કણસાગરા મહિલા કોલેજના સાત દિવસીય એન.એસ.એસ. કેમ્પમાં ‘ગવરીદળ’ ગામનો સેવાનો યજ્ઞ: ‘અબતક’ની મુલાકાતમાં આવેલા આયોજકો વોલેન્ટીયર્સ દ્વારા અપાઈ માહીતી
રાષ્ટ્રીય સેવા યોજના એન.એસ.એસ. ના માઘ્યમપી વિઘાર્થીઓને જીવન ઘડતર અને સામાજીક સેવાના બેવડા મર્મ સાથે યોજાતા એન.એસ.એસ. કેમ્પ અંતર્ગત શ્રીમતિ કે.એસ. એન. કણસાગરા મહિલા કોલેજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે શહેર નજીક ના ગવરીદડ ગામના સાત દિવસના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
‘અબતક’ ની મુલાકાતે આવેલ પ્રોફેસર ડો. યશવંતભાઇ ગોસ્વામી વોલેન્ટીયર પ્રિયાસી સરવૈયા, અને બથવાર ટવીકલ કેમ્પ આગામી તા. પ થી 11 જાન્યુઆરી 2023 દરમ્યાન ગૌરીદડ ખાતે યોજાશે. જેમાં કણસાગરા કોલેજનાા એન.એસ.એસ. ના 125 તાલીમ બઘ્ધ વોલંટીયર્સ વિવિધ પ્રવૃતિઓ સાથે જોડાઇને લોકશિક્ષણ મેળવશે.
એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફીસર ડો. યશવંત ગોસ્વામી અને પ્રિ. ડો. આર.આર. કાલરીયાના માર્ગદર્શન હેઠળ એન.એસ.એસ. ના 1રપ વોલંટીયર્સ શિયાળાની કડકડતી ઠંડીમાં વહેલી સવારે પ વાગ્યે ગૌરીદડમાં પ્રભાત ફેરીથી શરુ કરી રાત્રીના 1ર વાગ્યા સુધી સમાજ અને રાષ્ટ્ર નિર્માણના સંકલ્પ સાથે પ0 થી વધુ કાર્યક્રમો કરશે. દરરોજ પ્રભાત ફેરી બાદ આસન પ્રાણાયામ યોગા, પ્રાર્થના, સ્વચ્છતા અભિયાન, લોકસંપર્ક દ્વારા જાગૃતિ ફેલાવાશે.
તા.પ જાન્યુ. ના રોજ સાંજે 8 વાગે સૌ. યુનિ. ના કુલપતિ ડો. ગીરીશ ભીમાણી, ની અઘ્યક્ષતામાં ગૌરીદડ ખાતે જનુના દરબારગઢમાં ઉદઘાટન કાર્યક્રમ યોજાશે. જેમાં ઉદઘાટક તરીકે ઠાકોર સાહેબ અશોકસિંહજી જાડેજા, જીલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુ, મ્યુનિ. કમિશ્નર અમિત અરોરા, પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ, જીલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, મેયર પ્રદિપ ડવ, પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ, જીલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદર, ઘોઘુભા જાડેજા, ગોકુલ હોસ્પિટલના ચેરમેન ડો. પ્રકાશ મોઢા અને ડીરેકટર ડો. દિગ્વીજયસિંહ જાડેજા ઉપરાંત બાન લેબના ચેરમેન મૌલેશભાઇ ઉકાણી ખાસ ઉ5સ્થિત રહેશે.
ગવરીદડના કેમ્પમાં કાંતિકારી પહેલ થશે તમામ વોલેન્ટરીયર પોતાના મોબાઇલ ઘેર મુકી સઁપૂણ ડીઝીટલ ફાસ્ટ કરી પ્રકૃતિમાં તન,મનથી એકાકાર થઇ જશે તેમ ડો. ગોસ્વામી
કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે જયેશભાઇ ઉપાઘ્યાય (બોલબાલા ટ્રસ્ટ), વિજયભાઇ ડોબરીયા, પરસોતમભાઇ કમાણી, ડો. એન.કે. ડોબરીયા, ડો. જે.એમ. પનારા, પરસોતમભાઇ ફળદુ, રમેશભાઇ ઠકકર, નિલેશ ભોજાણી, નાગાજણ તરખણા, એસ.પી.ડાંગર, વસંતભાઇ લીંબાસીયા, સુમિતાબેન ચાવડા, મનસુખભાઇ પટેલ અને અલ્પેશભાઇ દોંગા, ઋષિકેશ દવે, વિશાલ રબારી એ.સી.પી. ક્રાઇમ બ્રાંચ ખાસ હાજરી આપશે.
ડો. ગોસ્વામી જણાવે છે કે ઉદઘાટન કાર્યક્રમમાં આઠ ગામના સરપંચ અને ગ્રામ અગ્રણીઓ પણ હાજરી આપશે. આ સમયે ટીવી આર્ટીસ્ટ બાળ કલાકાર હર્શિવ કોટેચા શિવ તાંડવ પ્રસ્તુત કરશે. આ ઉપરાંત ઘોઘુભા જાડેજા, ડો. પ્રકાશ મોઢા અને ડો. દિગ્વીજયસિંહ જાડેજાનું વિશેષ અભિવાદન થશે. શનિવાર 7 જાન્યુ. ના રોજ એન.એસ.એસ. ના વોલૈટીયર્સ દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ વેલકમ 2023, ગામને હરિયળુ બનાવવાના તથા પર્યાવરણ સુરક્ષા સંકલ્પ સાથે પીંજરા સાથે વૃક્ષારોપણ, વ્યસનમુકિત અને ઓર્ગન ડોનેશન અભિયાન, બેટી બચાઓ, બેટી પઢાઓ, ઉપરાંત વડીલવંદના નારી વંદના ગુરુવંદના કાર્યક્રમ વિવિધ મેડીકલ કેમ્પ અંતર્ગત સર્વરોગ નિદાન કેમ્પમાં ગોકુલ હોસ્પિટલના સુપર સ્પેશ્યાલીસ્ટ 18 ડોકટર્સની ટીમ સેવા આપશે.
દરરોજ રાત્રે 9 થી 1ર દરમ્યાન નેશનલ – ઇન્ટરનેશનલ આર્ટીસ્ટ દ્વારા વિવિધ કાર્યક્રમો પ્રસ્તુત થશે. દેશ ભકિતગીતોના કાર્યક્રમ, ચમત્કારોનો પર્દાફાશ કાર્યક્રમમાં ડો. જયંત પંડયા દ્વારા અંધશ્રઘ્ધાને દૂર કરતો કાર્યક્રમ પ્રસ્તુત થશે. 10ના બાળકો માટે ગામની બહેનો અને ગૃહીણીઓ માટે એન.એસ.એસ. વોલંટીયર્સ માટે 10થી વધુ સ્પર્ધાઓ યોજાશે.
ડો. યશવંત ગોસ્વામી અને ગૌરીદડ સરપંચ અને ગ્રામ આગેવાનોના માર્ગદર્શન હેઠળ ગૌરીદડ ગામના 100 થી વધુ ગ્રામ અગ્રણી અને યુવાનો ઉપરાંત પ્રમુખ ગ્રામ આગેવાનો હરજીભાઇ અજાણી, જાદવભાઇ ગજેરા, રમેશભાઇ ગજેરા, સોનલબેન અજાણી, દિપકભાઇ અજાણી, અમિતભાઇ ચાવડા, વિજયભાઇ અજાણી, ભાવિશાબેન અજાણી, હસમુખભાઇ અજાણી, રામજીભાઇ અજાણી, બાબુભાઇ અજાણી, હિતેશભાઇ હિરાણી, દિનેશભાઇ ભૂત સહીતના આગેવાનો ઉપરાંત નવદુર્ગા ગરબી મંડળ, શિવ શકિત યુવા ગ્રુપ, બીલેશ્ર્વર મહાદેવ યુવા ગ્રુપ, પટેલ યંગ ગ્રુપ, અજાણી યુવા ગ્રુપ, જય ગોપાલ મિત્ર મંડળ, રામામંડળ યુવા ગ્રુપ, રામદેવ ભજન મંડળી, બજરંગ ધુન મંડળ અને ચામુંડા યુવા ગ્રુપની યુવા ટીમ કેમ્પને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહ્યાં છે.