓઝા વૈદ્ય દ્વારા રોચક સત્રનો અવિરત આનંદ હજારો વૈષ્ણવો માણ્યો હતો. પ્રસિઘ્ધ લોક કલાકાર સાંઇરામ દવેએ લોક સાહીત્ય એવ હાસ્તની રમઝટ જમાવી હતી.
કન્વેનશનના ભાગરુપે યોજાયેલ સંત સંમેલનમાં સંત પરમાત્માનંદજી, સંત ચિદાનંદજી મુની, જૈનાચાર્ય લોકેશમુનીજી બી.એ.પી. એસના બ્રહ્મવિહારીજી સ્વામીજી, અનુપમ મિશન તથા હરિધામ સોખડાના સન્માનનીય સંતોએ ઉ૫સ્થિત રહીને આર્શીવચન પાઠવ્યા હતા.
સંમેલનમાં વિશેષ રુપે બાળકોએ પારંપરીક વેશધારણ કરીને રચનાતમક વેશભૂષા પ્રસ્તુત કરી હતી. આ પ્રસંગે યુવા વૈષ્ણવાચાર્ય પૂ. વ્રજરાજકુમારજી મહોદયને પ્રતિષ્ઠિત ન્યુયોર્ક સ્ટેટ કોંગ્રેસનલ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. ન્યુયોર્ક સ્ટેટ કોંગ્રેસમેન થોમસ સ્યુઝી તથા યુ.એસ. એના પ્રતિષ્ઠિત અગ્રણીઓ દ્વારા આ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો.